Coronavirus Live: દેશમાં કોરોનાથી 10મું મોત, કુલ દર્દીઓ 536
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Gujarat corona) ના ઝપેટમાં લગભગ આખો દેશ આવી ગયો છે. ભારતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 536 થઈ ગઈ છે. 24 કલાકમાં 69 નવા કેસ સામે આવ્યા છે. તમિલનાડુ (Tamilnadu) ના મદુરાઈમાં કોરોના વાયરસથી પીડિત એક 54 વર્ષના વ્યક્તિનું મોત નિપજ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલ આંકડા અનુસાર, મરનારાઓનો આંકડો 9થી વધીને 10 થઈ ગયો છે.
WHOના રિપોર્ટ અનુસાર, હાલ વિશ્વભરમાં COVID-19ના 372,000 પોઝિટિવ દર્દીઓ છે. તો લેટેસ્ટ આંકડા અનુસાર, 16000 લોકોના મોત નિપજ્યાં છે.
Confirmed cases of COVID-19 worldwide exceed 372,000, over 16,000 died: WHO
Read @ANI Story | https://t.co/IHEwvwxDVj pic.twitter.com/JjrT1tm4uk
— ANI Digital (@ani_digital) March 25, 2020
પ્રધાનમંત્રી મોદીએ 21 દિવસ સુધી દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે. કોરોના સંકટને સંપૂર્ણ દેશમાં ટાળવા 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરાયું છે, એટલે કે 14 એપ્રિલ સુધી દેશમાં લોકડાઉન થયું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ આ મહામારીને નાથવાનો એકમાત્ર ઉપાય છે. પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરીને દેશવાસીઓને તેનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી. વર્તમાન સમયમાં વિકરાળ બની રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખી દેશમાં આજે મધ્યરાત્રીથી ઓછામાં ઓછા 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે.
ઈરાનમાં ફસાયેલા 277 ભારતીયો સાથેનું ખાસ વિમાન આજે જોધપુર પહોંચ્યું છે. હાલ એરપોર્ટ પર તમામનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉન દરમિયાન યુપીમાં આજથી જરૂરી સામાન ઘરો સુધી પહોંચાડવામાં આવશે. લગભગ 10 હજારથી વધુ ગાડીઓ આ કામમાં લગાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે