ફરી એકવાર વડોદરા શહેર ડૂબવામાં માત્ર 3 ફૂટનુ અંતર બાકી, વિશ્વામિત્રી બની ગાંડીતૂર
વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 23 ફૂટ પર પહોંચી ગઈ છે. જેમ જેમ વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી રહ્યું છે, તેમ તેમ વડોદરાવાસીઓના શ્વાસ અદ્ધર થઈ રહ્યાં છે. કારણે કે, વિશ્વામિત્રી નદી ભયજનક લેવલને પહોંચવા માટે માત્ર 3 ફૂટ બાકી છે. વિશ્વામિત્રી નદીનું ભયજનક લેવલ 26 ફૂટ છે. 26 ફૂટ વટાવી જતા જ વડોદરામાં પૂરની સ્થિતિ ઉદભવશે. આજવા સરોવરની સપાટી વધીને 211.70 ફૂટ પર પહોંચી ગઈ છે. વિશ્વામિત્રીની સપાટી વધતાં લોકો ચિંતિત બન્યા છે, કારણ કે ફરી એકવાર વડોદરા શહેર ડૂબવામાં માત્ર 3 ફૂટનુ અંતર બાકી છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 23 ફૂટ પર પહોંચી ગઈ છે. જેમ જેમ વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી રહ્યું છે, તેમ તેમ વડોદરાવાસીઓના શ્વાસ અદ્ધર થઈ રહ્યાં છે. કારણે કે, વિશ્વામિત્રી નદી ભયજનક લેવલને પહોંચવા માટે માત્ર 3 ફૂટ બાકી છે. વિશ્વામિત્રી નદીનું ભયજનક લેવલ 26 ફૂટ છે. 26 ફૂટ વટાવી જતા જ વડોદરામાં પૂરની સ્થિતિ ઉદભવશે. આજવા સરોવરની સપાટી વધીને 211.70 ફૂટ પર પહોંચી ગઈ છે. વિશ્વામિત્રીની સપાટી વધતાં લોકો ચિંતિત બન્યા છે, કારણ કે ફરી એકવાર વડોદરા શહેર ડૂબવામાં માત્ર 3 ફૂટનુ અંતર બાકી છે.
વડોદરામાં સવારના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ ધોધમાર વરસાદ આફતનો વરસાદ સાબિત થઈ શકે છે. વરસાદના કારણે રોડ રસ્તા પર ભરાયા પાણી છે. તો વરસાદથી નીચાણવાળા વિસ્તારના લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 23 ફૂટ પર પહોંચી ગઈ છે.
હાથ પકડીને રસ્તો પાર કરી રહેલા 3 યુવકો જોતજોતામાં તણાયા, ડૂબતો વીડિયો થયો કેદ
જામ્બુવા નદીમાં કારચાલક ફસાયો
વડોદરામાં જામ્બુવા નદીની સપાટી વધતાં જી.એન સરવૈયા નામના એક કારચાલક નદીમાં ફસાયો હતો. વડોદરા નજીકના ધનીયાવી ગામ પાસે આ ઘટના બની હતી. જેથી કારચાલક પોતાનો જીવ બચાવવા કારના બોનેટ પર ચઢી ગયો હતો. ફાયર બ્રિગેડના અધિકારી નિકુંજ આઝાદ અને તેમની ટીમે કાર ચાલકને પાણીના આકરા વહેણમાંથી બચાવ્યો હતો. જી.એન સરવૈયા નિવૃત્ત પીઆઈ હતી. જેઓ પોતાના કામ અર્થે કાર લઈને નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હાલ, જામ્બુવા નદી ભારે વરસાદને પગલે બે કાંઠે વહીને ગાંડીતૂર બની છે.
માણસ તો શું, જાનવર સાથે પણ ભેટો થવો મુશ્કેલ છે તેવી નડાબેટ બોર્ડર પર 1965થી તૈનાત છે જવાનો
સાપા ગામમાં છાતી સુધીના પાણી
ભારે વરસાદને પગલે કરજણના સાપા ગામમાં છાતી સમા પાણી ભરાયા છે. સમગ્ર ગામમાં પાણી પાણી થઈ ગયું છે. ગામનો એક પણ રસ્તો બાકી રહ્યો નથી, જ્યાં પાણી ન હોય. જાહેર માર્ગો પર પણ પાણી ફરી વળ્યાં છે. સાપા ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદી ગાંડીતૂર બનતા ગામવાસીઓના માથા પર કહેર વરસ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં બપોરના 2 વાગ્યા સુધીમાં 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડા માં 6 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. તો છેલ્લા બે કલાકમાં સવા ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. ડાંગના વઘઈમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારીના ગણદેવીમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. નવસારીના ગણદેવીમાં છેલ્લા બે કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના 12 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તેમજ રાજ્યના 27 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે