ગુજરાતના પ્રથમ કોરોના દર્દીએ રાજકોટમાં કર્યું પ્લાઝમા ડોનેટ

રાજકોટ સહિત સમગ્ર ગુજરાત અને દેશ દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા કોરોનાને માત આપી સાજા થયેલ દર્દીઓને પ્લાઝમાં ડોનેટ કરવા અપીલ કરી છે. જિલ્લા કલેક્ટરની આ અપીલ ને માન્ય રાખી ગુજરાતમાં પ્રથમ જે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તે રાજકોટના જંગલેશ્વર વિસ્તારનો રહેવાસી નદીમ કે જેમને પ્લાઝમા ડોનેટ કર્યો છે. કોરોના દર્દી સ્વસ્થ થતા 28 દિવસ બાદ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. પ્લાઝમા લેતા પહેલા 4 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. 

ગુજરાતના પ્રથમ કોરોના દર્દીએ રાજકોટમાં કર્યું પ્લાઝમા ડોનેટ

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ સહિત સમગ્ર ગુજરાત અને દેશ દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા કોરોનાને માત આપી સાજા થયેલ દર્દીઓને પ્લાઝમાં ડોનેટ કરવા અપીલ કરી છે. જિલ્લા કલેક્ટરની આ અપીલ ને માન્ય રાખી ગુજરાતમાં પ્રથમ જે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તે રાજકોટના જંગલેશ્વર વિસ્તારનો રહેવાસી નદીમ કે જેમને પ્લાઝમા ડોનેટ કર્યો છે. કોરોના દર્દી સ્વસ્થ થતા 28 દિવસ બાદ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. પ્લાઝમા લેતા પહેલા 4 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. 

ગઈકાલે રાજકોટ શહેરમાં કોરોના વાયરસનાં એક જ દિવસમાં 68 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે સાથે શહેરમાં પોઝિટિવ કેસનો કુલ આંક 1696 પર પહોંચ્યો છે જે પૈકી 751 દર્દીઓ સારવાર હેઠળ છે. તો બીજી તરફ દિવસે અને દિવસે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ તેમજ જુદી જુદી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓનો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ગઈકાલે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં આઠ જેટલા દર્દીઓના સારવાર દરમ્યાન મૃત્યુ થયા હતા, તો ત્રણ જેટલા દર્દીઓના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. આવા સમયે રાજકોટ જિલ્લા કેલક્ટર દ્વારા પ્લાઝ્મા ડોનેટ કરવા અપીલ કરી છે.

શું છે પ્લાઝમા થેરાપી? 

જે પણ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થાય છે તે વ્યક્તિમાં તેની ઇમ્યુનિટી સિસ્ટમમાં કોરોના વાયરસથી લડતા-લડતા એક એન્ટીબોડી તેના શરીરમાં તૈયાર થઈ જાય છે. આજ એન્ટીબોડી મારફત વ્યક્તિ જ્યારે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે, તેના 28 દિવસ બાદ તેના શરીરમાંથી પ્લાઝમા લઇ અન્ય કોરોના પોઝિટિવ દર્દીને તે પ્લાઝમા થેરાપી આપી શકાય છે. જેથી તેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય. તો કોઈ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયેલ દર્દી સ્વસ્થ થઈ પ્લાઝમા ડોનેટ કરવા માંગે છે, ત્યારે સૌ પ્રથમ તેના ચાર પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં બ્લડ કાઉન્ટ, ઇન્ફેક્શિયસ ડીસિઝ કાઉન્ટ કરવામાં આવે છે. તો સૌથી મહત્વનું એન્ટી બોડી ટેસ્ટ પણ કરવામાં આવે છે.

ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયો હતો. આ દર્દી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતો હતો અને તે પોતે UAE થી રાજકોટ પરત આવ્યો હતો. ગુજરાતમાં પ્રથમ પોઝિટિવ કેસ રાજકોટના નદીમ નામના વ્યક્તિનો નોંધાયેલો છે અને ગઇકાલે પ્લાઝમા ડોનેટ કર્યું છે. તો સાથો સાથ નદીમ દ્વારા અન્ય પણ કોરોના વાયરસના જે પણ દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે તેમને પણ પ્લાઝમાં ડોનેટ કરવાની અપીલ કરી છે.

સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ સમયે ભારતમાં નવા કેસોની સાથે સાથે રિકવરી રેટ પણ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ તમામ સ્વસ્થ થયેલા દર્દીઓ પ્લાઝમા ડોનેટ કરે તો ભારતમાં મૃત્યુ દર પણ ઘટી શકે તેમ છે. આ સાથે ઝી 24 કલાક પણ અપીલ કરે છે કે કોરોનાને માત આપી સ્વસ્થ થયેલ વધુને વધુ લોકો પ્લાઝ્મા ડોનેટ કરે તો કોરોના સામે જંગ જીતી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news