લોકશાહીના મહા પર્વમાં ગુજરાતના આ ઉમેદવારો 1 લાખથી વધુ લીડ સાથે આગળ

ગુજરાતની જનતા જાણે ભાજપ મય બની હોય તેવું જાવા મળી રહ્યું છે. ગુજરાતની 26 બેઠકો પર હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત લોકસભાના આ ઉમેદવારો 1 લાખથી વધુની લીડ ધરાવી રહ્યાં છે.

લોકશાહીના મહા પર્વમાં ગુજરાતના આ ઉમેદવારો 1 લાખથી વધુ લીડ સાથે આગળ

અમદાવાદઃ લોકશાહી પર્વમાં આજે ચાલી રહેલી મતગણતરીમાં દેશ ફરી એકવાર મોદી સરકારના એધાંણ વર્તાઇ રહ્યાં છે. ત્યારે લોકસભા ચૂંટણીની ચાલી રહેલી મતગણતરીની જો વાત કરીએ તો હાલમાં ભાજપ મોટાભાગની બેઠકો પર લીડ કરી રહ્યું છે. તો BJP ગઢ ગણાતા ગુજરાતની તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો બીજી બાજુ ભાજપના ઉમેદવારો 1 લાખથી વધુ લીડ ધરાવી રહ્યાં છે.

ગુજરાતની જનતા જાણે ભાજપ મય બની હોય તેવું જાવા મળી રહ્યું છે. ગુજરાતની 26 બેઠકો પર હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત લોકસભાના આ ઉમેદવારો 1 લાખથી વધુની લીડ ધરાવી રહ્યાં છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહને 415054 મત મળ્યા છે, તો તેની સામે કોંગ્રેસના ઉમેદવાર સી.જે ચાવડાને 130238 મત મળ્યા છે. આ સાથે જ અમિત શાહ 284816 મતની લીડથી આગળ ચાલી રહ્યાં છે.

ત્યારે ભરૂચના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને 225955 મત મળ્યા છે, તો તેની સામે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને 109381 મત મળ્યા છે. આ સાથે જ મનસુખ વસાવા 116574 મતની લીડથી આગળ ચાલી રહ્યાં છે. રાજકોટના ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયાને 398738 મત મળ્યા છે, તો તેની સામે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગાથરાને 198849 મત મળ્યા છે. આ સાથે જ મોહન કુંડારિયા 199889 મતની લીડથી આગળ ચાલી રહ્યાં છે. તથા છોટા ઉદેપુરના ભાજપ ઉમેદવાર ગીતાબેન રાઠવાને 398907 મત મળ્યા છે, તો તેની સામે કોંગ્રેસના ઉમેદવાર રંજિતસિંહ રાઠવાને 192897 મત મળ્યા છે. આ સાથે જ ગીતાબેન રાઠવા 206010 મતની લીડથી આગળ ચાલી રહ્યાં છે.

સુરતના ભાજપ ઉમેદવાર દર્શનાબેન જરદોશને 228770 મત મળ્યા છે, તો તેની સામે કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલને 70709 મત મળ્યા છે. આ સાથે જ દર્શનાબેન જરદોશ 158061 મતની લીડથી આગળ ચાલી રહ્યાં છે. તથા જામનગરના ભાજપ ઉમેદવાર પુનમબેન માડમને 280432 મત મળ્યા છે, તો તેની સામે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કુંડારીયાને 165361 મત મળ્યા છે. આ સાથે જ પુનમબેન માડમ 115071 મતની લીડથી આગળ ચાલી રહ્યાં છે. તથા ભાવનગરના ભાજપ ઉમેદવાર ભારતીબેન શિયાળને 266989 મત મળ્યા છે, તો તેની સામે કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલને 143469 મત મળ્યા છે. આ સાથે જ ભારતીબેન શિયાળ 123520 મતની લીડથી આગળ ચાલી રહ્યાં છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news