'ભૂમાફિયા' ચીન એકલું પડી ગયું, ભારતને મળ્યું દુનિયાના આ શક્તિશાળી દેશોનું સમર્થન
ચીને ભારત (China-India) સાથે વિવાદ તો વધારી લીધો પરંતુ હવે તેણે દુનિયાભરના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. દુનિયાની મહાશક્તિઓ ખુલીને ભારતના સપોર્ટમાં આવી છે. ગલવાનમાં ભારત અને ચીન વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષ બાદ મહાશક્તિઓએ ભારતીય સેનાના શહીદો માટે સંવેદના વ્યક્ત કરી છે અને ચીનની સેના પર ઉશ્કેરણી કરવાનો આરોપ લગાવ્યો છે. ભારતના સૈનિકોની શહાદત પર દુનિયાની મહાશક્તિઓ તકલીફ મહેસૂસ કરી રહી છે. ભારતને દુનિયાના શક્તિશાળી દેશોનું સમર્થન મળી રહ્યું છે જે જોઈને હવે ચીન હચમચી ગયુ છે. ડર પેદા થઈ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ચીને ભારત (China-India) સાથે વિવાદ તો વધારી લીધો પરંતુ હવે તેણે દુનિયાભરના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. દુનિયાની મહાશક્તિઓ ખુલીને ભારતના સપોર્ટમાં આવી છે. ગલવાનમાં ભારત અને ચીન વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષ બાદ મહાશક્તિઓએ ભારતીય સેનાના શહીદો માટે સંવેદના વ્યક્ત કરી છે અને ચીનની સેના પર ઉશ્કેરણી કરવાનો આરોપ લગાવ્યો છે. ભારતના સૈનિકોની શહાદત પર દુનિયાની મહાશક્તિઓ તકલીફ મહેસૂસ કરી રહી છે. ભારતને દુનિયાના શક્તિશાળી દેશોનું સમર્થન મળી રહ્યું છે જે જોઈને હવે ચીન હચમચી ગયુ છે. ડર પેદા થઈ રહ્યો છે.
ભારતને રાફેલ જેવા ઘાતક ફાઈટર જેટ આપનારા ફ્રાન્સે ગલવાનના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ફ્રાન્સના રક્ષામંત્રીએ ભારતના રક્ષામંત્રીને પત્ર લખીને કહ્યું કે ફ્રાન્સની સેના ભારતીય સેનાના શહીદોના પરિજનોના પડખે છે. ચીન માટે આ નિવેદનને ફ્રાન્સનો કડક સંદેશ માનવામાં આવી રહ્યો છે.
દુનિયાના સૌથી ઘાતક ફાઈટર વિમાનોમાં જેની ગણતરી થાય છે તે રાફેલ ભારત અને ફ્રાન્સની રણનીતિક ભાગીદારીનું સૌથી મોટું ઉદાહરણ છે પરંતુ ભારત અને ફ્રાન્સની મિત્રતા રણનીતિક ભાગીદારી કરતા ઘણી આગળ છે. ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ફ્રાન્સથી આવેલા એક સમાચારે ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ફ્રાન્સ ભારતીય સેના સાથે છે. ફ્રાન્સના રક્ષામંત્રીએ ગલવાન ઘાટીના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહને લખેલા પોતાના પત્રમાં ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્સ પર્લે કહ્યું કે આ જવાનો, તેમના પરિજનો અને દેશ માટે એક ઝટકો છે. આ મુશ્કેલ ઘડીમાં મિત્ર ભારત પ્રત્યે ફ્રાન્સ સેના તરફથી મિત્રતા પ્રગટ કરું છું. હું તમને આગ્રહ કરુ છું કે તમે મારી શ્રદ્ધાંજલિ સમગ્ર ભારતીય સેના અને શહીદોના પરિજનોને પહોંચાડો.
