સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતનો સણસણતો જવાબઃ પહેલા પાકિસ્તાન આતંકવાદ બંધ કરે

સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતના પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે, "ભારતીય બંધારણની કલમ-370ની બાબત છે ત્યાં સુધી તે ભારતની એક આંતરિક બાબત છે અને અમારો દેશ તેના અંગે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે." 
 

સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતનો સણસણતો જવાબઃ પહેલા પાકિસ્તાન આતંકવાદ બંધ કરે

ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને શુક્રવારે યુએનને જણાવ્યું કે, "કાશ્મીર એ ભારતની આંતરિક બાબત છે અને કલમ-370 નાબૂદ કરીને જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવા અંગે બહારના દેશો હસ્તક્ષેપ કરી શકે નહીં." અકબરૂદ્દીને ચીનના પ્રયાસોને વખોડી કાઢતાં જડબાતોડ જવાબ આપ્યો છે. જેના કારણે હવે પાકિસ્તાનની સમગ્ર વિશ્વમાં થૂ-થૂ થશે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, જણાવ્યું કે, "ભારતીય બંધારણની કલમ-370ની બાબત છે ત્યાં સુધી તે ભારતની એક આંતરિક બાબત છે અને અમારો દેશ તેના અંગે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. અમે જોયું છે કે, કેટલાક લોકોએ આ મુદ્દે તમારો સંપર્ક સાધ્યો છે, જેઓ ત્યાંની વાસ્તવિક્તાથી તદ્દન અજાણ છે. એક વિશેષ રાષ્ટ્રની વાત કરીએ તો તેણે ભારત સામે 'જેહાદ' છોડવાની વાત કરી છે અને તેના નેતાઓ ભારતમાં હિંસાને પ્રોત્સાહન આપતા રહ્યા છે."

ભારત સરકારન તરફથી જવાબ આપતા અકબરૂદ્દીને જણાવ્યું કે, "જમ્મુ-કાશ્મીરમાં લગાવાયેલા પ્રતિબંધો તબક્કાવાર દૂર કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. આ જે કોઈ ફેરફાર કરાયો છે તે ભારતની આંતરિક બાબત છે અને તેને બહારના લોકોને તેનાથી કોઈ નુકસાન થવાનું નથી. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જળવાઈ રહે અને સોહાર્દ જળવાઈ રહે તેના માટે ભારત કટિબદ્ધ છે."

પાકિસ્તાન સાથેની વાટાઘાટોના મુદ્દે અકબરૂદ્દીને જણાવ્યું કે, "પોતાના ધ્યેયો હાંસલ કરવા માટે આતંકવાદનો ઉપયોગ કરવો એ કોઈ રાષ્ટ્રને શોભતું નથી... વાટાઘાટો શરૂ કરવા માટે તેણે પહેલા આતંકવાદ બંધ કરવો પડશે."

UNSC બેઠક સમાપ્તઃ ચીન સિવાય બધા જ દેશોએ ભારતને આપ્યો સાથ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સંયુક્ત રાષ્ટ્રમાં બંધબારણે યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અનૌપચારિક બેઠકમાં પાંચ કાયમી સભ્ય દેશમાંથી ચાર સભ્ય દેશ ભારતના સમર્થનમાં રહ્યા હતા અને આ મુદ્દે ચીનને લપડાક પડી હતી. આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં 73 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. યુએનએસસીના ચીન સિવાયના કાયમી સભ્યો ફ્રાન્સ, રશિયા, યુનાઈટેડ કિંગડમ અને યુનાઈટેડ સ્ટેટ્સએ જણાવ્યું હતું કે, આ ભારત અને પાકિસ્તાનનો દ્વીપક્ષીય મામલો છે. અમેરિકાએ વધુમાં જણાવ્યું છે કે, કાશ્મીરમાં જે કોઈ ગતિવિધિ થઈ રહી છે તે ભારતની આંતરિક બાબત છે. 

સ્થાયી સમિતિમાં રશિયાના પ્રતિનિધિ દમિત્રી પોલિન્સ્કીએ જણાવ્યું કે, "કાશ્મીરની સમસ્યાના ઉકેલમાં UNSCની કોઈ ભૂમિકા હોઈ શકે નહીં. આ મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટોથી જ ઉકેલી શકાશે. આ મુદ્દે અમારો કોઈ છુપો એજન્ડા નથી. બંને દેશ સાથે અમારે સારા સંબંધ છે. અમારી ઈચ્છા છે કે બંને દેશ આ મુદ્દાનો વાટાઘાટોથી ઉકેલ લાવે."

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news