રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક જળાશયો થયા ઓવરફ્લો, જાણો ક્યાં કયો ડેમ છલકાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગરના જોડીયામાં અને મહેસાણાના કડીમાં 13 ઈંચથી વધારે વરસાદ સાથે આભ ફાટ્યું છે. ત્યારે રાજ્યમાં ભારે વરસાદના પગેલ અનેક જળાશયો થયા ઓવરફ્લો થયા છે.

રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક જળાશયો થયા ઓવરફ્લો, જાણો ક્યાં કયો ડેમ છલકાયો

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગરના જોડીયામાં અને મહેસાણાના કડીમાં 13 ઈંચથી વધારે વરસાદ સાથે આભ ફાટ્યું છે. ત્યારે રાજ્યમાં ભારે વરસાદના પગેલ અનેક જળાશયો થયા ઓવરફ્લો થયા છે. પાણીની આવકમાં વધરો થતાં તંત્રને ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. ત્યારે આવો જાણીએ ક્યાં કયા ડેમના કેટલા દરવાજા ખોલાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

નર્મદા જિલ્લાના નાનાકાકડીઆંબા ડેમની સપાટી 187.71 મીટર છે. તેમાં પાણીની આવક થતા હાલ ડેમ 187.73 મીટરે ઓવરફ્લો થઇ રહ્યો છે. ડેમ 2 સે.મીથી ઓવરફ્લો થઇ રહ્યો છે. મહિસાગર જિલ્લાના કડાણા ડેમની જળ સપાટી 415.6 ફુટ પર પહોંચી છે. ત્યારે કડાણા ડેમના 3 ગેટ 6 ફુટ ખોલવામાં આવ્યા છે. કડાણા ડેમમાં 1,24,000 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે ત્યારે હાલ ડેમમાંથી 49,000 ક્યુસેક જેટલું પાણી છોડાઇ રહ્યું છે.

જામનગર જિલ્લામાં ભારે વરસાદથી 20 જળાશયો ઓવરફ્લો થયા છે. રંગમતિ ડેમના ત્રણ દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા છે. ઉંડ ડેમના ત્રણ દરવાજા પણ બે ફૂટ ખોલવામાં આવ્યા છે. આજી-3 ડેમના સાત દરવાજા ચાર ફુટ ખોલવામાં આવ્યા છે. જ્યારે સાગર ડેમ એક ફુટ અને સરોઇ પોણો ફુટથી ઓવરફલો થઇ રહ્યો છે. ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમના 40 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ડેમના દરવાજા 1 ફુટ 9 ઈંચ જટેલા ખોલવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લાનો મોતીસર ડેમની કુલ 22 ફુટની સપાટી છે. ત્યારે મોતીસર ડેમના 14 દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે આજી-3 ડેમના 12 દરવાજા 8 ફુટ ખોલવામાં આવ્યા છે. મોરબી જિલ્લાના 10માંથી 9 લેડમ ઓવરફ્લો થયા છે. મચ્છુ-1 ડેમ હાલમાં ૦.49 એમટીથી ઓવરફલો થયો છે. મચ્છુ-2 ડેમના 12 દરવાજા 8 ફુટ ખોલાયા છે. મચ્છુ-3 ડેમના 15 દરવાજા 5 ફુટ ખોલાયા છે. ડેમી-1 ડેમ હાલમાં 0.25 મીટરથી ઓવરફલો ખોલાયા છે. ડેમી-2 ડેમના 12 દરવાજા 7 ફુટ ખોલાયા છે. ડેમી-3 ડેમના 13 દરવાજા 5 ફુટ ખોલાયા છે.

મોરબી જિલ્લાના ઘોડાધ્રોઇ ડેમના 3 દરવાજા 1 ફુટ ખોલાયા છે. બંગાવડી ડેમ હાલમાં 1 મીટરથી ઓવરફલો થયા છે. બ્રાહ્મણી-1 ડેમમાં પાણીની સારી આવક થઇ રહી છે. બ્રાહ્મણી-2 ડેમમાં 1 દરવાજો 1 ફુટ ખોલાયા છે. મહાકાય મચ્છુ-2 ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ડેમના 38 દરવાજામાંથી 12 દરવાજા 8 ફુટ સુધી ખોલાયા છે. ડેમમાંથી અત્યાર સુધીમાં 59,616 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લાના ડેવ ડેમના બે ગેટ 25 સેમી ખોલાયા છે. 1000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હડફ ડેમનો એક ગેટ બે ફુટ ખોલાયો છે. જેમાંથી 2670 ક્યુસેક પાણી છોડાયું છે. સાબરકાંઠા જિલ્લાના ગોરઠીયા ડેમના તમામ 15 ગેટ ખોલાયામાં આવ્યા છે. જવાનપુરા ડેમના તમામ 15 ગેટ ખોલાયા છે. હરણાવ ડેમનો એક ગેટ અડધો ફુટ ખોલાયો છે. ખેડવા ડેમનો એક ગેટ બે ફુટ ખોલાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news