Loan Moratorium: લોકડાઉન દરમિયાન ટાળવામાં આવેલા EMI પર વ્યાજ મુદ્દે સુપ્રીમે સરકારની ઝાટકણી કાઢી

દેશમાં કોરોના વાયરસ (Corona Virus) મહામારીના સંકટ વચ્ચે મોરેટોરિયમ (Loan Moratorium) સમય મર્યાદામાં ટાળવામાં આવેલા EMI પર વ્યાજ ન લેવાની માગણી પર આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સુનાવણી થઈ. કોર્ટે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને આડે હાથ લેતા કહ્યું કે સરકાર આરબીઆઈની પાછળ છૂપાઈ શકે નહીં. તેને બેંકોની મરજી પર છોડી શકાય નહીં. સરકારે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે. 

Loan Moratorium: લોકડાઉન દરમિયાન ટાળવામાં આવેલા EMI પર વ્યાજ મુદ્દે સુપ્રીમે સરકારની ઝાટકણી કાઢી

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) મહામારીના સંકટ વચ્ચે મોરેટોરિયમ (Loan Moratorium) સમય મર્યાદામાં ટાળવામાં આવેલા EMI પર વ્યાજ ન લેવાની માગણી પર આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સુનાવણી થઈ. કોર્ટે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને આડે હાથ લેતા કહ્યું કે સરકાર આરબીઆઈની પાછળ છૂપાઈ શકે નહીં. તેને બેંકોની મરજી પર છોડી શકાય નહીં. સરકારે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે. 

સુપ્રીમ કોર્ટે સરકારને એક અઠવાડિયાની અંદર સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે સરકાર લોકોની તકલીફને બાજુમાં મૂકીને ફક્ત વેપારી દ્રષ્ટિકોણથી વિચારી શકે નહીં. કોર્ટે સરકારને જલદી નિર્ણય  લઈને જવાબ દાખલ કરવાનું કહ્યું છે. આ કેસમાં આગામી સુનાવણી એક સપ્ટેમ્બરના રોજ થશે. અરજીકર્તાએ દલીલ કરી કે કેન્દ્ર સરકાર તરફથી સુનાવણીને વારંવાર ટાળવાની માગણી કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ પણ સોગંદનામું પણ દાખલ કરાયું નથી. RBI તરફથી પણ કોઈ જ સોગંદનામું દાખલ કરાયું નથી. 

જસ્ટિસ અશોક ભૂષણે સોલિસિટર જનરલને કહ્યું કે તમારે તમારા પક્ષને એકદમ સ્પષ્ટ રીતે રજુ કરવું જોઈએ. જસ્ટિસ ભૂષણે કહ્યું કે આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે સરકારે સમગ્ર દેશને લોકડાઉન કર્યો હતો. જસ્ટિસ ભૂષણે કહ્યું કે સરકારે કોર્ટને Disaster Management Act પર પોતાનું વલણ જણાવવું પડશે અને એ પણ જણાવવું પડશે કે શું વ્યાજ પર વ્યાજનો હિસાબ કરવામાં આવશે. પેનલના બીજા જજ જસ્ટિસ એમ આર શાહે કહ્યું કે આ ફક્ત વ્યવસાય અંગે વિચારવાનો સમય નથી. 

નોંધનીય છે કે રિઝર્વ બેંકે લોકડાઉનના કારણે રોજગાર છીનવાઈ જનારા લોન ભરનારા લોકોને રાહત આપવાના હેતુથી ઈએમઆઈ વસૂલવામાં નરમાઈ દેખાડી. રિઝર્વ બેંકે તમામ બેંકોને કહ્યું કે તેઓ પોતાના ગ્રાહકોને 31 ઓગસ્ટ સુધી ઈએમઆઈ ન ભરવાની ઓફર આપે. જો કે આ દરમિયાન ગ્રાહકો પાસેથી સામાન્ય દરથી વ્યાજ વસૂલવાની પણ મંજૂરી બેંકોને અપાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news