કોંગ્રેસના સંકટ વચ્ચે શશિ થરૂર બોલ્યા, 'લોકસભામાં પાર્ટીનો નેતા બનવા તૈયાર'

તેમણે સ્વિકાર્યું કે, કોંગ્રેસની મુખ્ય ચૂંટણી થીમ 'ન્યાય'ને મતદારો સુધી યોગ્ય રીતે રજૂ કરી શકાઈ નહીં.
 

કોંગ્રેસના સંકટ વચ્ચે શશિ થરૂર બોલ્યા, 'લોકસભામાં પાર્ટીનો નેતા બનવા તૈયાર'

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે જણાવ્યું કે, જો પાર્ટી લોકસભામાં નેતાપદનો પ્રસ્તાવ આપશે તો તેઓ આ જવાબદારી નિભાવવા તૈયાર છે. તિરૂવનંતપુરમથી સતત ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયેલા શશિ થરૂરે સોમવારે એક ટીવી ચેનલને જણાવ્યું કે, "જો પાર્ટી તરફથી ઓફર આવશે તો હું લોકસભામાં પાર્ટીનું નેતૃત્વ કરવા માટે તૈયાર છું."

તેમણે સ્વિકાર્યું કે, કોંગ્રેસની મુખ્ય ચૂંટણી થીમ 'ન્યાય'ને મતદારો સુધી યોગ્ય રીતે રજૂ કરી શકાઈ નહીં. તેની સાથે જ તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ 'સોફ્ટ હિન્દુત્વ'ની નીતિની ટીકા કરી હતી. શશિ થરૂરે રાહુલ અંગે જણાવ્યું કે, તેમણે પાર્ટીના અધ્યક્ષ પદે રહેવું જોઈએ. 

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, "પાર્ટી તેમની મદદ માટે સ્થાનિક કાર્યકારી અધ્યક્ષોની નિમણૂક પર વિચાર કરી શકે છે." ઉલ્લેખનીય છે કે, શશિ થરૂર તિરુવનંતપુરમ સીટનું 2009થી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 2014માં ભાજપના ઓ. રાજગોપાલ સામે તેઓ માત્ર 15,000 વોટથી જીત્યા હતા. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news