'બુદ્ધના સંદેશમાંથી પ્રેરણા લઈને ભારત કોરોના મહામારીમાં દુનિયાને કરી રહ્યું છે મદદ'
Trending Photos
નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ આજે બુદ્ધ પૂર્ણિમાના અવસરે દેશને સંબોધિત કર્યો. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે હતાશા અને નિરાશાના દોરમાં ભગવાન બુદ્ધની શીખ વધુ પ્રાસંગિક બને છે. તેમણે કહ્યું કે કોરોના મહામારીના કારણએ લોકો ટેક્નોલોજીના માધ્યમથી જોડાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે દુનિયા હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. આવા સમયે બુદ્ધના સંદેશમાંથી પ્રેરણા લઈને ભારત દુનિયાને મદદ કરી રહ્યું છે.
દુનિયા હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. બુદ્ધ કોઈ એક પરિસ્થિતિ સુધી સિમિત નહતાં. આજે પણ તેમની શીખ આપણા જીવનમાં નિરંતર પ્રવાહમાં રહી છે. બુદ્ધ ફક્ત એક નામ નથી પરંતુ એક પવિત્ર વિચાર પણ છે. જે પ્રત્યેક માનવ હ્રદયમાં ધડકે છે. માનવતાનું માર્ગદર્શન કરે છે. બુદ્ધ ત્યાગ અને તપસ્યાની મર્યાદા છે. બુદ્ધ સેવાના પર્યાય છે. બુદ્ધ એ છે જે સ્વયં તપીને, હોમીને પોતાને ન્યોછાવર કરીને સમગ્ર દુનિયામાં આનંદ ફેલાવવા માટે આવ્યાં.
During this difficult time of #CoronavirusLockdown, there are several ppl around us who are working 24 hours to help others, to maintain law&order, to cure infected persons&to maintain cleanliness, by sacrificing their own comforts. All such people deserve appreciation&honour: PM pic.twitter.com/hRaeBVVKVV
— ANI (@ANI) May 7, 2020
આપણે આપણી આસપાસ એવા લોકોને જોઈ રહ્યાં છીએ કે જેઓ બીજાની સેવા માટે, કોઈ દર્દીની સારવાર માટે, કોઈ ગરીબને ભોજન કરાવવા માટે, કોઈ હોસ્પિટલની સફાઈ માટે, કોઈ રસ્તા પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 24 કલાક કામ કરી રહ્યા છે. ભારતમાં અને ભારતની બહાર આવી પ્રત્યેક વ્યક્તિ અભિનંદનને પાત્ર છે.
આવા સમયમાં કે જ્યારે દુનિયામાં ઉથલપાથલ છે. અનેકવાર દુખનો ભાવ જ્યારે ખુબ વધુ જોવા મળે છે ત્યારે ભગવાન બુદ્ધની શીખ વધુ પ્રાસંગિક બને છે. તેઓ કહેતા હતાં કે માનવે સતત પ્રયત્ન કરવા જોઈએ કે તે કપરી પરિસ્થિતિમાં જીત મેળવે. તેમાથી બહાર નીકળો, થાકીને અટકવાનો કોઈ વિકલ્પ નથી. આજે આપણે બધા પણ એક કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા સતત પ્રયત્નશીલ છીએ. સાથે મળીને કામ કરી રહ્યાં છીએ.
Today, India is standing firmly in support of everyone, without any discrimination, who are in need or who are in trouble, in the country or across the globe: PM Narendra Modi. #COVID19 pic.twitter.com/KRB3c00JSA
— ANI (@ANI) May 7, 2020
ભારત નિસ્વાર્થ ભાવથી પોતાના ત્યા અને સમગ્ર દુનિયામાં ક્યાં પણ સંકટમાં ઘેરાયેલી વ્યક્તિ સાથે પૂરી મજબુતાઈ સાથે લાભ-હાનિ, સમર્થ-અસમર્થની ચિંતા કર્યા વગર સહાયતા કરી રહ્યું છે. જેટલું શક્ય હોય, મદદ માટે હાથ આગળ વધારવાની કોશિશ કરી છે. આ જ કારણ છે કે વિશ્વના અનેક દેશોએ ભારતને આ મુશ્કેલ ઘડીમાં યાદ કર્યું છે. ભારતે પણ દરેક શક્ય મદદ પહોંચડવામાં કોઈ કસર છોડી નથી. અમે પ્રત્યેક દેશવાસીઓનું જીવન બચાવવાના પ્રયત્ન કરી રહ્યાં છીએ. આ ઉપરાંત ભારત પોતાની વૈશ્વિક જવાબદારી પણ એટલી જ ગંભીરતાથી નિભાવી રહ્યું છે.
બુદ્ધનું એક એક વચન માનવતાની સેવામાં ભારતની પ્રતિબદ્ધતા મજબુત કરે છે. આ આત્મબોધની સાથે ભારત સમગ્ર માનવતા માટે અને વિશ્વ માટે કામ કરી રહ્યું છે તથા કરતું રહેશે. ભારતની પ્રગતિ વિશ્વની પ્રગતિમાં સામેલ થશે. તમારી રક્ષા કરો અને યથાશક્તિ પ્રમાણે બીજાની પણ મદદ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે