ભારત જે મજબુતાઈથી કોરોના સામે લડી રહ્યું છે, દુનિયા થઈ નતમસ્તક, જુઓ સ્વિટ્ઝરલેન્ડે શું કર્યું
Trending Photos
નવી દિલ્હી: ભારત સહિત દુનિયાભરના દેશોમાં કોરોના વાયરસનો કેર જોવા મળી રહ્યો છે. દરેક દેશ આ વાયરસને પોતાના ત્યાં ફેલાતો અટકાવવા માટે મોટા મોટા પગલાં લઈ રહ્યો છે. કોરોનાના સંકટને પહોંચી વળવા માટે ભારત સરકારે લીધેલા પગલાને દુનિયાના અનેક દેશો વખાણી ચૂક્યા છે. આ બધા વચ્ચે સ્વિસ આલ્પ્સના મેટરહોર્ન પર્વત પર રોશનીની મદદથી ભારતીય તિરંગાને દર્શાવવામાં આવ્યો છે. જેના દ્વારા કોરોના મહામારી સામે જીતવાની આશા અને જુસ્સાનો સંદેશો આપવામાં આવ્યો છે.
જાણીતા સ્વિસ લાઈટ આર્ટિસ્ટ ગેરી હોફસ્ટેટરે 14690 ફૂટના પહાડને તિરંગાના આકારમાં રોશનીથી રંગી નાખ્યો. ભારતીય વિદેશ સેવા અધિકારી ગુરલીન કૌરે આ તસવીર પોતાના ટ્વીટર હેન્ડલથી શેર કરી છે. તેમણે લખ્યું કે લગભગ 800 મીટર ઊંચાઈ પર તિરંગો. હિમાલયથી આલ્પ્સની મિત્રતા, આભાર.
અત્રે જણાવવાનું કે આ પહાડ પર ગત 24 માર્ચથી કોરોના મહામારી વિરુદ્ધ દુનિયાની એકજૂથતા દર્શાવવા માટે દરરોજ અલગ અલગ દેશોના ઝંડાઓ દર્શાવતી રોશની કરવામાં આવે છે. બુધવારે આ પહાડ પર સ્વિટઝરલેન્ડ, અમેરિકા, યુકે, ઈટાલી અને સ્વિસ વિસ્તારના ટિસિનોના ઝંડા દર્શાવતી રોશની કરવામાં આવી હતી.
Switzerland expresses solidarity with India in its fight against #COVID19. Swiss mountain of #Matterhorn lit in tricolour. Friendship from Himalayas to Alps 🇮🇳🏔🇨🇭
Thank you @zermatt_tourism#Together_against_Corona @IndiainSwiss @MEAIndia @IndiaUNGeneva pic.twitter.com/O84dBkPfti
— Gurleen Kaur (@gurleenmalik) April 18, 2020
લાઈટ આર્ટિસ્ટ ગેરી હોફસ્ટેટર જણાવે છે કે પ્રકાશનો અર્થ આશા અને ઉમ્મીદ થાય છે. આવા સમયમાં કે જ્યારે દુનિયા કોરોના સંકટ સામે લડી રહી છે ત્યારે તેના જુસ્સાને સલામ કરવા માટે આમ કરવામાં આવે છે. જેથી કરીને સંદેશ આપી શકાય કે સમગ્ર દુનિયા આ મહામારી વિરુદ્ધ એકજૂથતા સાથે લડી રહી છે અને આ લડાઈમાં અમે સફળ થઈશું.
અત્રે જણાવવાનું કે સ્વિટ્ઝરલેન્ડમાં કોવિડ 19થી અત્યાર સુધીમાં 18000થી વધુ લોકો સંક્રમિત થયા છે. 430 લોકોના જીવ ગયા છે. આ વાયરસને અટકાવવા માટે સરકારે શાળાઓ, બાર, રેસ્ટોરા, અને બિનજરૂરી વસ્તુઓની દુકાનો બંધ કરાવી દીધી છે. જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે