રાજકોટનું આ પોલીસ સ્ટેશન ફોન પર સાંભળીને અરજી લખે છે

રાજકોટ (rajkot) કુવાડવા પોલીસ સ્ટેશન દ્વરા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. અરજદારોને પોલીસ સ્ટેશન ખાતે ફોન પર સાંભળીને તેઓની અરજી લખવામાં આવે છે. અરજી અને ફરિયાદ ફોન પર લઈને આમ સોશિયલ ડિસ્ટનસિંગ (Social Distancing) નું પાલન કરવામાં આવી રહ્યું છે. આમ કોરોના સંક્રમણ ન થાય તે માટે આવો મહત્વનો નિર્ણય લેવાયો છે. 

રાજકોટનું આ પોલીસ સ્ટેશન ફોન પર સાંભળીને અરજી લખે છે

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ (rajkot) કુવાડવા પોલીસ સ્ટેશન દ્વરા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. અરજદારોને પોલીસ સ્ટેશન ખાતે ફોન પર સાંભળીને તેઓની અરજી લખવામાં આવે છે. અરજી અને ફરિયાદ ફોન પર લઈને આમ સોશિયલ ડિસ્ટનસિંગ (Social Distancing) નું પાલન કરવામાં આવી રહ્યું છે. આમ કોરોના સંક્રમણ ન થાય તે માટે આવો મહત્વનો નિર્ણય લેવાયો છે. 

વડોદરાના ભુવાનો દાવો, તેમનો જાપ કરેલો દોરો પહેરવાથી કોરોના ભાગી જશે 

રાજકોટ શહેરમાં આવેલ પોલીસ સ્ટેશનના અંદરના ભાગે અરજદારો પ્રવેશ ન કરે અને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહિ અને સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પૂરેપૂરુ પાલન થાય તેવું આયોજન કરાયું છે. કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમા અરજદારોને ઇન્ટરકોમથી સાંભળવા માટેની વ્યવસ્થા કરવામા આવી છે, જેમા અરજદારોની રજૂઆત સાંભળવાની વ્યવસ્થા કરવામા ફોન દ્વારા કરવામાં આવી છે.

પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલરૂમમાં પહોંચ્યો કોરોના, 10 કર્મીઓ પોઝિટિવ નીકળ્યા 

પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા તમામ અરજદારોને ફરજીયાત થર્મલ સ્કેનીંગ કરવામા આવે છે. તેમજ સેનેટાઈઝરથી તેમના હાથ સેનેટાઈઝ કરવામા આવે છે. તેમજ અરજદારો દ્વારા અરજી આપવામા આવે તો તે પણ સેનેટાઈઝર સ્પ્રેથી સેનેટાઈઝ કરવામા આવે છે. આ ઉપરાંત અરજદારોને ફરજિયાત માસ્ક પહેરીને જ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ આપવામા આવે છે. તદ્દઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સિંગમાં અરજદારો બેસી રહે તે રીતે બારીથી બહારના ભાગે ખુરશીઓની પણ વ્યવસ્થા કરવામા આવેલ છે. જો અરજદાર ઈમેલથી અરજી કરી શકે તેમ હોય તો ઈમેલ એડ્રેસના પણ બોર્ડ તથા સુચનો લખવામા આવ્યાં છે. રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા અધિકારીઓ કોરોનાની મહામારીમાં સામનો કરવા માટે સતર્ક બન્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news