લોકડાઉનમાં SBI ઘરે બેઠા આપી રહી છે ખાસ સુવિધા

ભારતીય સ્ટેટ બેંક (SBI) લોકડાઉનમાં ધ્યાનમાં રાખીને પોતાના ગ્રાહકોને પોતાના ઘરમાં જ બેન્કિંગ સુવિધાઓ આપવાનો શક્યત તમામ પ્રયાસો કરી રહ્યું છે. તેના માટે બેંક તરફથી અનેક નવા પગલા પણ લેવામાં આવ્યા છે. સરકાર તરફથી મુશ્કેલ સમયમાં આપવામાં આવતી સહાયતા રકમ દરેક ગ્રાહકને પહોંચાડવા માટે બેંકે જનધન રથ શરૂ કર્યો છે. આ જનધન રથ બેંક તરફથી ચલાવવામાં આવેલ વિશેષ ગાડી છે, જેના દ્વારા ગ્રાહકોને તેમના ઘર પર બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. દૂરના વિસ્તારોમાં રહેનારા બેંકના ગ્રાહકોને બેંકના કસ્ટમર સર્વિસ પોઈન્ટની મદદથી સરકાર તરફથી આપવામાં આવેલ મદદની રકમ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. 
લોકડાઉનમાં SBI ઘરે બેઠા આપી રહી છે ખાસ સુવિધા

ઝી મીડિયા/બ્યૂરો :ભારતીય સ્ટેટ બેંક (SBI) લોકડાઉનમાં ધ્યાનમાં રાખીને પોતાના ગ્રાહકોને પોતાના ઘરમાં જ બેન્કિંગ સુવિધાઓ આપવાનો શક્યત તમામ પ્રયાસો કરી રહ્યું છે. તેના માટે બેંક તરફથી અનેક નવા પગલા પણ લેવામાં આવ્યા છે. સરકાર તરફથી મુશ્કેલ સમયમાં આપવામાં આવતી સહાયતા રકમ દરેક ગ્રાહકને પહોંચાડવા માટે બેંકે જનધન રથ શરૂ કર્યો છે. આ જનધન રથ બેંક તરફથી ચલાવવામાં આવેલ વિશેષ ગાડી છે, જેના દ્વારા ગ્રાહકોને તેમના ઘર પર બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. દૂરના વિસ્તારોમાં રહેનારા બેંકના ગ્રાહકોને બેંકના કસ્ટમર સર્વિસ પોઈન્ટની મદદથી સરકાર તરફથી આપવામાં આવેલ મદદની રકમ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. 

કોરોનાના નવા કેસ અને મોત મામલે ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યો કરતા સારી,  જાણો કયા નંબરે છે

SBI ચલાવી રહ્યું છે મોબાઈલ એટીએમ 
ભારતીય સ્ટેટ બેંક શહેરોમાં રહેતા લોકોને ઘર પર રૂપિયા ઉપલબ્ધ કરાવવા માટે અનેક મોબાઈલ એટીએમ ચલાવી રહ્યું છે. મોબાઈલ એટીએમ અંતર્ગત એક ગાડીમાં એટીએમ મશીન લાગેલું હોય છે. શહેરના જે પણ વિસ્તારોમાં લોકોને રૂપિયાની જરૂર હોય છે, તે ભાગમાં આ ગાડી લઈ જઈને ઉભી કરી દેવાય છે. સ્થાનિક લોગો પોતાની જરૂરિયાત અનુસાર આ મોબાઈલ એટીએમમાંથી રૂપિયા કાઢી શકાય છે. 

કોરોનામાં ચહેરાને સ્પર્શ કરવાને લઈ થયો ચોંકાવનારો ખુલાસો, લોકો દર એક કલાકે....  

એક મિસ્ડ કોલ પર મળે છે બેન્કિંગ સુવિધા 
ભારતીય સ્ટેટ બેંક (SBI) પોતાના ગ્રાહકને એક ખાસ સુવિધા આપી રહ્યું છે. આ સુવિધા અંતર્ગત તેમને માત્ર એક મિસ્ડ કોલ આપવા પર અનેક બેન્કિંગ સેવાઓ મળી જશે. SBIQuick- MissedCallBanking નામથી શરૂ કરવામાં આવેલ આ સુવિધા અંતર્ગત તમને માત્ર મિસ્ડ કોલ કે SMS કરવા પર એકાઉન્ટ બેલેન્સ (Account Balance), મિની સ્ટેટમેન્ટ (Mini statement) સહિત અન્ય બેન્કિંગ સુવિધાઓનો ફાયદો લઈ શકે છે. આ સુવિધાઓ માટે તમારો મોબાઈલ નંબર તમારા બેંક ખાતામાં રજિસ્ટર થવો જરૂરી છે. 

લોકડાઉનમાં નફ્ફટ બની અમદાવાદની  DPS સ્કૂલ, આડકતરી રીતે માંગી લીધી ફી
   
આ રીતે ઉપયોગમાં લો સુવિધા
જો તમારી પાસે Android, Windows, iOS કે Blackberry મોબાઈલ છે તો આ સુવિધા માટે તમારે એપ સ્ટોરમાં જઈને SBI Quick app ડાઉનલોડ કરવાની રહેશે. એકવાર આ એપ ઈન્સ્ટોલ થઈ ગયા બાદ તમને ઈન્ટરનેટની પણ જરૂર નહિ પડે. એપમાં આપવામાં આવેલ નંબરના આધાર પર SMS કે Missed Callના માધ્યમથી બેન્કિંગ સુવિધાઓ મેળવી શકશો. 

આ રીતે શરૂ થશે સર્વિસ 
એકવાર એપ ઈન્સ્ટોલ થઈ ગયા બાદ તમને SMS, ‘REG Account Number’ લખીને 09223488888 નંબર પર કરવાનુ રહેશે. તમારા ખાતાથી તમારો મોબાઈલ નંબર જોડાવા પર તમારી પાસે એક  Confirmation message આવશે. આ મેસજ આવતા જ તમારી SBIQuick- MissedCallBanking સુવિધા કામ કરવાની શરૂ થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news