કોરેન્ટાઈન દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવાયા, કરફ્યૂનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી શરૂ
રાત્રે 9 વાગ્યના ટકોરે દેશભરમાં જનતા કરફ્યૂ (Janta Curfew) પૂરુ થયું હતું. પરંતુ 31 માર્ચ સુધી ગુજરાતના 6 શહેરો લોકડાઉન જાહેર કરાયા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને કચ્છ 31 માર્ચ સુધી લોકડાઉન રહેશે. ત્યારે સરકાર દ્વારા કોરોના વાયરસ (Corona virus) ના સંક્રમણથી બચવા માટે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. જેથી વાયરસનો ચેપ અન્ય લોકોને ન લાગે. ત્યારે હાલ રાજ્યભરમાં કોરેન્ટાઈનમાં રહેલા દર્દીઓનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. આ દર્દીઓના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવી રહ્યાં છે. જેથી અન્ય નાગરિકો આ ઘરને ઓળખી શકે. કોરોના વાઈરસને પગલે દરેક શહેરની મહાનગરપાલિકાનું આરોગ્ય સતર્ક થયું છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :રાત્રે 9 વાગ્યના ટકોરે દેશભરમાં જનતા કરફ્યૂ (Janta Curfew) પૂરુ થયું હતું. પરંતુ 31 માર્ચ સુધી ગુજરાતના 6 શહેરો લોકડાઉન જાહેર કરાયા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને કચ્છ 31 માર્ચ સુધી લોકડાઉન રહેશે. ત્યારે સરકાર દ્વારા કોરોના વાયરસ (Corona virus) ના સંક્રમણથી બચવા માટે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. જેથી વાયરસનો ચેપ અન્ય લોકોને ન લાગે. ત્યારે હાલ રાજ્યભરમાં કોરેન્ટાઈનમાં રહેલા દર્દીઓનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. આ દર્દીઓના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવી રહ્યાં છે. જેથી અન્ય નાગરિકો આ ઘરને ઓળખી શકે. કોરોના વાઈરસને પગલે દરેક શહેરની મહાનગરપાલિકાનું આરોગ્ય સતર્ક થયું છે.
કોરોના વાયરસને સ્પ્રેડ થતો અટકાવવા વાહનોને લઈને રૂપાણી સરકારે કરી મહત્વની જાહેરાત
અમદાવાદમાં કોરેન્ટાઈન દર્દીઓનું મોટું લિસ્ટ
અમદાવાદ કોરોના વાઇરસને પગલે શહેરમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે. ત્યારે Amc તંત્રએ કોરોન્ટાઇન દર્દીઓનું મોટું લિસ્ટ બનાવ્યું છે. આ લિસ્ટ તંત્રના અધિકારીઓને સ્ટીકર લગાવવાની જવાબદારી આપવામાં આવી છે. કોરોન્ટાઇન દર્દીઓના ઘરે આ સ્ટીકર લગાવાઈ રહ્યા છે. એક વોર્ડ દીઠ સરેરાશ 250 શંકાસ્પદનું લિસ્ટ બનાવ્યુ છે. 48 વોર્ડ મુજબ સ્ટીકર લગાવવાની કાર્યવાહી ચાલી રહી છે. 48 વોર્ડને જોતા આ આંકડો 10000થી વધુ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વડોદરા શહેરમાં વિદેશથી આવેલા 402 લોકોના ઘર ઉપર પાલિકાએ હોમ અન્ડર ક્વોરન્ટાઇનના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
અમદાવાદીઓ ઘરમાં પૂરાયેલા હતા, ત્યારે થઈ રહી હતી આખા શહેરની સાફ-સફાઈ
ગુજરાત સરકારે કોરોના વાયરસને ફેલતો અટાકવવા માટે વધુ મહત્વપૂર્ણ નિર્ણંય લીધો છે. ગુજરાત રાજ્યમાં આંતરિક પબ્લિક ટ્રાન્સપોર્ટ પર રોક લગાવી છે. મહાનગરોથી ગ્રામ્ય પંથકમાં વાયરસ ન ફેલાઈ તે માટે પગલાં લેવાયા છે. 25 માર્ચ સુધી ખાનગી પેસેન્જર વાહનો પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં નહિ જઈ શકાય. જીવન જરૂરિયાત અને સરકારી ગાડીઓ જ ગુજરાતમાં ફરી શકશે.
દેશ આખો લોકડાઉન તરફ, 12 રાજ્યોના 236 શહેરો સંપૂર્ણપણે બંધ
કરફ્યૂ બાદ પોલીસ પેટ્રોલિંગ શરૂ
અમદાવાદના વિવિધ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલીંગ શરૂ થયું છે. કર્ફ્યુ મુક્ત થયા બાદ પોલીસે પેટ્રોલીંગ શરૂ કર્યું છે. હાલ શહેરમાં કલમ 144 લાગેલી હોવાથી પોલીસ પેટ્રોલીંગ કરીને લોકોને એકઠા ન થવા અપીલ કરી રહી છે. માઈક પર જાહેરાત દ્વારા અમદાવાદ પોલીસે કલમ 144 અંગે લોકોને અવગત કર્યા છે.
જસદણ ખાતે આયોજિત કરાયું હતું સમૂહલગ્ન
રાજકોટમાં કોરોના વાયરસ ને લઇ જાહેરનામા ભંગ કરનાર 5 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે 5 લોકો સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી છે. વીંછીયા તાલુકાના 4 અને જસદણ તાલુકાના 1 વ્યક્તિ સામે કાર્યવાહી કરાઈ છે. જસદણ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરી 500 જેટલા લોકોને એકઠા કરવામાં આવ્યા હતા. રાજ ગ્રુપ દ્વારા આયોજિત સર્વ સમાજ સમૂહ લગ્નમાં આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવી.
દમણમાં 144 કલમ અને જાહેરનામાનો ભંગ સામે આવ્યો છે. દમણ ખાતે સાંજે કેટલાક લોકો દ્વારા જનતા કરફ્યુના સમર્થનને લઈ ઉજવણી રૂપે ભેગા થયા હતા. ભેગા થઈ નરેબાજી કરી ઉજવણી કરી, જેમાં સાથે પોલીસ પણ જોડાઈ હતી. વીડિયો દમણ અને વાપી વિસ્તારનો હોવાની ચર્ચા ચાલી છે. કોરોના જેવી બીમારી સામે લડવા લોકોને ઘરમાં રહી તંત્રની સરાહના કરવાની વાતને નેવે મૂકી કેટલાક લોકો જાહેરમાં આવી ચઢ્યા હતા. દમણ ખાતે આવતી કાલે પણ પ્રસાશન દ્વારા જનતા કરફ્યુની અપીલ કરાઈ છે. ત્યારે બીજી તરફ લોકો દ્વારા આ રીતે જાહેરનામાનો ભંગ કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે