નાગરિકતા સંશોધન બિલને સુપ્રીમ કોર્ટમાં પડકાર, જાણો કયા 13 લોકોએ કરી અરજી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) ગુરુવારે મોડી રાતે નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) ને મંજૂરી આપી દીધી.
Trending Photos
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) ગુરુવારે મોડી રાતે નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) ને મંજૂરી આપી દીધી છે. જેનાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનનો સામનો કરી રહેલા બિન મુસ્લિમ લઘુમતી પ્રવાસીઓને ભારતીય નાગરિકતા આપનારો એક અધિનિયમ અમલમાં આવ્યો છે. ભારતના રાજપત્ર, નાગરિકતા સંશોધન બિલ 2019 મુજબ સંસદને 12 ડિસેમ્બર 2019ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી અને સામાન્ય જાણકારી માટે પ્રકાશિત કરવામાં આવ્યું. અધિનિયમ અધિકૃત રાજપત્રમાં તેના પ્રકાશનની સાથે લાગુ થાય છે. જો કે હજુ તો બિલને મંજૂરી મળ્યે ગણતરીના કલાકો થયા હશે ત્યાં તો શુક્રવારે જ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ અત્યાર સુધી 13 અરજીઓ પણ દાખલ થઈ ગઈ છે.
અરજીકર્તાઓના નામ...
1. ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ
2. તૃણમૂલ કોંગ્રેસ નેતા મહુઆ મોઈત્રા
3. પીસ પાર્ટીના અધ્યક્ષ ડો.અય્યુબ
4. NGO રિહાઈ મંચ અને પીપલ્સ અગેઈન્સ્ટ હેટ
5. કોંગ્રેસ નેતા જયરામ રમેશ
6. વકીલ એહતેશામ હાશમી
7. પ્રદ્યોત દેવ બર્મન
8. જન અધિકાર પાર્ટીના મહાસચિવ ફેઝુદ્દીન
9. પૂર્વ હાઈકમિશનર દેવ મુખરજી
10. વકીલ એમ એલ શર્મા
11. Symbiosis લો સ્કૂલના વિદ્યાર્થીઓ
12. ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન
13. આસામના વિપક્ષના નેતા દેબવ્રત સૈકિયા, અબ્દુલ ખાલિક, રૂપજ્યોતિ કુમારી
આ VIDEO પણ જુઓ...
અત્રે જણાવવાનું કે અધિનિયમ મુજબ હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોના સભ્યો કે જે 31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને અફઘાનિસ્તાનથી આવ્યાં છે અને ત્યાં તેમણે ધાર્મિક ઉત્પીડનનો સામનો કર્યો છે, તેમને ગેરકાયદે પ્રવાસી ગણવામાં આવશે નહીં. પરંતુ ભારતીય નાગરિકતા આપવામાં આવશે. નાગરિકતા સંશોધન બિલ 2019 સોમવારે લોકસભા અને બુધવારે રાજ્યસભામાંથી પાસ થયું હતું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે