અમદાવાદમાં બીજા 100-200 નવા કેસ સામે આવવાની શક્યતા : વિજય નહેરા

અમદાવાદ ( Ahmedabad) ના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે કોરોના (corona virus) પોઝિટિવ કેસોને સામેથી શોધવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની રણનીતિની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હજુ શહેરમાંથી 1000થી વધુ સેમ્પલ લઈને મોકલ્યા છે. એટલે 100, 200 જેટલા કેસો સામે આવવાની શક્યતા છે. જોકે, ગત દિવસોમાં કરાયેલ સરવે અને કેસો શોધતા અનેક મોત અટકાવી શક્યા છીએ. 982 આરોગ્યની ટીમોમાં 1900 કર્મચારીઓ અને 74 UHCના સ્ટાફની મદદથી કોટ વિસ્તારમાં 1 લાખ ઘરોમાં ઘરે ઘરે તપાસ કરી રહ્યા છીએ. તાવ, શરદી અને શ્વાસ લેવાની તકલીફ હશે તો સેમ્પલ લેવામાં આવશે.
અમદાવાદમાં બીજા 100-200 નવા કેસ સામે આવવાની શક્યતા : વિજય નહેરા

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ ( Ahmedabad) ના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે કોરોના (corona virus) પોઝિટિવ કેસોને સામેથી શોધવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની રણનીતિની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હજુ શહેરમાંથી 1000થી વધુ સેમ્પલ લઈને મોકલ્યા છે. એટલે 100, 200 જેટલા કેસો સામે આવવાની શક્યતા છે. જોકે, ગત દિવસોમાં કરાયેલ સરવે અને કેસો શોધતા અનેક મોત અટકાવી શક્યા છીએ. 982 આરોગ્યની ટીમોમાં 1900 કર્મચારીઓ અને 74 UHCના સ્ટાફની મદદથી કોટ વિસ્તારમાં 1 લાખ ઘરોમાં ઘરે ઘરે તપાસ કરી રહ્યા છીએ. તાવ, શરદી અને શ્વાસ લેવાની તકલીફ હશે તો સેમ્પલ લેવામાં આવશે.

નિઝામુદ્દીન મરકજને કારણે ગુજરાતમાં કોરોના વકર્યો, મોટાભાગના દર્દી હોટસ્પોટ વિસ્તારના 

કોરોના સામે કોર્પોરેશન ચાર સ્તંભ પર કામ કરે છે
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે, અમદાવાદના કોટ વિસ્તારમાં કલસ્ટર ઝોન કરી અને બફર ઝોન જાહેર કર્યો છે. કોરોના ચેક પોસ્ટ બનાવી અને ચેકિંગ શરૂ કર્યું છે. કોરોના સામે કોર્પોરેશન ચાર સ્તંભ પર કામ કરી રહ્યું છે, જેમાં એક સર્વેલન્સ, બીજું ટેસ્ટિંગ, ત્રીજું પોઝિટિવ કેસના કોન્ટેક્ટમાં છે તેમને આઇસોલેશન અને ક્વોરન્ટીન અને ચોથા સ્ટેજમાં સારી સારવાર આપવામાં આવી રહી છે.

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં નવા 55 કેસ, અમદાવાદના જ 50 

એક કેસ સામે ન આવે તો 450 લોકોને અસર થાય
તેમણે કહ્યું કે, અગાઉ અમદાવાદમાં દૈનિક 15 થી 20 નવા કેસ આવતા હતા, પણ છેલ્લા ચાર દિવસથી કેસોમાં અનેકગણો વધારો કરાયો છે. હાલ અમારું તંત્ર ચેસિંગ ધ વાઇરસ હેઠળ કામ થઈ રહ્યું છે. જે નવા 50 કેસ આવ્યા એ amcની ટીમે જ શોધ્યા છે. હાલ સંપૂર્ણ ધ્યાન સરવે અને ટેસ્ટિંગ પર છે. અમે સામે ચાલીને કેસો શોધીએ છીએ. આ રીતે સરવેમાં દર્દીઓને ના શોધ્યા હોત તો વધુ લોકોમાં ફેલાયો હોત. એક કેસ સામે ન આવે તો 450 લોકોને અસર થાય અને 10 થી 12 મોત થઈ શકે છે. વધુમાં વધુ લોકો ટ્રેસ થાય એ રીતે કામ કરી રહ્યાં છે. આજે 982 ટીમ, 74 અર્બન હેલ્થ સેન્ટરના 1900 હેલ્થ કર્મીઓ ફિલ્ડમાં છે. કોટ વિસ્તારના 6 અર્બન હેલ્થ સેન્ટર પર આ ટીમો ડિપ્લોય કરવામાં આવી છે.

  • 4 એપ્રિલ: 57
  • 5 એપ્રિલ: 166
  • 6 એપ્રિલ: 408
  • 7 એપ્રિલ: 638
  • 8 એપ્રિલ: 840

વડોદરા : ગોત્રી હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓનો ત્રાસ, જાહેરમાં સ્નાન કરે છે... 

સમગ્ર અમદાવાદમાં આગામી દિવસોમાં આ કાર્ય પધ્ધતિથી તપાસ કરવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે દરેકને વિનંતી છે કે ઘરે તપાસ માટે આવતી ટીમને સહકાર આપો. ઘરમાં રહો સુરક્ષિત રહો. ટીમ આવે તો સહકાર આપવા અપીલ કરી હતી  દિવસ રાત આરોગ્યના કર્મચારીઓ તમારું જીવન બચાવવા માટે કામ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news