કોરોનાના પ્રકોપ આગળ શક્તિશાળી ટ્રમ્પ પડ્યાં ઘૂંટણિયે, આપ્યું ચોકાવનારું નિવેદન 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ભયાનક હદે ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણને લઈને લોકોને ચેતવતા કહ્યું કે આવનારા બે અઠવાડિયા અમેરિકા માટે ખુબ મુશ્કેલ રહેશે.

કોરોનાના પ્રકોપ આગળ શક્તિશાળી ટ્રમ્પ પડ્યાં ઘૂંટણિયે, આપ્યું ચોકાવનારું નિવેદન 

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ભયાનક હદે ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણને લઈને લોકોને ચેતવતા કહ્યું કે આવનારા બે અઠવાડિયા અમેરિકા માટે ખુબ મુશ્કેલ રહેશે.

ટ્રમ્પનું આ નિવેદન કોરોના વાયરસ માટે બનેલા કાર્યબળના એક સભ્ય ડેબોરા બ્રિક્સના એ નિવેદન બાદ આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકામાં 30 એપ્રિલ સુધી સામાજિક અંતર જાળવી રાખવા સહિતના અનેક ઉપાય અજમાવવામાં આવ્યા હોવા છતાં મૃતકોની સંખ્યા એક થી બે લાખ સુધી પહોંચી શકે છે. 

બ્રિક્સે કહ્યું હતું કે જો કોઈ પગલું ન ભરાયું તો દોઢ થી બે લાખ લોકોના જીવ જઈ શકે છે. ટ્રમ્પે મંગળવારે કોરોના વાયરસને લઈને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હું ઈચ્છું છું કે અમેરિકા આવનારા મુશ્કેલ દિવસો માટે તૈયાર રહે. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે આપણે આવનારા બે અઠવાડિયાનો ખુબ મુશ્કેલીભર્યો સામનો કરવો પડશે અને પછી આશા રાખીએ કે જેમ વિશેષજ્ઞો કહે છે તેમ અંતમાં કોઈ આશાનું કિરણ જોવા મળશે પરંતુ આ બે અઠવાડિયા ખુબ જ દર્દનાક રહેવાના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news