ટ્રમ્પે ભાવવિભોર થઈને માન્યો ભારતનો આભાર, તો PM મોદીએ પણ આ અંદાજમાં આપ્યો જવાબ
Trending Photos
નવી દિલ્હી: ભારત, અમેરિકા સહિત સ્પેન અને ઓસ્ટ્રેલિયાને હાઈડ્રોક્સીક્લોરોક્વીન સપ્લાય કરવા માટે ભારત તૈયાર થઈ ગયુ છે. કોરોના વિરુદ્ધ લડતમાં ભારત જે પ્રકારે ધીરગંભીરતાથી દુનિયાની મદદ માટે આગળ આવ્યું છે તેના કારણે ચારેબાજુ ભારતના વખાણ થઈ રહ્યાં છે. ભારતના આ પગલાંને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વખાણ્યુ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ પણ કર્યા છે.
ટ્રમ્પની ટ્વીટનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંપૂર્ણ રીતે સહમત છું. આવી વિષમ પરિસ્થિતિઓ મિત્રોને વધુ નજીક લાવે છે. ભારત અને અમેરિકાની ભાગીદારી પહેલા કરતા વધુ મજબુત થઈ છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે ભારત કોવિડ-19 વિરુદ્ધ માનવતાની લડાઈમાં મદદ કરવા માટે શક્ય તમામ પ્રયત્નો કરશે. આપણે આ લડત એકસાથે જીતીશું.
Fully agree with you President @realDonaldTrump. Times like these bring friends closer. The India-US partnership is stronger than ever.
India shall do everything possible to help humanity's fight against COVID-19.
We shall win this together. https://t.co/0U2xsZNexE
— Narendra Modi (@narendramodi) April 9, 2020
આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કરીને લખ્યું હતું કે વિષમ પરિસ્થિતિઓમાં મિત્રો વચ્ચે નીકટ સહયોગની જરૂરિયાત હોય છે. એચસીક્યુના નિર્ણય પર ભારત અને ભારતીય લોકોનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે તેને ક્યારેય ભૂલી શકાશે નહીં. પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે આ લડતમાં ફક્ત ભારત જ નહીં પરંતુ માનવતાની મદદ કરવા માટે તમારા મજબુત નેતૃત્વનો પણ આભાર.
અમેરિકી પ્રશાસને કોવિડ 19ના સંકટને પહોંચી વળવા માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine-HCQ)ને એક ગેમ ચેન્જર ડ્રગ તરીકે સ્વીકારી છે. જદો કે તેના ઉપયોગને લઈને હજુ ચિકિત્સક જગતમાં સામાન્ય સહમતિ નથી. ભારત Hydroxychloroquineનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારત પાસે ખાડી અને મલેશિયા સહિત દુનિયાભરના 30 દેશોએ HCQની માંગણી કરી છે.
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 એપ્રિલના રોજ આ અંગે વાત કરી હતી. ત્યારબાદ 6 એપ્રિલના રોજ વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકાના પોમ્પિઓ વચ્ચે વાત થઈ. 8 એપ્રિલના રોજ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા અને અમેરિકાના ઉપવિદેશ મંત્રી સ્ટીફન ઈ બેગુન વચ્ચે વાતચીત થઈ.
બંને પક્ષોએ કોવિડ 19 પર સહયોગ વધારવા અને આવશ્યક દવાઓ અને ચિકિત્સા ઉપકરણોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને સારી જાણકારી શેર કરવા પર ચર્ચા કરી.
જુઓ LIVE TV
વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મારિઝ પાયને અને સ્પેનના વિદેશ મંત્રી અરંચા ગોન્ઝાલેઝને HCQ સહિત કોવિડ 19 સંકટ પર વાત કરી. અત્રે જણાવવાનું કે સ્પેને તો ભારતને 2 મહિના પહેલા હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો ઓર્ડર આપ્યો હતો.
આ સપ્તાહની શરૂઆતમાં ભારતે જાહેરાત કરી હતી કે તે પાડોશી દેશો અને કોરોનાથી પ્રભાવિત અન્ય દેશોને એચસીક્યુ આપશે. નિકાસ પર લગાવેલી પ્રતિબદ્ધતાઓ પર વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે અમારી કંપનીઓ ઓર્ડર પૂરો કરવામાં સક્ષમ છે. નોંધનીય છેકે ભારત પાસે ખાડી અને મલેશિયા સહિત દુનિયાભરના 30 દેશોએ HCQની માંગણી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે