ટ્યુશન ક્લાસ શરૂ કરવાની માંગ સાથે સંચાલકો ઉતર્યા રસ્તા પર
Trending Photos
- ટ્યુશન ક્લાસિસ ચાલુ કરવાની પરવાનગી માટે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
- રાજકોટમાં પણ ટ્યુશન ક્લાસિસ અને કોચિંગ ક્લાસિસના સંચાલકોએ વિરોધ કર્યો
અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યમાં સ્કૂલ ફી ભરવામાં વાલીઓને 25 ટકા રાહત આપવામાં આવી છે. પરંતુ રાજ્યમાં ટ્યુશન ક્લાસિસ હજી શરૂ થયા નથી. ત્યારે ટ્યુશન ક્લાસિસ સંચાલકોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકાર ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા ગાઈડલાઈન જાહેર કરે તેવી માંગ કરી છે. જે પણ SOP સરકાર આપશે, તે મુજબ ટ્યુશન ક્લાસિસ સંચાલકો ફરી એકવાર શરૂઆત કરવા તૈયાર છે. સરકાર પરવાનગી આપે તેવી માંગ સાથે અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વિરોધ કરાયો હતો.
આ પણ વાંચો : વાંદરાની આ તસવીર માટે ફેમસ ઉદ્યોગપતિએ રાખ્યું ઈનામ, જીતનારને મળશે કાર
ક્લાસિસ શરૂ કરવાની કરી માંગ
ટ્યુશન ક્લાસિસ ચાલુ કરવાની પરવાનગી માટે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. છેલ્લા 7 મહિનાથી ટ્યુશન ક્લાસિસ બંધ રહ્યા છે. ત્યારે ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા સરકાર પરવાનગી આપે તેવી માંગ સાથે વિરોધ કરાયો હતો. સુભાષ બ્રિજ પાસે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. તેમજ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફૂલોની માળા પહેરાવવામાં આવી હતી. ટ્યુશન ક્લાસિસ સંચાલકોને આ કાર્યક્રમ માટે પરવાનગી અપાઈ ન હતી, છતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો : કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું ફેક એકાઉન્ટ બન્યું, શખ્સે માંગ્યા લોકો પાસેથી રૂપિયા
રાજકોટમાં પણ વિરોધ ઉઠ્યો
તો બીજી તરફ રાજકોટમાં પણ ટ્યુશન ક્લાસિસ અને કોચિંગ ક્લાસિસના સંચાલકોએ વિરોધ કર્યો હતો. રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે એકઠા થઈ સંચાલકોએ વિરોધ દર્શાવ્યો હતો. તો સાથે જ હાથમાં કાળી પટ્ટી ધારણ કરી પોતાની સમસ્યા જણાવી હતી. આ સાથે જ વિરોધ કરનાર સંચાલકોની અટકાયત કરવામાં આવી હતી. ટ્યુશન ક્લાસિસ અને કોચિંગ ક્લાસિસને છૂટછાટ આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો : કરજણ બેઠક પર ભાજપના ધારાસભ્યનો દાવો, ‘અહી રાહુલ ગાંધીને પણ ટિકીટ અપાશે તો તેમની પણ હાર થશે’
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે