Pics : દેશમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધૂમ, દિલ્હીના ઈસ્કોન મંદિરમાં અંદરનો નજારો આંખો ચકિત કરી દેશે

ઈસ્કોન મંદિરમાં જે લોકોને આમંત્રિત કરાયા છે, તે લોકોને માત્ર મંદિરના કેમ્પસમાં જ પ્રવેશ આપવામાં આવશે. તો સાથે જ મંદિર દ્વારા ભક્તોને અપીલ કરાઈ છે કે, તેઓ પોતાના ઘરમાં જ રહીને જન્માષ્ટમીની ઉજવણી કરે

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસને કારણે દેશભરના કૃષ્ણ મંદિરો બંધ છે. પરંતુ હાલ કોરોનાકાળમાં પણ દેશભરમાં જન્માષ્ટમી (Janmastami) ઉજવાઈ રહી છે. રાજધાની દિલ્હીના ઈસ્કોન મંદિર (ISKCON Temple )માં જન્માષ્ટમી માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ઈસ્કોનના વાઈસ પ્રેસિડન્ટ વજેન્દ્ર નંદન દાસે જણાવ્યું કે, આ વર્ષે મદિરમાં બહુ જ ઓછા લોકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. મંદિરમાં એન્ટ્રી માત્ર એ જ લોકોને આપવામાં આવી રહી છે, જે લોકોને આમંત્રિત કરાયા છે. આજે જન્માષ્ટમીએ મંદિરમાં હરે કૃષ્ણ હરે રામાની ધૂન ગુંજી ઉઠી છે. 

1/3
image

વજેન્દ્ર નંદન દાસે જણાવ્યું કે, કોરોના વાયરસની મહામારીની પગલે મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે માર્કિંગ કરવામાં આવ્યું છે. સાથે જ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓને સંક્રમણથી બચાવવા માટે અને તેઓને સેનેટાઈઝ કરવા માટે સેનેટાઈઝ ટનલ લગાવાવમાં આવી છે. મંદિરમાં પ્રવેશ કરનારા તમામ લોકો માટે માસ્ક અનિવાર્ય કરાયા છે.    

2/3
image

ઈસ્કોન મંદિરમાં જે લોકોને આમંત્રિત કરાયા છે, તે લોકોને માત્ર મંદિરના કેમ્પસમાં જ પ્રવેશ આપવામાં આવશે. તો સાથે જ મંદિર દ્વારા ભક્તોને અપીલ કરાઈ છે કે, તેઓ પોતાના ઘરમાં જ રહીને જન્માષ્ટમીની ઉજવણી કરે. 

3/3
image

દિલ્હીમાં જ્યા ભક્તો માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તો નોઈડાના ઈસ્કોન મંદિરમાં આ વખતે ભક્તોને પ્રવેશ આપવામાં નહિ આવ્યો. નોઈડા ઈસ્કોન મંદિરના અધિકારી વ્રજ્જન રંજન દાસે જણાવ્યું કે, કોવિડ 19ને કારણે આ વખતે કોઈ પણ મંદિરમાં પ્રવેશની પરમિશન આપવામાં નથી આવી. ભક્તો માટે મંદિરથી સોશિયલ મીડિયા હેન્ડલ પર આરતી ઓનલાઈન લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.