હરિયાણામાં માતા પાસે સુતી સગીરાનું 8 લોકોએ કર્યું અપહરણ, ખેતરમાં લઇ જઇ કર્યો ગેંગરેપ

પાનીપતની સનોલી સ્ટેશન વિસ્તારના એક ગામમાં માતા પાસે સુઇ રહેલી 17 વર્ષની સગીરાનું આઠ લોકો દ્વારા અપહરણ કર્યા બાદ ગેંગરેપ કર્યાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે આરપી સગીરાનું અપહરણ કરી ખેતરમાં લઇ ગયા અને ત્યાં તેની સાથે કથિત દુષ્ક્રર્મ આચરી અને પીડિતાને કોઇને આ વિશે જણાવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

હરિયાણામાં માતા પાસે સુતી સગીરાનું 8 લોકોએ કર્યું અપહરણ, ખેતરમાં લઇ જઇ કર્યો ગેંગરેપ

ચંડીગઢ (રાકેશ ભયાના): પાનીપતની સનોલી સ્ટેશન વિસ્તારના એક ગામમાં માતા પાસે સુઇ રહેલી 17 વર્ષની સગીરાનું આઠ લોકો દ્વારા અપહરણ કર્યા બાદ ગેંગરેપ કર્યાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે આરપી સગીરાનું અપહરણ કરી ખેતરમાં લઇ ગયા અને ત્યાં તેની સાથે કથિત દુષ્ક્રર્મ આચરી અને પીડિતાને કોઇને આ વિશે જણાવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આરોપી આ કૃત્ય બાદ પીડિતાને તેના ઘરની બહાર છોડી ગયો હતો. ફરિયાદના આધારે પોલીસે 6 લોકોના નામ સાથે અને બે અજ્ઞાત લોકો સામે કેસ દાખલ કર્યો છે. પોલીસે સગીરાનું મેડિકલ ચેકપ પણ કરાવ્યું છે.

સલોની સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદમાં સગીરાએ જણાવ્યું હું કે ગત ગુરૂવારની રાત્રે તે પરિવાર સાથે સુઇ રહી હતી. રૂમમાં તેની બહેન અને માતા અલગ-અલગ ખાટલામાં સુઇ રહ્યા હતા. જ્યારે બીજા રૂમમાં તેના પિતા સુતા હતા. આરોપ છે કે રાત્રે લગભગ 11 વાગ્યે ગામના દિલબાગ પુત્ર હાશિમ તેમજ ઇસરાર પુત્ર ઇસ્લામ તેના ઘરની નજીક 6 ફુટ ઉંચી દિવાર કૂદીને ઘરમાં ધૂસ્યા હતા. બન્ને તેનં મો બંધ કર્યું અને ત્યાંથી ઉઠાવીને ખેતરમાં લઇ ગયા હતા. બધાએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. લગભગ 2 કલાક પછી આરોપીએ તેને ઘરની બહાર છોડી ગયો અને કઇને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમતી આપી હતી.

પીડિતાએ હિમ્મત કરી શુક્રવાર બપોરે તેની માતેને આપવીતી જણાવી હતી. ત્યારબાદ પરિવારજનોએ પોલીસને આ ઘટના વિશે જણાવ્યું હતું. આ અંગે આરોપી પક્ષ પીડિતાના ઘરે પહોંચ્યો અને કેસ ન કરવા પર દબાવ કરવા લાગ્યા હતા. તેના પર પીડિત પરિવાર ડરી ગયો હતો. આરોપી પક્ષના ઘરથી ગયા પછી પીડિતાને લઇ તેઓ પોલીસ પાસે પહોંચ્યા અને કેસ દાખલ કરાવ્યો હતો. જ્યાં પોલીસે આરોપીઓની સામે કેસ દાખલ ખરી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news