કોરોના વેક્સીનને લઈને WHO એ આપી મોટી ચેતવણી

Updated By: Dec 3, 2020, 07:52 AM IST
કોરોના વેક્સીનને લઈને WHO એ આપી મોટી ચેતવણી
  • સોશિયલ મીડિયા ઈવેન્ટમાં બોલતા માઈક રેયાને કહ્યું કે, વેક્સીન તૈયાર થયા બાદ પણ આપણે તેવી આશા ન રાખવી જોઈએ કે કોરોનાનો ખતરો ઓછો થઈ જશે. કેમ કે, શરૂઆતમાં પર્યાપ્ત સંખ્યામાં વેક્સીનું ઉત્પાદન મુશ્કેલ છે.

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના સંકટમાં આગામી કેટલાક મહિનાઓ સુધી રાહત મળવાની આશા નથી. ભલે વેક્સીન માર્કેટમાં આવી ન જાય. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનુ માનવુ છે કે, વેક્સીન પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ નહિ થાય કે તમામને ટીકા લગાવી શકાય. તેથી કોરોનાનો ખતરો તો યથાવત જ રહેશે. WHO ના ઈમરજન્સી એક્સપર્ટસ માઈક રેયાને (Mike Ryan) બુધવારે જણાવ્યુ કે, વેક્સીન (Corona Vaccine) આટલી માત્રામાં ઉપલબ્ધ નહિ થાય કે તમામને લગાવી શકાય. આપણે કોરોનાના પ્રસારને રોકવા માટે હાલના ઉપાયોને ચાલુ રાખવા પડશે. 

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો 
સોશિયલ મીડિયા ઈવેન્ટમાં બોલતા માઈક રેયાને કહ્યું કે, વેક્સીન તૈયાર થયા બાદ પણ આપણે તેવી આશા ન રાખવી જોઈએ કે કોરોનાનો ખતરો ઓછો થઈ જશે. કેમ કે, શરૂઆતમાં પર્યાપ્ત સંખ્યામાં વેક્સીનું ઉત્પાદન મુશ્કેલ છે. તેથી કોરોના (CoronaVirus) થી બચવા માટે આપણે સોશિયલ ડિસ્ટન્સિગ, માસ્ક લગાવવા જેવા ઉપાયોનો અમલ ચાલુ રાખવો જોઈએ. 

આપણે રોકાવું ન જોઈએ
તેઓએ વધુમાં કહ્યુ કે, સંક્રમણ ફેલાવાથી રોકવા માટે આગામી ત્રણથી 6 મહિના આપણને વેક્સીન નહિ મળી શકે. WHO એ નવેમ્બરના મધ્ય સુધી હ્યુમન ટ્રાયલ સ્ટેજમાં 49 કેન્ડીડેટ વેક્સીનની ઓળખ કરી છે. બ્રિટન દ્વારા ફાઈઝર અને બાયોટેક (Pfizer-BioNTech) ની કોરોના વેક્સીનના ઉપયોગને મંજૂરી આપ્યા બાદ ખુશી જાહેર કરતા રેયાને કહ્યું કે, આ બહુ જ સારા ખબર છે, પરંતુ આપણે રોકાવુ ન જોઈએ. આપણે 3-4 વેક્સીન વધુ જોઈએ. 

માસ્ક સૌથી જરૂરી
વેક્સીનની કિંમત પર બોલતા તેઓએ કહ્યું કે, આપણે ઉત્પાદન વધારવા અન કિંમત ઓછી રાખવાની જરૂર છે. આપણે વન ડોઝ વેક્સીન જોઈએ. WHO એ કહ્યું કે, લોકોને માસ્ક પહેરવાની અપીલ પણ કરવી જોઈએ. સ્વાસ્થ્ય સંસ્થાનું કહેવુ છે કે, કોરોના સંક્રમણને સીમિત કરવા માટે હાલના ઉપાયો ચાલુ રાખવા જોઈએ. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે.