Corona: ચીનમાં ફરી તોળાઈ રહ્યું છે જીવલેણ વાયરસના સંક્રમણનું જોખમ, અધધધ..નવા કેસથી હડકંપ

કોરોના વાયરસ (coronavirus) ગત વર્ષે સૌથી પહેલા ચીન (China) થી જ ફેલાવવાનો શરૂ થયો હતો અને ચીન જ આ વાયરસના સંક્રમણના ચંગુલમાંથી સૌથી પહેલા મુક્ત થયો હતો. ચીનમાં જનજીવન સામાન્ય બની રહ્યું હતું પરંતુ સોમવારે અચાનક 49 નવા કેસ સામે આવતા ચીન પર ફરી એકવાર કોરોના સંકટ તોળાઈ રહ્યું છે. આ કેસ બહાર આવ્યાં બાદ ચીનમાં કોરોના વાયરસની સેન્ડ વેવ (second wave) નું જોખમ વધી ગયુ છે. 
Corona: ચીનમાં ફરી તોળાઈ રહ્યું છે જીવલેણ વાયરસના સંક્રમણનું જોખમ, અધધધ..નવા કેસથી હડકંપ

નવી દિલ્હી: કોરોના વાયરસ (coronavirus) ગત વર્ષે સૌથી પહેલા ચીન (China) થી જ ફેલાવવાનો શરૂ થયો હતો અને ચીન જ આ વાયરસના સંક્રમણના ચંગુલમાંથી સૌથી પહેલા મુક્ત થયો હતો. ચીનમાં જનજીવન સામાન્ય બની રહ્યું હતું પરંતુ સોમવારે અચાનક 49 નવા કેસ સામે આવતા ચીન પર ફરી એકવાર કોરોના સંકટ તોળાઈ રહ્યું છે. આ કેસ બહાર આવ્યાં બાદ ચીનમાં કોરોના વાયરસની સેન્ડ વેવ (second wave) નું જોખમ વધી ગયુ છે. 

રવિવારે ચીનમાં કોરોના વાયરસના સંક્રમણના 57 નવા કેસ આવ્યાં જે એપ્રિલ બાદ રોજ આવનારા કેસમાં સૌથી વધુ હતાં. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે સોમવારે કહ્યું કે તેમાના 49 નવા કેસમાંથી 39 રાજધાની બેઈજિંગમાં અને 3 કેસ હેબેઈ પ્રાંતમાં મળી આવ્યાં છે. 

બેઈજિંગના આ તાજા કેસ ત્યાંના સૌથી મોટા હોલસેલ ખાદ્ય બજાર સાથે જોડાયેલા છે. જે ઉત્તર-પશ્ચિમી હેડિયન જિલ્લામાં છે. આ બજારને શનિવારે બંધ કરી દેવાયું. આ સાથે જ આસપાસના બજારો અને શાળાઓ પણ બંધ કરાવી દેવાઈ. ખાદ્ય બજારની આસપાસના 11 રહેણાંક વિસ્તારોને લોકડાઉનમાં રાખવામાં આવ્યાં છે. લોકોને બેઈજિંગની મુસાફરી કરવાથી બચવાની ચેતવણી આપવામાં આવી રહી છે. 

અહીં મોટા પાયે ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યાં છે. અધિકારીઓનું કહેવું છે કે બેઈજિંગમાં 46,000 લોકોના ટેસ્ટ કરવાના છે, 10,000થી વધુ લોકોના ટેસ્ટ પહેલા થઈ ચૂક્યા છે. 

જુઓ LIVE TV

અન્ય દેશોમાંતી ચીનના નાગરિકો પાછા ફરી રહ્યાં છે, આથી બહારથી આવનારાના કેસ વધ્યા છે, સોમવારે આવા 10 કેસ જોવા મળ્યાં. મે મહિનાની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં ચીનમાં કોરોના વાયરસના 177 એક્ટિવ કેસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news