દેશમાં કોરોનાના ડરામણા આંકડા, છેલ્લા 24 કલાકમાં 48 હજારથી વધુ કેસ, જો કે રિકવરી રેટ આપે છે રાહત

દેશમાં હવે તો કોરોનાના આંકડા ડરામણા લાગી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 48,661 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 705 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 13,85,522 પર પહોંચ્યો છે. જેમાંથી 4,67,882 એક્ટિવ કેસ છે. જ્યારે 8,85,577 લોકો ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધી દેશમાં 32,063 લોકોના મૃત્યુ થયા છે. 
દેશમાં કોરોનાના ડરામણા આંકડા, છેલ્લા 24 કલાકમાં 48 હજારથી વધુ કેસ, જો કે રિકવરી રેટ આપે છે રાહત

નવી દિલ્હી: દેશમાં હવે તો કોરોનાના આંકડા ડરામણા લાગી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 48,661 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 705 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 13,85,522 પર પહોંચ્યો છે. જેમાંથી 4,67,882 એક્ટિવ કેસ છે. જ્યારે 8,85,577 લોકો ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધી દેશમાં 32,063 લોકોના મૃત્યુ થયા છે. 

Total #COVID19 positive cases stand at 13,85,522 including 4,67,882 active cases, 8,85,577 cured/discharged/migrated & 32,063 deaths: Health Ministry pic.twitter.com/Qk11TYzDbQ

— ANI (@ANI) July 26, 2020

અત્યાર સુધીમાં 1,62,91,331 સેમ્પલ ટેસ્ટ થયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (IMCR)ના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં 1,62,91,331 નમૂનાનું પરીક્ષણ કરાયું છે. ગઈ કાલે 4,42,263 નમૂનાનું ટેસ્ટિંગ થયું હતું. 

વધુ ટેસ્ટિંગના કારણે વધુ કેસ?
વધુ દર્દીઓ નોંધાવવાનું કારણ એ પણ હોઈ શકે કે દેશમાં હવે પહેલાની સરખામણીમાં ટેસ્ટિંગ વધુ થઈ રહ્યાં છે. ગઈ કાલે સાડા ચાર લાખ જેટલા ટેસ્ટિંગ થયા. જેમાંથી 48 હજાર જેટલા પોઝિટિવ કેસ આવ્યાં. જો કે રિકવરી રેટ ઘણો સારો છે. બે દિવસમાં એક લાખથી વધુ કેસ આવ્યાં જેની સામે 67 હજાર લોકોએ કોરોનાને માત આપી. આ સંખ્યા એટલા માટે પણ મહત્વની છે કારણ કે બે મહિના પહેલા 25-26 મેના રોજ માત્ર 414 લોકો સાજા થયા હતાં અને જૂનની આ તારીખોમાં કુલ ઠીક થનારા લોકોની સંખ્યા 5600 હતી. વધુ લોકો સાજા થવાથી હવે દેશમાં રિકવરી રેટ વધીને 63.53 ટકા થયો છે. દિલ્હીમાં તો આ રેટ 87.29 ટકા છે. 

— ANI (@ANI) July 26, 2020

રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1142 કેસ આવ્યાં જેની સામે 2137 લોકો સાજા થયા. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે રાજધાનીમાં સંક્રમિત થનારાની ટકાવારી ઘટીને 5ટકા પર આવી છે. જેનો અર્થ એ થયો કે જેટલા ટેસ્ટ કરાયા તેમાંથી 5 ટકા સેમ્પલ જ પોઝિટિવ આવે છે. હાલ સ્થિતિ સંતોષજનક છે. પરંતુ આગળ પણ તૈયાર રહેવાનું છે. 

જુઓ LIVE TV

આ બધા વચ્ચે તામિલનાડુમાં સંક્રમિતોનો આંકડો બે લાખને પાર ગયો છે. અત્યાર સુધી 2,06,737 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં તો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન હટાવવાની જ ના પાડી છે. બંગાળ અને કેરળમાં વીકએન્ડ પર લોકડાઉન રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news