ગરબે રમતી મહિલાનું હાર્ટ એટેકથી મોત, આખી ઘટના કેમેરામાં કેદ થઈ

ગાંધીનગરમાં એક લગ્ન દરમિયાન એવી ઘટના બની કે, સુખનો પ્રસંગ દુખમાં ફેરવાઈ ગયો હતો. દહેગામ તાલુકાના ખાનપુરમાં 45 વર્ષીય મહિલાનું ગરબા રમતા હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. મહિલા ગરબા રમતા સમયે અચાનક ઢળી પડી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે હાલ આ વીડિયો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. 

Updated By: Dec 11, 2020, 04:15 PM IST
ગરબે રમતી મહિલાનું હાર્ટ એટેકથી મોત, આખી ઘટના કેમેરામાં કેદ થઈ

હિતલ પારેખ/ગાંધીનગર :ગાંધીનગરમાં એક લગ્ન દરમિયાન એવી ઘટના બની કે, સુખનો પ્રસંગ દુખમાં ફેરવાઈ ગયો હતો. દહેગામ તાલુકાના ખાનપુરમાં 45 વર્ષીય મહિલાનું ગરબા રમતા હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. મહિલા ગરબા રમતા સમયે અચાનક ઢળી પડી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે હાલ આ વીડિયો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. 

આ પણ વાંચો : અમદાવાદથી મોટા સમાચાર : ખાનગી હોસ્પિટલોમાં કોરોના સારવારના ચાર્જમાં ઘટાડો કરાયો

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે 45 વર્ષીય કલ્પનાબેન ગઢવીનું પિયર આવેલું છે. પિયર રૂપાલમાં તેઓ લગ્નપ્રસંગે આવ્યા હતા. લગ્ન પ્રસંગ માટે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કલ્પનાબેન હાથમાં બાળકને લઈને ગરબા રમી રહ્યા હતા ત્યારે અચાનક તેઓ નીચે ઢળી પડ્યા હતા. તેમના નીચે પડવાની સાથે જ સંબંધીઓ એકઠા થયા હતા. 108ને ફોન કરીને તાત્કાલિક કલ્પનાબેનને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યારે હોસ્પિટલમાં તબીબે તેઓને હાર્ટ એટેક આવતા મૃત જાહેર કર્યા હતા.   

પિયરમાં બનેલી ધટનાથી સમગ્ર પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. ગરબા રમતા સમયે કલ્પનાબેનના હાથમાં બાળક પણ હતું, જોકે, સદનસીબે બાળકને કોઈ ઈજા પહોંચી ન હતી. ગણતરીની પળોમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. ત્યારે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. 

આ પણ વાંચો : મંદિર દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ન હોય, ત્યાં ભગવાનના વાઘા તો સુરતથી જ જાય છે