Coronavirus: તો શું ભારતમાં થશે 49 દિવસનું લોકડાઉન? ખાસ વાંચો અહેવાલ

કોરોના વાયરસના કેરથી હાલ ભારત સહિત સમગ્ર દુનિયા હચમચી ગઈ છે. તેને પહોંચી વળવા માટે દુનિયાના અલગ અલગ ભાગોમાં લોકડાઉન જાહેર છે. ભારતમાં પણ પીએમ નરેન્દ્ર મોદીએ 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે.

Coronavirus: તો શું ભારતમાં થશે 49 દિવસનું લોકડાઉન? ખાસ વાંચો અહેવાલ

નવી દિલ્હી: કોરોના વાયરસના કેરથી હાલ ભારત સહિત સમગ્ર દુનિયા હચમચી ગઈ છે. તેને પહોંચી વળવા માટે દુનિયાના અલગ અલગ ભાગોમાં લોકડાઉન જાહેર છે. ભારતમાં પણ પીએમ નરેન્દ્ર મોદીએ 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. હવે કેમ્બ્રિજ વિશ્વિદ્યાલયના ભારતીય મૂળના રિસર્ચર્સ એક નવા ગાણિતીક મોડલ સાથે સામે આવ્યાં છે જેમાં ભારતમાં 49 દિવસ માટે પૂરેપૂરું દેશવ્યાપી લોકડાઉન કે પછી બે મહિનામાં સમય સમય પર છૂટ સાથે સતત લોકડાઉનની વાત કરાઈ છે. તેને ભારતમાં કોરોનાને ફરીથી માથું  ઉચકતો રોકવા માટે જરૂરી ગણાવ્યું છે. 

21 દિવસનું લોકડાઉન વધુ પ્રભાવી નહી રહે
વિશ્વવિદ્યાલયમાં વ્યવહારિક ગણિત અને સૈદ્ધાંતિક ભૌતિકી વિભાગના રાજેશ સિંહની મદદથી રણજય અધિકારી દ્વારા લખાયેલા રિસર્ચ પેપરમાં જણાવાયું છે કે ભારત સરકારે જે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે તે પ્રભાવી રહે તેવી શક્યતા નથી અને તેના અંતમાં કોરોના ફરીથી માથું ઉચકશે. દેશમાં કોવિડ-19 મહામારી પર સોશિયલ ડિસ્ટન્સિંગના પ્રભાવના આકલનનું કદાચ આ પહેલું મોડલ છે જેમાં ભારતીય વસ્તીની ઉમર અને સોશિયલ કોન્ટેક્ટ સ્ટ્રક્ચરને સામેલ કરાયું છે. રિસર્ચ પેપરનું ટાઈટલ છે "એઝ સ્ટ્રક્ચર્ડ ઈમ્પેક્ટ ઓફ સોશિયલ ડિસ્ટન્સિંગ ઓફ ધ કોવિડ-19 એપિડેમિક ઈન ઈન્ડિયા".

ઉમર આધારિત એસઆઈઆર મોડલ દ્વારા કરાયો અભ્યાસ
આ રિસર્ચમાં સોશિયલ ડિસ્ટરન્સિંગ ઉપાયો-કાર્યસ્થળમાં ગેરહાજરી, શાળા બંધ કરવા, લોકડાઉન, અને તેની સમયમર્યાદાની સાથે તેના પ્રભાવનું આકલન કરાયું. રિસર્ચર્સે ભારતમાં કોવિડ-19 મહામારીના વધવાના અભ્યાસ કરવા માટે સર્વે અને બેઝન ઈમ્પ્યુટેશનથી પ્રાપ્ત સોશિયલ કોન્ટેક્ટ મેટ્રિસિઝ સાથે એ આયુ સંરચિત એસઆઈઆર મોડલનો ઉપયોગ કર્યો. 

જુઓ LIVE TV

રસીના અભાવમાં વાયરસને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી કારગાર ઉપાય
લેખકોએ લખ્યું કે સોશિયલ કોન્ટેક્ટની સંરચનાઓ ગંભીર રીતે સંક્રમણના પ્રસારને નિર્ધારીત કરે છે અને રસીના અભાવમાં મોટા પાયે સોશિયલ ડિસ્ટન્સિંગના ઉપાયોના માધ્યમથી આ સંરચનાઓનું નિયંત્રણ વાયરસના ખાતમા માટે સૌથી પ્રભાવી ઉપાય હોય છે. નોંધનીય છે કે કોરોનાના પ્રસારને રોકવા માટે પ્રભાવી ઉપાય તરીકે ભારતમાં 24 માર્ચની મધરાતથી 21 દિવસ માટે લોકડાઉન લગાવવામાં આવ્યું છે. 

(ઈનપુટ-ભાષા)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news