'બીમાર' પાકિસ્તાનની મદદે આવ્યું ભારત, 1 વર્ષમાં મોકલી 1.37 અબજની દવાઓ

ભારત અને પાકિસ્તાન વચ્ચે જાન્યુઆરીમાં ખરાબ થયેલા સંબંધો પછી ભારત દ્વારા પાકિસ્તાનમાંથી આયાત થતા માલ-સામાન પર 200 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાદવામાં આવી છે 
 

'બીમાર' પાકિસ્તાનની મદદે આવ્યું ભારત, 1 વર્ષમાં મોકલી 1.37 અબજની દવાઓ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાને ગયા વર્ષે ભારત પાસેથી એક વર્ષમાં 1 અબજ 36 કરોડ 99 લાખ અને 87 હજારની દવા અને વેક્સીનની આયાત કરી છે. 'એક્સપ્રેસ ન્યૂઝ'માં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર આયાત કરવામાં આવેલી દવાઓમાં જીવનરક્ષ દવાઓની સાથે-સાથે વિવિધ રોગોમાં ઈલાજ માટે ઉપયોગમાં લેવાતી ટેબલેટ, સીરપ અને રસીનો સમાવેશ થાય છે. 

રિપોર્ટમાં જણાવાયું છે કે, ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં ભારતમાંથી 15 કરોડ 43 લાખ અને 17 હજાર પાકિસ્તાની રૂપિયાની દવા અને વેક્સીન મગાવાઈ હતી. ફેબ્રુઆરી મહિનામાં 22 કરોડ 32 લાખ 47 હજાર, માર્ચ મહિનામાં 19 કરોડ 37 લાખ અને 37 હજાર પાકિસ્તાની રૂપિયાની ભારતીય દવાઓ અને વેક્સીન આયાત કરાઈ હતી. એપ્રિલ મહિનામાં 11 કરોડથી વધુ, મે મહિનામાં 18 કરોડથી ઉપર અને જુન મહિનામાં 4 કરોડથી ઉપરની રકમની ભારતીય દવાઓની આયાત પાકિસ્તાને કરી હતી. 

પાકિસ્તાનના સામાન પર ભારતે લાદ્યો ભારે કરવેરો
પાકિસ્તામાંથી આયાત કરવામાં આવતી વસ્તુઓ પર 200 ટકા કરવેરો લાદવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં પસાર થઈ ગયો છે. મસુર, બોરિક એસિડ અને ડાયગ્નોસ્ટિક તથા લેબોરેટરી રિજન્ટ્સ પર પણ બેઝિક ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. પ્રસ્તાવમાં મસૂર પર BCD 40 ટકાથી વધારી 50 ટકા કરવાની માગ કરાઈ હતી. બોરિક એસિટ પર ઈમ્પોર્ટ ડ્યુટી 17.5 ટકાથી વધારીને 27.5 ટકા થઈ જશે. ડાયગ્નોસ્ટિક ક્ષેત્રે કરવેરો 20 ટકાથી વધી 30 ટકા થઈ જશે. 

નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે નાણામંત્રી નિર્મલા સિતારમણ તરફથી બંને બંધારણિય પ્રસ્તાવ રજૂ કર્યા હતા, જેને ધ્વનિમત સાથે સ્વીકારી લેવાયા હતા. પ્રથમ પ્રસ્તાવમાં સીમાશુલ્ક અધિનિયમ 1975ની પ્રથમ અનુસૂચીની ધારા 98 અંતર્ગત કરવેરાના નવા દર લાગુ કરવાના ફેબ્રુઆરી, 2019ના જાહેરનામાને મંજૂરી આપવાની માગ કરાઈ હતી. જેના અંતર્ગત પાકિસ્તાનથી આયાતિત તમામ વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારીને 200 ટકા કરવાનો ઉલ્લેખ હતો. 

ભારતના આ પગલાથી દેવામાં ડૂબેલા પાકિસ્તાનના અર્થતંત્રને મોટો ફટકો લાગી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012ના આંકડા અનુસાર વાર્ષિક 2.60 બિલિયન ડોલરનો વેપાર થતો હતો. 

ભારત-પાકિસ્તાન વચ્ચે થતો વેપાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમેન્ટ, ખાંડ, રૂ, શાકભાજી, ઓર્ગેનિક કેમિકલ, ફળ, ડ્રાયફ્રૂટ્સ, મિનરલ ઓઈલ, સ્ટીલ જેવી કોમોડિટીઝ અને અન્ય વસ્તુઓનો વેપાર થાય છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news