મુંબઇ: બાન્દ્રા સ્ટેશન પર મોટી સંખ્યામાં મજૂરોની ભીડ ભેગી કરવાના આરોપીની અટકાયત 

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. આ બધા વચ્ચે મંગળવારે સાંજે 4 વાગે મુંબઈના બાન્દ્રા સ્ટેશન પર પ્રવાસી મજૂરોની ભારે ભીડ ભેગી થઈ ગઈ. સ્ટેશન પર ઉમટેલા મજૂરોના સેલાબને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ મામલે પોલીસે વિનય દુબે નામના એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. 

મુંબઇ: બાન્દ્રા સ્ટેશન પર મોટી સંખ્યામાં મજૂરોની ભીડ ભેગી કરવાના આરોપીની અટકાયત 

બાન્દ્રા: કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. આ બધા વચ્ચે મંગળવારે સાંજે 4 વાગે મુંબઇના બાન્દ્રા સ્ટેશન પર પ્રવાસી મજૂરોની ભારે ભીડ ભેગી થઈ ગઈ. સ્ટેશન પર ઉમટેલા મજૂરોના સેલાબને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ મામલે પોલીસે વિનય દુબે નામના એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. 

વિનય પર આરોપ છે કે તેણે પ્રવાસી મજૂરોને બાન્દ્રા સ્ટેશન પર ભેગા થવા માટે ઉક્સાવ્યા હતાં. ત્યારબાદ નવી મુંબઈ પોલીસે વિનયની અટકાયત કરી અને તેને મુંબઇ પોલીસને સોંપી દીધો. હવે આ મામલે પોલીસ વિનય દુબે વિરુદ્ધ આઈપીસીની અલગ અલગ કલમો હેઠળ કેસ દાખલ કરીને પૂછપરછ કરી રહી છે. 

જુઓ LIVE TV

મીડિયા રિપોર્ટ્સ મુજબ વિનય દુબે ચલો ઘર કી ઓર નામનું કેમ્પેઈન ચલાવતો હતો. પોતાના ફેસબુક પર શેર કરાયેલી પોસ્ટમાં તેણે ટીમ બાન્દ્રામાં હોવાની વાત કરી હતી. આ મામલે પોલીસે એક હજાર જેટલા લોકો પર એફઆઈઆર પણ દાખલ કરી છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news