અમદાવાદથી મોટા સમાચાર : ખાનગી હોસ્પિટલોમાં કોરોના સારવારના ચાર્જમાં ઘટાડો કરાયો
Trending Photos
- આ જાહેરાતથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓને મોટી રાહત થશે.
- AMC અને પ્રાઈવેટ બેડ ધરાવતી હોસ્પિટલોના નવા દર આ મુજબ છે
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં કોરોનાની સારવાર (corona treatment) કરાવવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોરોનાની સારવારના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. AMCએ ભાવમાં ઘટાડો કરીને નવો ભાવ જાહેર કર્યો છે. અમદાવાદમાં કોરોના સ્થિતિ નિયંત્રણમાં આવતા આ નિર્ણય લેવાયો છે. AMC અને પ્રાઈવેટ એમ બંને બેડ ધરાવતી હોસ્પિટલોમાં ICU સાથે વેન્ટિલેટરના 19,600 રૂપિયા ચાર્જ કરાયો છે.
AMCએ કોરોના સારવારના દરમાં મોટો ઘટાડો કર્યો છે. શહેરમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા આ જાહેરાત કરાઈ છે. આવતીકાલે સવારથી નવા દર લાગૂ થશે. આ જાહેરાતથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓને મોટી રાહત થશે. ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવારના દરમાં ઘટાડો કરાયો છે. ત્યારે AMC અને પ્રાઈવેટ બેડ ધરાવતી હોસ્પિટલોના નવા દર આ મુજબ છે.
- ICU વિનાના વેન્ટિલેટરના 16,200 રૂપિયા કરાયા
- ICU સાથે વેન્ટિલેટરના 19,600 રૂપિયા કરાયા
આ પણ વાંચો : મંદિર દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ન હોય, ત્યાં ભગવાનના વાઘા તો સુરતથી જ જાય છે
ફક્ત ખાનગી બેડ ધરાવતી હોસ્પિટલના નવા દર
- વેન્ટિલેટર વગરના ICUના નવા દર 14,400 રૂપિયા
- વેન્ટિલેટર સાથેના ICUના નવા દર 17,500 રૂપિયા
- હોસ્પિટલમાં HDUનો નવો ભાવ 10,000 રૂપિયા
ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં કોરોનાની સારવારના ઘટાડેલા દરોને આધારે રાજ્યમાં પણ જૂના સારવારના દરોમાં ઘટાડો થઈ શકે તેવી શક્યતા છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી એક-બે દિવસમાં કોરોનાની સારવારના ભાવ ઘટાડવામાં આવી શકે છે. રાજ્યમાં કોરોનાની સારવારના ભાવ એક સમાન રહે તે ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો : હડતાળમાં જોડાયેલા ગુજરાતના તબીબો બોલ્યા, નવી ચિકિત્સા ખીચડી પદ્ધતિ લોકોની હેલ્થ માટે ખતરો બનશે
અમદાવાદ જિલ્લા વિસ્તારમાં વેક્સીન માટે સરવેની કામગીરી હાથ ધરાઈ છે. જે 10 થી 13 ડિસેમ્બર સુધી ચાલશે. આજે આ સરવેનો બીજો દિવસ છે. અમદાવાદમાં કુલ 3 લાખ 22 હજાર 9 લોકોની યાદી તૈયાર કરાઈ છે. 50 વર્ષથી મોટી ઉંમરના લોકોની યાદી તૈયાર કરવાની છે. મતદારયાદી આધારે 50 વર્ષથી મોટી ઉંમરના લોકોનો યાદીમાં સમાવેશ કરાશે. અત્યાર સુધી 30 ટકા સરવેની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે યુદ્ધ ધોરણે સરવેની કામગીરી એએમસી દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે, આગામી 2 દિવસમાં સરવે પૂર્ણ કરવા સરકાર દ્વારા આદેશ અપાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે