કોરોના મહામારીના મૌલાના સાદનું બચવું હવે મુશ્કેલ, બેન્ક ખાતાના સીક્રેટ 'આઉટ'
Trending Photos
નવી દિલ્હી: કોરોના મહામારીના મૌલાના સાદની હવે ખેર નથી. મરકઝ મામલે તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ હવે મૌલાના સાદના એકાઉન્ટની સાથે સાથે તે તમામ જમાતીઓના એકાઉન્ટની પણ તપાસ કરી રહી છે જે લોકો જમાતમાં સામેલ થવા માટે આવ્યાં હતાં અને ત્યારબાદ મરકઝથી દેશના અન્ય ભાગોમાં ગયાં.
મૌલાના સાદની સાથે મરકઝમાં સામેલ તમામ જમાતીઓના ખાતાઓની તપાસ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચને મૌલાના સાદના ખાતાઓની તપાસ કરવાથી મહત્વના પુરાવા મળ્યાં છે.
મૌલાના સાદના ખાતામાં આવેલા પૈસા 2 દિવસની અંદર બીજા ખાતાઓમાં ટ્રાન્સફર થતા હતાં. મોટી રકમને નાના નાના ભાગોમાં બીજા ખાતાઓમાં ટ્રાન્સફર કરતા હતાં. નિઝામુદ્દીન મરકઝમાં સામેલ થયેલા અનેક જમાતીઓના ખાતાની તપાસ થઈ રહી છે. જમાતીઓના ખાતામાં અનેક ગેરરીતિઓ જોવા મળતા ષડયંત્રની સ્પષ્ટપણે શંકા ઊભી થઈ રહી છે. હવે ખબર પડી જશે કે પૈસા આવ્યા બાદ તે ગયા ક્યાં.
ઉત્તર પ્રદેશના શામલીના કાંધલાથી ઝી ન્યૂઝે તપાસ હાથ ધરી હતી જેમાં ઝી ન્યૂઝની ટીમ મૌલાના સાદના ફાર્મ હાઉસ પર પહોંચી હતી. મૌલાના સાદ જ્યારે પણ કાંધલા આવે છે ત્યારે તે પોતાના આ ફાર્મ હાઉસમાં જરૂર જાય છે. અહીં થોડા દિવસ વિતાવ્યાં બાદ દિલ્હી પાછા ફરે છે. ઝી ન્યૂઝની ટીમ જ્યારે મૌલાના સાદના આ ફાર્મ હાઉસ પર પહોંચી તો જોયું કે દરવાજે તાળું છે. અંદર કોઈ છે કે નહીં તે કહેવું ખુબ મુશ્કેલ છે. પરંતુ સ્થાનિક લોકો માને છે કે અંદર કેટલાક કર્મચારી જરૂર હશે અને તેમને જો કે બહાર આવવાની કે કઈ પણ બોલવાની કદાચ મૌલાના સાદ કે તેમના પરિવાર તરફથી મંજૂરી અપાઈ નહીં હોય.
ઝી ન્યૂઝની ટીમ મૌલાના સાદના ફાર્મ હાઉસની તપાસ કરી રહી હતી કે અમારી નજર એક વ્યક્તિ પર પડી જે કાંધલામાં મૌલાના મોહમ્મદ સાદના પાડોશી છે. અમે તેમની મૌલાના સાદ અંગે પૂછપરછ કરી.
સવાલ: તમે તેમને છેલ્લીવાર ક્યારે જોયા હતાં?
સતીષકુમાર, મૌલાના સાદના પાડોશી: ગત વર્ષે જોયા હતાં.
સવાલ: કેવી રીતે આવ્યાં હતાં અને કેટલી ગાડીઓ હતી?
સતીષકુમાર: ગાડીઓ હતી તેમની પાસે, ચાર પાંચ ગાડી હતી.
સવાલ: કેવા પ્રકારની ગાડીઓ હતી?
સતીષકુમાર: લક્ઝરી ગાડીઓ હોય છે જેમ કે ટોયેટા ફોર્ચ્યુનર વગેરે
જુઓ LIVE TV
મહામારીના મૌલાના હવે સ્પષ્ટપણે સમજી લે કે તેમના અને તેમની જમાતના કારનામાનો હવે પૂરેપૂરો પર્દાફાશ થવા જઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે