કોંગ્રેસે તેના સમયમાં સેનાનો જુસ્સો ઘટે તેવું જ કામ કર્યું: સીએમ વિજય રૂપાણી
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ પક્ષો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે રાજકોટની મુલાકાતે પહોંચેલા સીએમ રૂપાણી આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પત્રકારો સાથે વાત
કરતા સીએમ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, આવતી કાલે સવારે પાટણ ખાતે નરેન્દ્રભાઇની સભા યોજાશે ત્યારબાદ સાંજે પ્રચારના પડઘમ પુરા થાય છે. હજારો કાર્યકર્તાઓ સાથે અમે વાજતે ગાજતે ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદમાં પુર જોશમાં
પ્રચાર કર્યા હતા. કોંગ્રેસ પ્રચારમાં પાછળ રહી ગઈ છે.
Trending Photos
રાજકોટ: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ પક્ષો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે રાજકોટની મુલાકાતે પહોંચેલા સીએમ રૂપાણી આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પત્રકારો સાથે વાત કરતા સીએમ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, આવતી કાલે સવારે પાટણ ખાતે નરેન્દ્રભાઇની સભા યોજાશે ત્યારબાદ સાંજે પ્રચારના પડઘમ પુરા થાય છે. હજારો કાર્યકર્તાઓ સાથે અમે વાજતે ગાજતે ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદમાં પુર જોશમાં પ્રચાર કર્યા હતા. કોંગ્રેસ પ્રચારમાં પાછળ રહી ગઈ છે.
પ્રેસ કોન્ફરેન્સમાં સીએમ રૂપાણીએ પત્રકારો સાથે વાત કરતા ભાજપ સરકારના કામોને ગણાવ્યા હતા અને સાથે સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, આ વખતે કોંગ્રેસ પ્રચારમાં પાછળ રહી ગઇ છે. ભાજપનો એક જ મુદ્દો છે કે, વડાપ્રધાન મોદી ફરીએક વાર પ્રધાનમંત્રી બનશે. આ ચૂંટણી રાષ્ટ્રીય મુદ્દાની ચૂંટણી છે. દેશ સુરક્ષીત રહે તેવી વ્યક્તિને શાસનમાં લાવવા માટે દેશવાસીઓ ઇચ્છી રહ્યા છે.
ગણપત વસાવાનું વિવાદિત નિવેદન, રાહુલ ગાંધીને કહ્યું પૂંછડી પટપટાવતું ગલુડિયું
રૂપાણીએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વડપ્રધાન મોદી દેશ ભક્ત અને મહેનતુ વ્યક્તિ છે. 5 વર્ષ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ બધા લોકો માટે ગરીબોની સરકાર બનીને કામ કર્યું છે. તાજ હુમલા બાદ મનમોહનસિંહ સરકારે ત્રાસવાદ વિરુદ્ધ કર્યું શુ ? કોંગ્રેસ સરકારે તેના સમયમાં સેનાનો જુસ્સો ઘટે એજ કામ કર્યું છે.
કોંગ્રેસે કહ્યું કોઈ પણ વ્યક્તિ લશ્કરના અધિકારીઓ વિરુદ્ધ પગલાં લઈ શકે તેવા કાયદા લાવીશું. તેનો જવાબ કોંગ્રેસ આપવો જોઇએ, માત્ર વચનો આપી કોઈ પણ રીતે મત મળે તે કોંગ્રેસ કરી રહી છે. મોદી અને ભાજપ સરકારે તમામ પગલાં ગરીબો માટે લીધા છે. 2022 સુધીમાં દરેક ને ઘરનું ઘર મળશે. અમારી સરકારમાં 1000 રૂપિયા ટેકાના ભાવે માગફળીની ખરીદ કરવામાં આવી છે. વર્ષોથી અનામતનો પ્રશ્ન હતો. 10 ટકા અનામત આપવામું આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે