પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વિટ કરીને આપી જાણકારી

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વિટ કરીને આપી જાણકારી

નવી દિલ્હી: દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી (Pranab Mukherjee) નો કોરોના (Corona virus) રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી. પ્રણવ મુખરજીએ ટ્વિટ કરીને કહ્યું કે 'આ વખતે હોસ્પિટલની મુલાકાત એક અલગ પ્રક્રિયા માટે, મારો કોવિડ-19 (Covid-19) રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. જે લોકો ગત અઠવાડિયા દરમિયાન મારા સંપર્કમાં આવ્યાં હતાં તેમને હું વિનંતી કરું છું કે મહેરબાની કરીને તેઓ પોતાને સેલ્ફ આઈસોલેટ કરે અને કોવિડ-19 ટેસ્ટ કરાવે.'

— Pranab Mukherjee (@CitiznMukherjee) August 10, 2020

અત્રે જણાવવાનું કે પ્રણવ મુખરજીની ઉંમર 84 વર્ષ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂકેલા પ્રણવ મુખરજી 2012થી 2017 દરમિયાન દેશના રાષ્ટ્રપતિ પદે હતાં. વર્ષ 2019માં કેન્દ્ર સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યાં. 

કોરોના વાયરસનો પ્રકોપ દેશમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેની ઝપેટમાં વીવીઆઈપી પણ આવી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પણ તાજેતરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ અર્જૂન મેઘવાલ અને અન્ય કેટલાક મંત્રી પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત અનેક રાજ્યોના મંત્રી પણ કોરોના વાયરસથી સંક્રમિત છે. 

દેશમાં કુલ કેસનો આંકડો 22 લાખને પાર, 44 હજારથી વધુ લોકોના મૃત્યુ
દેશમાં કોરોના (Corona Virus) નો કેર સતત વધી રહ્યો છે જો કે સામે રાહતની વાત એ છે કે રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 62,064 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 22,15,075 થયો છે. જેમાંથી 6,34,945 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 15,35,744 લોકો સાજા થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં  1,007 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 44,386 પર પહોંચી ગયો છે. જો કે દેશમાં રિકવરી રેટ સારો થયો છે. 

કોરોના પર મળ્યો આ સારો સંકેત...
દેશભરમાં કડક નિયમો લાગુ થયા હોવા છતાં કોરોના (Corona Virus)  સંક્રમિત દર્દીઓના આંકડા સતત વધી રહ્યાં છે. આ બાજુ સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં એક સારા સમાચારના સંકેત આપ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં અત્યાર સુધીમા 15 લાખ લોકો કોરોનાથી જંગ જીતી ચૂક્યા છે. બહુ જલદી સ્થિતિ નિયંત્રણમાં હશે. 

જુઓ LIVE TV

મંત્રાલયે જણાવ્યું કે હજુ પણ એવા અનેક રાજ્યો છે જેમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જાણકારી આપતા તેમણે આગળ જણાવ્યું કે આ સંક્રમણ હાલ 10 રાજ્યોમાં કેન્દ્રિત છે જે નવા કેસમાં 80 ટકાથી વધુ યોગદાન આપે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો કોરોનાના સૌથી વધુ કેસ આ રાજ્યોમાંથી આવે છે. સ્થિતિને જલદી કાબૂમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news