રાશનકાર્ડ ધારકો માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્યમાં અનાજ વિતરણ અંગે જણાવ્યું કે, 13 એપ્રિલથી 60 લાખ જેટલા એપીએલ રાશન કાર્ડ ધારકોને અનાજ અપાશે. આવા કુલ અઢી કરોડથી વધુ લોકોને અનાજ અપાશે. આવા લોકોને સામાન્ય સંજોગોમાં અનાજ અપાતુ નથી, પણ લોકડાઉનમાં અનાજ અપાશે. તેઓને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 દાળ અથવા ચણા અને 1 કિલો ખાંડ વિનામૂલ્યે આપવામાં આવશે. મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે સુખીસંપન્ન લોકો પણ આ કેટેગરીમાં આવે છે, તેથી તેઓ શક્ય હોય તો પોતાનો હક જતો કરે. જેથી જરૂરિયાતમંદ લોકોને સહાય મળે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્યમાં અનાજ વિતરણ અંગે જણાવ્યું કે, 13 એપ્રિલથી 60 લાખ જેટલા એપીએલ રાશન કાર્ડ ધારકોને અનાજ અપાશે. આવા કુલ અઢી કરોડથી વધુ લોકોને અનાજ અપાશે. આવા લોકોને સામાન્ય સંજોગોમાં અનાજ અપાતુ નથી, પણ લોકડાઉનમાં અનાજ અપાશે. તેઓને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 દાળ અથવા ચણા અને 1 કિલો ખાંડ વિનામૂલ્યે આપવામાં આવશે. મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે સુખીસંપન્ન લોકો પણ આ કેટેગરીમાં આવે છે, તેથી તેઓ શક્ય હોય તો પોતાનો હક જતો કરે. જેથી જરૂરિયાતમંદ લોકોને સહાય મળે.
તેમણે વધુ જણાવ્યું કે, આગામી 13 એપ્રિલ 2020થી રાજ્યના એપીએલ 1 એવા 60 લાખ કાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજ વિતરણ 17 હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ કરાશે. આવા પરિવારોને ઓળખના પુરાવા તરીકે એપીએલ 1 કાર્ડની સાથે આધાર કાર્ડ લઈ જવાનું રહેશે. 13 એપ્રિલથી 17 એપ્રિલ એમ પાંચ દિવસમાં આ અનાજ વિતરણ પૂર્ણ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં સંવેદનશીલ નિર્ણય લઈને રાજ્યના આવા એપીએલ 1 કાર્ડ ધરાવતા 60 લાખ પરિવારોના અંદાજે 2.50 થી 3 કરોડ લોકોને એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરી હતી. તે નિર્ણયને પગલે હવે 13 એપ્રિલથી આવા કાર્ડ ધારકોને કુટુંબ દીઠ 10 કિલો ઘઉં 3 કિલો ચોખા 1 કિલો દાળ કિલો ખાંડ અને 1 કિલો મીઠાનું વિતરણ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે