લોકો કોરોનાને ભૂલીને કચ્છ રણોત્સવને માણવા માટે તૈયાર, અત્યારથી બૂક થયા 700 ટેન્ટ
પ્રવાસન ઉદ્યોગ પણ ઠપ થઈ ગયો તેની વચ્ચે કચ્છમાં એક સારી આશાની કિરણ જાગી
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :જેના કારણે કચ્છ આજે વિશ્વ વિખ્યાત બન્યું એવું ધોરડો રણોત્સવ (kutch rann utsav) ટેન્ટસિટી આ વર્ષે કોરોનાકાળમાં ખૂલશે કે નહિ તે મોટો પ્રશ્ન છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, 12 નવેમ્બરના રોજથી રણોત્સવ શરૂ થાય તે પહેલાથી જ ટેન્ટ સિટીમાં 700 ટેન્ટ બૂક થઈ ગયા છે. જેથી જોઈ શકાય છે કે લોકો કોરોના (Coronavirus) ને ભૂલીને રણોત્સવને માણવા માટે તૈયાર છે.
ધોરડો ખાતેના સફેદ મીઠાના રણ વચ્ચે દર વર્ષે યોજાતો રણોત્સવ યોજાય છે. જોકે, આ વર્ષે કોરોના મહામારીને કારણે તકેદારીના ભાગરૂપે યોજાય તેવી શક્યતા ઓછી છે. કારણ કે બધા જ તહેવાર-ઉજવણીના કાર્યક્રમો રદ થયા છે. ત્યારે રણોત્સવ પર પણ પ્રતિબંધ લાગશે તેવી શક્યતા છે. પરંતુ પ્રવાસીઓને શ્વેત રણ નિહાળવા ઉતારાની જરૂર હશે તો તંબુ નગરી ઊભી થશે તેવું પ્રવાસન વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે. આગામી નવેમ્બરથી કચ્છનો રણોત્સવ ઊજવાશે કે નહીં આ બાબતે હજુ ધોરડો તથા આસપાસના લોકો, રિસોર્ટ માલિકોને પણ ખબર નથી. પરંતુ કચ્છના ધોરડો સ્થિત ટેન્ટસિટી જરૂર શરૂ થશે. એ પણ તમામ કોરોના સામે લડવાની તકેદારી સાથે સાવચેતીઓ સાથે, કચ્છ ના હાલ નાના મોટા ગૃહ ઉદ્યોગો સીધા જ બહારથી આવતા પ્રવાસીઓથી થતી આવક સાથે સંકળાયેલા છે. કચ્છનું આ ટેન્ટ સિટી શરૂ થતાં પ્રવાસીઓ આવવાની શરૂઆત થશે. જેના કારણે કચ્છના સ્થાનિકોને મોટો ફાયદો થશે.
આ પણ વાંચો : આજે જાહેર થયું gujcet નું રિઝલ્ટ, અહીં જોઈ શકશો પરિણામ
બાઈટ : અમિત ગુપ્તા,ટેન્ટસિટી,PRO
ટેન્ટ સિટીના પીઆરઓ અમિત ગુપ્તા જણાવે છે કે, કોરોના કાળમાં લોકડાઉન, અને ત્યાર બાદના અનલોકમાં જ્યારે અનેક ઉદ્યોગો સાથે પ્રવાસન ઉદ્યોગ પણ ઠપ થઈ ગયો તેની વચ્ચે કચ્છમાં એક સારી આશાની કિરણ જાગી છે. માત્ર પ્રવાસન ઉદ્યોગ જ નહિ, પણ ધોરડો સહિત કચ્છભરમાં નાના મોટા વેપાર કરતા લોકો માટે પણ સારા સમાચાર એ છે કે, કચ્છનું ટેન્ટ સિટી ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યું છે. જેના થકી પ્રવાસીઓ આવશે અને કચ્છના મંદી ભરેલા બજારોમાં તેજી લાવશે.
કચ્છના ધોરડો રણમાં ટેન્ટસિટી 12 નવેમ્બર શરૂ થશે. જેના માટે બુકિંગ શરૂ કરી દેવાયું છે. ધોરડો ટેન્ટસિટી ઊભી કરવાનો એક ખાનગી પેઢીને કોન્ટ્રાકટ અપાયેલો છે. એ એક હોટલ વ્યવસાય હોવાથી ટેન્ટ સિટી ઊભી કરી શકે છે. કોવિડ-19ના નિયમો પ્રમાણે હોટલોને હવે છૂટછાટ છે એટલે ટેન્ટ પણ આ નિયમો તળે ઊભા કરીને પ્રવાસીઓને એક ખાનગી એજન્સી પોતાની વ્યક્તિગત સગવડો આપશે. હાલ કોરોના વાયરસને લઈને તમામ પ્રકારે પ્રવાસીઓ પર કોઈ જોખમ ઉભું ન થાય તે પ્રકારે ચાલુ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે તેવું ટેન્ટ સિટીના પ્રવક્તા અમિત ગુપ્તા જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે