અમદાવાદના સમૃદ્ધ વારસા પર નજર કરવા ય કોઈ તૈયાર નથી, જુઓ કેવી છે હાલત

એક તરફ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન અમદાવાદની વર્લ્ડ હેરિટેજ સિટીના નામે વ્યાપક પ્રસિદ્ધી કરે છે. પરંતુ બીજી તરફ સરકાર અને એએમસી, શહેરના હેરિટેજ વારસાના રખરખાવ માટે ઘોર નિંદ્રામાં પોઢેલા છે. પરિણામે દિન દોગુની રાત ચોગુનીની ગતીથી શહેરના કોર્ટ વિસ્તારમાં હેરિટેજ ઇમારતોના સ્થાને કોર્મશિયલ એકમો ઉભા થઇ રહ્યા છે, અને તંત્ર આંખો બંધ કરીને બેઠું છે.
અમદાવાદના સમૃદ્ધ વારસા પર નજર કરવા ય કોઈ તૈયાર નથી, જુઓ કેવી છે હાલત

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :એક તરફ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન અમદાવાદની વર્લ્ડ હેરિટેજ સિટીના નામે વ્યાપક પ્રસિદ્ધી કરે છે. પરંતુ બીજી તરફ સરકાર અને એએમસી, શહેરના હેરિટેજ વારસાના રખરખાવ માટે ઘોર નિંદ્રામાં પોઢેલા છે. પરિણામે દિન દોગુની રાત ચોગુનીની ગતીથી શહેરના કોર્ટ વિસ્તારમાં હેરિટેજ ઇમારતોના સ્થાને કોર્મશિયલ એકમો ઉભા થઇ રહ્યા છે, અને તંત્ર આંખો બંધ કરીને બેઠું છે.

આમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને તેના ભાજપના શાસકો વર્લ્ડ હેરિટેજ સિટીના નામે વારંવાર પ્રસિદ્ધી કરતા રહે છે. પરંતુ જે ઇમારતોના નામે તેઓ પ્રસિદ્ધી કરે છે, તેની વર્તમાનમાં શું હાલત છે તે જોવાની તસ્દી સુધ્ધા આ શાસકો નથી લઇ રહ્યા. પરિણામે કોટ વિસ્તાર, એટલે કે જૂના અમદાવાદમાં આવેલી સેંકડો હેરિટેજ ઇમારતો અને મકાનો તોડી પાડીને તેની જગ્યાએ વિવિધ પ્રકારના ધંધાકીય એકમો ઉભા કરાઇ રહ્યા છે. જે પોળમાં હેરિટેજ ઇમારતો આવેલી છે, એ પોળમાં ગોડાઉન-દુકાનો-ફેક્ટરી કે અન્ય પ્રકારની કોર્મશિયલ પ્રવૃત્તિઓ કોઇપણ ડર વગર ચાલી રહી છે. ત્યારે આવી પ્રવૃત્તિઓને કોટ વિસ્તારના રાજકારણીઓનું પૂરેપૂરુ સમર્થન હોવાથી કોઇ નાગરિક તેઓની સામે ખુલીને બોલી નથી રહ્યું. પરિણામે કેટલીક પોળમાં આવી નોટિસ લગાવીને ધંધાકીય પ્રવૃત્તીઓ ન કરવાનું કહેવામાં આવે છે. 

તાજેતરમાં જ રાજ્ય સરકારે હેરિટેજ વારસાને જાળવી રાખવા માટે જુદી જુદી બે પોલિસીની જાહેરાત કરી છે. જે બાદ ઝી 24 કલાકે આ મામલે તપાસ હાથ ધરી છે. હેરિટેજ ઇમારતો મામલે ઝી 24 કલાકને મળેલા આંકડા અત્યંત ચોંકાવનારા છે. જેમાં વર્ષ 2000 થી 2001 વચ્ચે એએમસીના હેરિટેજ વિભાગે તૈયાર કરેલા ડોઝીયરમાં હેરિટેજ ઇમારતોની 12,502 હતી, પરંતુ વર્ષ 2016 માં તેઓ દ્વારા જ તૈયાર કરાયેલા ડોઝીયરમાં આજ સંખ્યામાં તોતિંગ ઘટાડો જોવાયો. જે માત્ર 2685 પર પહોંચી ગઈ. જેમાં 449 તો ઈન્સ્ટિટ્યુશનલ ઇમારતો છે, જ્યારે 2236 રહેણાંક પ્રકારની ઇમારતો છે.

ઝી 24 કલાક પાસે વધુ કેટલાક ચોંકાવાનારા આંકડા છે, જે દર્શાવે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેરિટેજ વિભાગ અને મધ્ય ઝોનનું એસ્ટેટ વિભાગ કેટલી હદે નિષ્ક્રીય છે. ઝી 24 કલાકને મળેલા આંકડા મુજબ સમગ્ર કોટ વિસ્તારમાં અનેક પ્રકારની કોર્મશિયલ પ્રવત્તીઓએ હેરિટેજ ઇમારતો પર કબ્જો જમાવી લીધો છે. આંકડા પર એક નજર કરીએ....

ઉપયોગનો પ્રકાર                      સંખ્યા
બેંક                                              28
વર્કશોપ 14
દવાખાના 11
ફેક્ટરી  14
ચાંદી ગાળતા ભટ્ટીઓ 11
પાઠશાળા 9
મદરેસા  3

આ આંકાડા તો હેરિટેજ ઇમારતોના અસ્તિત્વ મિટાવવા માટે ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી માત્ર છે. ત્યારે આ વિસ્તારના રાજકારણીઓ જ ગેરકાયદે ધંધાકીયા પ્રવૃત્તિઓને વેગ અને રક્ષણ આપતા હોવાની ચર્ચાઓ પણ ઉઠી છે. ત્યારે ખાડીયાના કોર્પોરેટર મયુર દવે ખુદ કહી રહ્યા છે કે તેઓએ સમગ્ર કોટ વિસ્તારમાં આ મામલે સ્થાનિક કક્ષાથી લઇને મ્યુનિસિપલ કમિશ્નર સુધી અનેકવાર પુરાવા સાથે રજૂઆત કરી છે. પરંતુ એએમસી લાચાર બનીને કોઇ જ પગલા નથી લઇ રહી છે. 

મહત્વનું છે કે, એક તરફ હેરીટેજ સિટીના નામે કરાતી વાહવાહી અને બીજી તરફ તેજ તંત્રના અધિકારીઓ અને તેના શાસકો દ્વારા હેરિટેજ વારસાને ખતરામાં મૂકે એવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news