AMC ની સામાન્ય સભા માટે મેયર સહિત અનેક કાઉન્સિલરોએ કરાવ્યો કોરોના ટેસ્ટ

કોરોનાની પરિસ્થિતિ અને વિપક્ષની રજૂઆતને ધ્યાને રાખી છ મહિના બાદ AMC ની સામાન્ય સભા યોજવા  નિર્ણય લેવાયો

AMC ની સામાન્ય સભા માટે મેયર સહિત અનેક કાઉન્સિલરોએ કરાવ્યો કોરોના ટેસ્ટ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :6 મહિના બાદ આવતીકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભા મળવાની છે. સામાન્ય સભા હાલ સુધી કોરોનાને ધ્યાને રાખી ઓનલાઈન મળતી હતી. વિપક્ષની અનેક રજૂઆત બાદ પણ સામાન્ય સભા યોજાતી ન હતી. ત્યારે હવે કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી અને વિપક્ષની રજૂઆતને ધ્યાને રાખી છ મહિના બાદ સામાન્ય સભા યોજવા  નિર્ણય લેવાયો છે. આવતીકાલે 25 સપ્ટેમ્બરે સવારે 11:00 કલાકે પાલડીના ટાગોર હોલ ખાતે સામાન્ય સભા યોજાશે. આ પહેલા તમામ કાઉન્સિલરોનો 23 અને 24 સપ્ટેમ્બરે ટાગોર હોલ ખાતે કોરોના ટેસ્ટ (corona test) ફરજિયાત કરાવામાં આવ્યો હતો. ત્યારે આજે અમદાવાદના મેયર બીજલ પટેલે ટેસ્ટ કરાવ્યો હતો. 

Amc ના કોર્પોરેટરના કોરોના ટેસ્ટનો આજે બીજો દિવસ હતો. આવતીકાલે ટાગોર હોલમાં પ્રત્યક્ષ રીતે 6 મહિના બાદ સામાન્ય સભા મળવાની છે. ત્યારે બે દિવસમાં અનેક કોર્પોરેટરોએ કોરોના ટેસ્ટ કરાવ્યા છે. 190 પૈકીના 50 કોર્પોરેટરના ગઈકાલે ટેસ્ટ થયા છે. તમામ 50 કોર્પોરેટરના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. 

 

  • જે કાઉન્સિલનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેઓને મિટિંગમાં ઓનલાઇન હાજર રહેવાનું રહેશે.
  • તેમજ જે કાઉન્સિલર ઓનલાઇન હાજર રહેવા માગતા હશે તેઓ પણ ઓનલાઇન હાજર રહી શકશે 
  • જે કાઉન્સિલરે મિટિંગમાં ઓનલાઇન હાજર રહેવા માંગતા હોય તેઓએ 24 સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગ્યા પહેલા મેયર ઓફિસમાં પોતાનો નંબર લખાવી જાણ કરવાની રહેશે 
  • સામાન્ય સભામાં મીડિયાને પ્રવેશ આપવામાં નહિ આવ. ઓનલાઈન લિંક દ્વારા કવરેજ કરવાનો મેયર દ્વારા આદેશ અપાયા 

આ પણ વાંચો : ગુજરાતના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરકત, બોટ પર ફાયરિંગ કરીને ખલાસીને ઘાયલ કર્યો

કાઉન્સિલરના કોરોના ટેસ્ટ માટે ટાગોર હોલ ખાતે તમામ તૈયારીઓ કરાઈ હતી. ટાગોર હોલ ખાતે કોરોના ટેસ્ટ માટે ટેન્ટ બાંધી આરોગ્ય વિભાગની ટીમ કામે લગાવાઈ છે. 6 મહિના બાદ મળનારી સભામાં રસ્તા, ગટર, પાણી, કોરોના અંગે પ્રશ્નોની ચર્ચા કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news