PM મોદીએ દિવાળીએ ઉદઘાટન કર્યા બાદ ચારવાર બંધ પડી હજીરા ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ

PM મોદીએ દિવાળીએ ઉદઘાટન કર્યા બાદ ચારવાર બંધ પડી હજીરા ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ
  • હજુ જહાજ દરિયામાં નીકળ્યું હતું, ત્યાં જ તેના સ્ટીયરિંગમાં ખામી સર્જાઈ હતી. સ્ટીયરિંગમાં ખામી હોવાથી જહાજને યોગ્ય દિશા મુજબ વાળવામાં તકલીફ પડી હતી

નવનીત દલવાડી/ભાવનગર :ઘોઘા હજીરા રો રો ફેરી સર્વિસ ટેક્નિકલ ફોલ્ટના કારણે આજે ઘોઘા 4 કલાક મોડી પહોંચી હતી. જોકે, ટેક્નિકલ ફોલ્ટ થતા રોપેક્સ (ghogha hazira ro pax ferry) ની ઘોઘાથી હજીરાની ટ્રીપ 2 દિવસ રદ કરાઈ છે. સુરતથી ઉપડેલા રોપેક્સ જહાજના સ્ટીયરિંગમાં પ્રોબ્લેમ સર્જાયો હતો. જેને કારણે જહાજની સ્પીડ ઘટી હતી. આ કારણે બે દિવસની ટ્રિપ રદ કરીને ગ્રાહકોને રિફંડ આપવામાં આવ્યું છે. જોકે, આ ફેરી સર્વિસ નવેમ્બર મહિનામાં ઉદઘાટન બાદ ચોથીવાર બંધ પડી છે. 

સ્ટીયરિંગમાં ખામી સર્જાતા દિશા મુજબ વાળવા તકલીફ થઈ
ઘોઘા હજીરા રોરો ફેરી સર્વિસ રોજ સવારે હજીરાથી નીકળીને બપોરે 12 વાગ્યાની આસપાસ ભાવનગર પહોંચે છે. જ્યાં ટૂંકા રોકાણ બાદ ત્યાંથી ફરી હજીરા આવવા નીકળે છે. આજે સવારે નિયમિત સમય મુજબ ફેરી સર્વિસ હજીરાથી નીકળી હતી. પરંતુ હજુ જહાજ દરિયામાં નીકળ્યું હતું, ત્યાં જ તેના સ્ટીયરિંગમાં ખામી સર્જાઈ હતી. સ્ટીયરિંગમાં ખામી હોવાથી જહાજને યોગ્ય દિશા મુજબ વાળવામાં તકલીફ પડી હતી. જેથી તેની સ્પીડ ઘટી હતી. જે જહાજ રોજ 10-12 નોટિકલ માઈલની સ્પીડે દોડતુ હતું, તેની સ્પીડ ઘટી જવાથી તે ચાર કલાક મોડું ઘોઘા પહોંચ્યું હતું. આમ, ટેક્નિકલ ફોલ્ટના કારણે ગતિ ધીમી કરાતા રોપેક્સ ફેરી સર્વિસ મોડી પડી છે. 

આ પણ વાંચો : જેના થકી આખો પરિવાર ચાલતો હતો, તેને જ મર્સિડીઝે ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યો 

2 દિવસ ફેરી રદ કરાઈ 
જોકે, રોપેક્સ જહાજમાં ટેક્નિકલ ફોલ્ટ સર્જાતા ફેરી 2 દિવસ રદ કરાયાની જાહેરાત કરાઈ છે. ઘોઘાથી હજીરાની રિટર્ન ટ્રિપ અને આવતીકાલે બુધવારની બંને ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. જેથી સુરત જવા ટર્મિનલ પર પહોંચેલા મુસાફરોને પરત મોકલાયા હતા. રોપેક્સ ફેરી બંધ રહેતા તમામ મુસાફરોને રિફંડની પણ જાહેરાત તાત્કાલિક કરવામાં આવી હતી. જોકે, આ ટેકનિકલ ફોલ્ટ જલ્દીથી સોલ્વ થશે તો ગુરુવારે ફેરી સર્વિસ રાબેતા મુજબ ચાલુ કરાશે. 

પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ 
ઉલ્લેખીય છે કે, તાજેતરમાં મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનો શુભારંભ થયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (narendra modi) આ રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરીને ગુજરાતીઓને દિવાળીની ભેટ આપી હતી. ઉદઘાટન બાદ તરત જ ઘોઘા હજીરા રોપેક્ષ સેવા કાર્યરત થઈ ગઈ હતી. પરંતુ આ ફેરી સર્વિસને ઘોઘા દહેજ ફેરી સર્વિસની જેમ ગ્રહણ લાગ્યું હતું. ઉદઘાટનના બીજા જ દિવસે ફેરી સર્વિસ ટેકનિકલ ખામીને કારણે અટવાઈ હતી. જેને કારણે બે દિવસ માટે આ ફેરી સર્વિસને બંધ કરી દેવાઈ હતી. 

આ પણ વાંચો : અમદાવાદના રાવત પરિવારે રોનક ગુમાવ્યો, ધાબાથી પરથી પટકાતા મોત

જોકે, ઘોઘા હજીરા રો રો ફેરી સર્વિસને અદ્ભુત આવકાર મળી રહ્યો છે. 8 નવેમ્બરથી શરૂ થયેલી સર્વિસથી સમય અને અંતર ઘટતા તે લોકોની પહેલી પસંદ બની છે. રો રો ફેરી સર્વિસ શરૂ થયાના 43 દિવસોમાં હજારો લોકો મુસાફરી કરી ચૂક્યા છે. 34462 લોકોએ 43 દિવસમાં તેનો લ્હાવો લીધો છે. તો આટલા દિવસોમાં 5962 કાર, 2276 બાઈક અને 889 ટ્રકનું ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news