કોરોનાની જંગમાં ખાનગી તબીબોએ સાથ આપવાની તૈયારી બતાવી : અશ્ચિની કુમાર

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ પ્રવર્તમાન કોરોના વાયરસ (covid 19)ની સ્થિતિ અંગે આજે રાજ્યના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા અગ્રણી તબીબો તેમજ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, વલસાડ, ભાવનગર જિલ્લા મથકોથી ખાનગી ક્ષેત્રના તબીબો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરી હતી. તેમજ આ મેડિકલ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં હાજર રહ્યા હતા. 
કોરોનાની જંગમાં ખાનગી તબીબોએ સાથ આપવાની તૈયારી બતાવી : અશ્ચિની કુમાર

હિતલ પારેખ/બ્રિજેશ દોશી/ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ પ્રવર્તમાન કોરોના વાયરસ (covid 19)ની સ્થિતિ અંગે આજે રાજ્યના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા અગ્રણી તબીબો તેમજ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, વલસાડ, ભાવનગર જિલ્લા મથકોથી ખાનગી ક્ષેત્રના તબીબો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરી હતી. તેમજ આ મેડિકલ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં હાજર રહ્યા હતા. 

બેઠક અંગેની માહિતી આપતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે આ અંગે જણાવ્યું કે, રાજ્યમાં 9,500 બેડ કોરોના વાયરસ માટે તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પ્રાઇવેટ ડોક્ટર ખૂબ સારા પ્રમાણમાં છે. ડોક્ટરો પાસે સાધનો પણ સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખાનગી તબીબો સાથે મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી છે. તમામ ડોક્ટરોએ સહયોગ આપવાની તૈયારી બતાવી છે. જો પરિસ્થિતિ બગડી અને વધુમાં વધુ લોકોની જરૂર પડે તો ખાનગી 1000 જેટલા ફિઝિશિયન અને ૩૦૦ જેટલા એનેસ્થેસિયાની જરૂર પડી શકે છે. તબીબતીઓ મુખ્યમંત્રીને ખાતરી આપી છે કે, સરકારની સાથે કામ કરવા તૈયાર છે. 

આ અંગે મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે કે જિલ્લા કક્ષાએ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક કમિટી રચવામાં આવશે. જેથી જિલ્લા આઇઆઇએમ-એના અગ્રણીઓ અને સેવાભાવી ડોક્ટરની  સમિતિ બનાવવામાં આવશે. જિલ્લા કક્ષાએ પ્લાનિંગ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ નિર્ણય લીધો કે, રાજ્ય કક્ષાએ પણ એક સંકલન સમિતિની રચના કરવામાં આવશે. જેમાં સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ સાથે જોડાયેલા સિનિયર ઓફિસરો અને આઇઆઇએમ-એના પ્રતિષ્ઠિત ડોક્ટરોને સાથે રાખી કામગીરી કરવામાં આવશે. 

વડોદરા : ગોત્રી હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓનો ત્રાસ, જાહેરમાં સ્નાન કરે છે... 

ખાનગી ડોક્ટરો પોતાની ઓપીડી ચાલુ રાખે તેવી અપીલ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. જો તેઓને કોરોના વાયરસ લક્ષણ ધરાવતાં કોઈ પણ દર્દી દેખાય તો તાત્કાલિક જાણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. ખાનગી ડોક્ટરોને પીપીઈ કીટ અને માસ્ક ઉપલબ્ધ કરાવશે. 

તમામ તબીબો આ જંગમાં સરકારની સાથે છીએ
કોરોના વાયરસની સેવા અંગે IMA ના પ્રમુખ ડો. મોના દેસાઈએ જણાવ્યું કે, IMAના તબીબો સાથે મુખ્યમંત્રીએ વીડિયો કોંફરન્સ કરી છે. સરકારે કરેલી તૈયારીઓની વિગતો અમને આપી ડોકટરોને જે તકલીફો હતી, તેની વાત મુખ્યમંત્રી સાથે કરી. તમામ તબીબો આ જંગમાં સરકારની સાથે છીએ. અમારી જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે સરકાર સાથે લડવા તૈયાર છીએ. પ્રજા પાસે અપેક્ષા છે કે લોકોડાઉનનું ચુસ્ત પાલન કરે. PPE ની કીટની સરકાર પાસે માંગ કરી છે. રેપિડ ટેસ્ટિંગ કીટ આગામી 3-4 દિવસમાં આવશે, જે ખાનગી ડોકટરોને પણ અપાશે. AMA અને IMA તરફથી એક ગાઈડલાઈન તમામ તબીબોને અપાશે. ડોકટરોને જે પણ ડર છે તે દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તમામ જિલ્લા મહાનગરોના ખાનગી તબીબો
સાથે મુખ્યમંત્રીએ વાત કરી છે. તબીબો પોતાની ખાનગી હોસ્પિટલો ચાલુ કરવા વિચારી રહ્યા છે. પેરા મેડિકલ સ્ટાફની સુરક્ષા મુદ્દે ચર્ચા થઈ લોકોએ પણ સાથ આપવાની જરૂર છે. તમામ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિ બનાવવા નિર્ણય કરાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news