કોરોના વિસ્ફોટ: વલસાડમાં એક દિવસમાં 27 કેસ, મહેસાણામાં 19 પોઝિટિવ કેસ નોંધાયા

કોરોના વિસ્ફોટ: વલસાડમાં એક દિવસમાં 27 કેસ, મહેસાણામાં 19 પોઝિટિવ કેસ નોંધાયા

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 34 હજારને પાર કરી ગઇ છે. તો રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1900એ પહોંચી ગયો છે. જો કે, રાજ્યમાં છેલ્લા એક અઠવાડીયાથી કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે આવો જોઇએ આજના દિવસે ક્યાં કેટલા કેસ નોંધાયા છે.

વલસાડ જિલ્લામાં કોરોનાના એક જ દિવસમાં નવા 27 કેસ નોંધાતા સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ છવાઇ ગયો છે. જેમાં વાપીમાં 10 કેસ, વલસાડમાં 8 કેસ, ઉમરગામમાં 5 કેસ અને પારડીમાં 4 કેસ નોંધાયા છે. આ સાથે જ વલસાડ જિલ્લામાં કોરોનાના કુલ આંક 289 પર પહોંચ્યો છે. 

જ્યારે મહેસાણા જિલ્લામાં કોરોના કહેર યથાવત છે. મહેસાણા જિલ્લામાં આજે કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. જેમાં મહેસાણા શહેરમાં 11 કેસ, કડીમાં 6 કેસ, ઊંજા અને વિસનગરમાં 1-1 કેસ નોંધાયા છે. આ સાથે મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 424 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

દાહોદમાં કોરોના વિસ્ફોટ થતા આજે એક સાથે નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં દાહોદ શહેરમાં 16 કેસ છે. જ્યારે દેવગઢબારીયા અને લીમડીમાં 1-1 કેસ નોંધાયો છે. જો કે, એકસાથે વધતા જતા કેસોથી શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે. લોકલ સંક્રમણથી કેસ વધતા લોકોમાં ફફડાટ જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં આજે એક સાથે નવા 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાલનપુરમાં 12 કેસ, ડીસા, ધાનેરા અને વાવમાં 1-1 કેસ નોંધાયો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ આંક 338 પર પહોંચ્યો છે. જ્યારે જિલ્લામાં મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં આજે વધુ 9 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સતત ચોથા દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. જેમાં હિંમતનગરમાં 7 કેસ અને ઇડરમાં 2 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 220 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જામનગર શહેરમાં કોરોનાના આજે વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 3 પુરૂષ અને 1 મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 214 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં કુલ 239 પોઝિટિવ કેસ થયા છે. જેમાંથી 5ના મોત થયા છે અને કુલ 158 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે.

પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 4 કેસ નોંદાયા છે. જેમાં 3 પુરૂષ અને 1 સ્ત્રી છે. પાટણમાં 2 કેસ, ચામસ્મા અને હારીજમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આ તમામ દર્દીઓને સારવાર અર્થે ઘારપુર ખાતે ખસેડવામાં આવ્યા છે. જિલ્લામં અત્યાર સુધીમાં કુલ 301 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જેતપુરમાં 2 અને અકાળા ગામે 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અકાળા ગામે એક જ પરિવારના 4 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે જેતપુરના નવાગઢમાં 2 કોરોના પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જેતપુરમાં આજે કુલ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અમરેલી જિલ્લામાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજના દિવસમાં કુલ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સાવરકુંડલા અને અમરેલીમાં 1-1 કોરોનાસ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે લીલીયાના પુતળીયા અને બગસરાના જૂની હળીયાદમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 122 પર પહોંચી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news