રામાયણ: ત્રિજટાનું પાત્ર ભજવનાર અભિનેત્રી બોલિવૂડના આ હેન્ડસમ અભિનેતાની સાસુ?

હાલ લૉકડાઉનના કારણે રામાયણનું પુન:પ્રસારણ થતા લોકોને મજા પડી ગઈ છે. રામાયણના પાત્રો અને સિરિયલ  ખુબ ચર્ચામા છે. રોજેરોજ રામાયણના પાત્રો વિશે નવા ખુલાસા થતા રહે છે. એવી જાણકારીઓ સામે આવી રહી છે જે તદ્દન નવી અને જાણીને તમને નવાઈ લાગે. આવી જ એક જાણકારી આવી છે જે બોલિવૂડના સ્ટાર આયુષ્યમાન ખુરાના સાથ ખુબ નિકટ સંબંધ ધરાવે છે. રામાયણ સિરિયલમાં આયુષ્યમાનના સાસુએ પણ એક મહત્વની ભૂમિકા ભજવી હતી. 

રામાયણ: ત્રિજટાનું પાત્ર ભજવનાર અભિનેત્રી બોલિવૂડના આ હેન્ડસમ અભિનેતાની સાસુ?

મુંબઇ: હાલ લૉકડાઉનના કારણે રામાયણનું પુન:પ્રસારણ થતા લોકોને મજા પડી ગઈ છે. રામાયણના પાત્રો અને સિરિયલ  ખુબ ચર્ચામા છે. રોજેરોજ રામાયણના પાત્રો વિશે નવા ખુલાસા થતા રહે છે. એવી જાણકારીઓ સામે આવી રહી છે જે તદ્દન નવી અને જાણીને તમને નવાઈ લાગે. આવી જ એક જાણકારી આવી છે જે બોલિવૂડના સ્ટાર આયુષ્યમાન ખુરાના સાથ ખુબ નિકટ સંબંધ ધરાવે છે. મીડિયા રિપોર્ટસ મુજબ રામાયણ સિરિયલમાં આયુષ્યમાનના સાસુએ પણ એક મહત્વની ભૂમિકા ભજવી હતી. 

Tahira Kashyap shares pic with Ayushmann Khurrana post her ...

વાત જાણે એમ છે કે સીતાહરણ બાદ અશોક વાટિકામાં જ્યારે સીતાજી હતાં ત્યારે જો તેમને કોઈએ સહારો આપ્યો હોય તો તે રાક્ષસી ત્રિજટા હતી. રાક્ષસ કુળમાં પેદા થવા છતાં તેનામાં ખુબ મમતા હતી. તેમણે સીતાને પુત્રીનો દરજ્જો આપ્યો હતો. અનેકવાર સીતા અને ત્રિજટાના લાંબા પ્રેમાળ સંવાદોએ દર્શકોની આંખોમાં આંસુ લાવી દીધા હતાં. 

Bollywood News: Ayushmann Khurrana, wife Tahira Kashyap help ...

પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે ત્રિજટાનું પાત્ર ભજવનારા અભિનેત્રીનું નામ અનિતા કશ્યપ છે. આ અનિતા કશ્યપ તાહિરા કશ્યપના માતા છે. તાહિરા આયુષ્યમાન ખુરાનાની પત્ની છે. અત્રે જણાવવાનું કે આયુષ્યમાન ખુરાના અને તાહિરાના લગ્નને 12 વર્ષ થઈ ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news