રાજકોટમાં વધતું કોરોના સંક્રમણ હવે નેતાઓ સુધી પહોંચ્યું, મેયર બીનાબેન સંક્રમિત
રાજ્યસભાના સાંસદ બાદ રાજકોટ (rajkot) મનપાના વર્તમાન અને પૂર્વ મેયર બંને કોરોના(corona virus) થી સંક્રમિત થયા છે
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ શહેરમાં વધતું કોરોનાનું સંક્રમણ હવે નેતાઓ સુધી પહોંચી રહ્યું છે. રાજ્યસભાના સાંસદ બાદ રાજકોટ (rajkot) મનપાના વર્તમાન અને પૂર્વ મેયર બંને કોરોના(corona virus) થી સંક્રમિત થયા છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર બીનાબેન આચાર્યના પતિ ને બે દિવસ પૂર્વે કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો. જેના બાદ બીનાબેન પણ સેલ્ફ ક્વોરેન્ટાઇન થયા હતા. જો કે ગઇકાલે મેયરને કોરોના લક્ષણ જણાતા રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેઓ આજે પોઝિટિવ જાહેર થયા છે. હવે તેઓ પણ હોમ આઈસોલેટ થયા છે અને સારવાર મેળવી રહ્યા છે.
ગઇકાલે સાંજે રાજકોટ મનપાના પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા અને રાજ્યસભાના સાંસદ અભય ભરદ્વાજના પત્ની, પુત્રી અને જમાઇનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પરિવાર કોરોનાથી સંક્રમિત થયો છે. ઉલ્લેખનિય છે કે રાજકોટમાં સતત વધતા કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા નિયંત્રિત અને નિરીક્ષણ માટે આરોગ્ય અગ્ર સચિવ 5 દિવસથી રાજકોટમાં છે. આ ઉપરાંત અમદાવાદની એક તબીબી ટીમને પણ રાજકોટમાં રાખવામાં આવી છે અને સરકાર દ્વારા ખાસ બે અધિકારીઓની નિમણૂંક કરી આ પરિસ્થિતિ કાબૂમાં મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.
રાજકોટ મનપાના પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા કોરોનાથી સંક્રમિત થતા તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. છેલ્લા 7 દિવસમાં તેમના સંપર્કમાં આવેલ લોકોને તેઓએ હોમ ક્વોરેન્ટાઇન રહેવા અપીલ કરી છે.
રાજકોટમાં કોરોનાના વધતા કેસોને પગલે સરકાર એકશનમાં આવી છે. ગાંધીનગરથી ડોક્ટરોની ટીમના ધામા રાજકોટમાં પડ્યા છે. એક સપ્તાહ સુધી ડોક્ટરોની ટીમ સિવીલ અને ખાનગી હોસ્પિટલોમાં તપાસ કરશે. તેમજ કોરોના ના દર્દીઓની સારવાર અંગે પણ સિવિલના ડોક્ટરોને માર્ગદર્શન આપશે. રાજકોટમાં વધતા જતા મૃત્યુઆંક અંગે સરકાર એકશનમાં આવી છે. તો બીજી તરફ, રાજકોટની ખાનગી હોસ્પિટલો દ્વારા અપાતા તોતિંગ રકમના બિલ અંગે પણ સરકારે લાલ આંખ કરી છે. સરકારી ગાઇડલાઇનથી વધારે રૂપિયા વસૂવતી હોસ્પિટલો સામે હવેથી કાર્યવાહી થશે તેવું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. જયંતિ રવિએ ખાનગી હોસ્પિટલોને તોતિંગ રૂપિયા ન વસૂલવા ચેતવણી આપી છે.
ગુજરાતના મહત્વના સમાચાર :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે