Corona Vaccine માટે કેટલા રૂપિયા આપવા પડશે, Serum Instituteએ કર્યો કિંમતનો ખુલાસો

અદાર પૂનાવાલાએ કહ્યુ કે, તે સરકારને 200 રૂપિયા પ્રતિ ડોઝ પ્રમાણે ઓક્સફોર્ડની વેક્સિન આપશે. તો સામાન્ય જનતાને આ વેક્સિન 1 હજાર રૂપિયામાં મળશે. તેમણે કહ્યું કે, આ વેક્સિન (Corona Vaccine) ફાઇઝર-બાયોએનટેકના મુકાબલે સસ્તી છે અને તેનું ટ્રાન્સપોર્ટેશન પણ સરળ છે. 

Corona Vaccine માટે કેટલા રૂપિયા આપવા પડશે, Serum Instituteએ કર્યો કિંમતનો ખુલાસો

મુંબઈઃ દેશમાં આ મહિનાથી કોરોના વેક્સિન (Corona Vaccine) લગાવવાનું અભિયાન શરૂ થઈ શકે છે. આ વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) એ પ્રથમવાર પોતાની વેક્સિનની કિંમતોને લઈને ખુલાસો કર્યો છે. સીરમના સીઈઓ અદાન પૂનાવાલા (Adar Poonawalla)એ કહ્યુ કે, તેમની વેક્સિન માટે બે અલગ-અલગ કિંમત નક્કી કરવામાં આવી છે. 

સીરમ ઈન્સ્ટિટ્યૂટે જણાવી પોતાની વેક્સિનની કિંમત
અમારી સહયોગી વેબસાઇટ ઈન્ડિયા ડોટ કોમ પ્રમાણે પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા (Oxford-AstraZeneca)ની વેક્સિન કોવિશીલ્ડનું નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ તેની વેક્સિનની કિંમતોને લઈને લાંબા સમયથી અસમંજસની સ્થિતિ યથાવત હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓએ રવિવારે વેક્સિનની કિંમતોને લઈને ખુલાસો કર્યો છે. 

સામાન્ય જનતાને એક હજાર રૂપિયામાં મળશે રસી
અદાર પૂનાવાલાએ કહ્યુ કે, તે સરકારને 200 રૂપિયા પ્રતિ ડોઝ પ્રમાણે ઓક્સફોર્ડની વેક્સિન આપશે. તો સામાન્ય જનતાને આ વેક્સિન 1 હજાર રૂપિયામાં મળશે. તેમણે કહ્યું કે, આ વેક્સિન (Corona Vaccine) ફાઇઝર-બાયોએનટેકના મુકાબલે સસ્તી છે અને તેનું ટ્રાન્સપોર્ટેશન પણ સરળ છે. તેમની કંપની દર મહિને ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિનના 50-60 મિલિયન ડોઝ બનાવી રહી છે.

સરકાર પાસે કોન્ટ્રાક્ટ સાઇન થવાનો ઇંતજાર
અદાર પૂનાવાલા (Adar Poonawalla)એ કહ્યું કે, સરકારે 2021ના મધ્ય સુધી દેશમાં 130 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવાનો લક્ષ્ય રાખ્યો છે. અમે સરકાર માટે વેક્સિન ઉપલબ્ધ કરાવવા તૈયાર છીએ. અમે સરકારને અમારો પ્રસ્તાવ મોકલી આપ્યો છે. હવે અમે સરકાર સાથે કોન્ટ્રાક્ટ સહી થવાની રાહ જોઈ રહ્યાં છીએ. કોન્ટ્રાક્ટ થવાના 10 દિવસની અંદર સરકારને વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. 

બીજા દેશોમાં પણ નિકાસ થશે વેક્સિન
તેમણે કહ્યું, સરકારે હજુ સુધી અમને વેક્સિન નિકાસ કરવાની મંજૂરી આપી નથી. જ્યારે સાઉદી અરબ અને બીજા કેટલાક દેશો સાથે આપણા દ્વિપક્ષીય સંબંધ છે. અમે આ બાબતે સરકારની મંજૂરી માગી છે. આ મંજૂરી મળ્યા બાદ અમે વિશ્વના 50થી વધુ દેશો સુધી પોતાની દવા પહોંચાડીશું.

દેશમાં બે દિવસ સુધી વેક્સિનનો ડ્રાઈ રન ચાલ્યો
મહત્વનું છે કે ભારતમાં વેક્સિન અભિયાન શરૂ કરવા માટે સરકાર તૈયારીઓ કરી રહી છે. તે માટે શનિવારે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડ્રાઇ રન કરવામાં આવ્યું. આ વચ્ચે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ રવિવારે કોવિશીલ્ડને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંત સુધી દેશમાં વેક્સિનેશન અભિયાન શરૂ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news