ગલવાનના શહીદોને શ્રદ્ધાંજલિ, ચીનને ફ્રાન્સનો કડક સંદેશ
ફ્રાન્સની ભારત સાથેની મિત્રતા ફક્ત સંવેદનાઓ સુધી સિમિત નથી. ફ્રાન્સના રક્ષામંત્રીએ ભારતને સારો મિત્ર ગણાવતા રક્ષા મંત્રી સાથે મુલાકાત કરવાની વાત પણ કરી છે. સ્પષ્ટ છે કે હાલના સમયમાં ભારતના રક્ષામંત્રી સાથે મુલાકાતની વાત ચીનનો કડક સંદેશ છે. ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ફ્રાન્સે ભારતને મળનારા રાફેલ ફાઈટર જેટની સંખ્યા પણ વધારી છે. હવે ભારતને પહેલી ખેપમાં 4ની જગ્યાએ 6 ફાઈટર જેટ મળશે.
જુઓ LIVE TV
27 જુલાઈએ મળશે 6 રાફેલ
ફ્રાન્સ દુનિયાની એક એવી મહાસત્તા છે જે ચીન વિરુદ્ધ ભારત સાથે છે. આમ તો ભારતની સેના પોતાના દમ પર ચીનને પાઠ ભણાવવા માટે તૈયાર છે પરંતુ ભારતની ફ્રાન્સ જેવી મહાસત્તાઓ સાથેની મિત્રતા ચીનને ભારે પડી શકે છે. ફ્રાન્સ જેવી મહાસત્તા સાથે દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ ગલવાનના શહીદો સાથે છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ ગલવાનના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને આ સાથે ચીનની સેનાની સાથે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીને પણ દુષ્ટ ગણાવી દીધી હતી. અમેરિકા ભારત વિરુદ્ધ મોરચો ખોલનારા ચીન પર સતત દબાણ વધારી રહ્યું છે.
ચીન અને અમેરિકા વચ્ચે અંતર વધ્યું
ભાતર અને અમેરિકાની મિત્રતા જેટલી મજબુત બની રહી છે ચીન અને અમેરિકા વચ્ચે એટલું જ અંતર વધી રહ્યું છે. દુનિયાની મહાસત્તા અમેરિકા પણ એ દેશોમાં સામેલ છે જેણે ગલવાન કાંડ બાદ સૌથી પહેલા ભારતીય સૈનિકો માટે સંવેદના વ્યક્ત કરી હતી. અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિઓએ કહ્યું હતું કે ચીન સાથે થયેલા વિવાદમાં ભારતના જે સૈનિકોના જીવ ગયા છે તેમના પ્રત્યે અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આ દુખની ઘડીમાં અમે તે જવાનો, તેમના પરિવાર, તેમના શુભચિંતકો અને ભારતના લોકો સાથે છીએ. ગલવાનના શહીદો પ્રત્યે સંવેદના પ્રગટ કરનારા અમેરિકાએ ચીનને સંભળાવ્યું પણ હતું અને લદાખમાં ચાલી રહેલા સંઘર્ષનું કારણ ચીનની વિસ્તારવાદી નીતિ ગણાવ્યું હતું.
અમેરિકા ચીનની દરેક ચાલને ઓળખે છે અને ચીન પણ તે વાત સમજે છે. આથી વારંવાર ભારતને અમેરિકાથી દૂર રહેવાની શિખામણ આપ્યા કરે છે. પરંતુ ચીને જે પ્રકારે ભારત વિરુદ્ધ મોરચો ખોલ્યો છે તેને જોતા ભારત અને અમેરિકાના રણનીતિક સંબંધ વધુ મજબુત થશે તે નક્કી છે.
અમેરિકા અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓ જો ભારતના સમર્થનમાં ખુલીને આવી ગઈ તો જે દેશો ચીનથી પીડિત છે તેમને પણ ભારતમાં હવે આશા દેખાય છે. ચીને તિબ્બત પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. હવે તિબ્બતના લોકો પણ ખુલીને ભારતીય સેનાનું સમર્થન કરી રહ્યા છે. આ અગાઉ તાઈવાનના લોકો પણ ગલવાન બાદ ભારતના પક્ષમાં જોવા મળ્યાં હતાં. ચીન સાથે ભારતના વધતા તણાવ વચ્ચે જાપાનની નેવીએ તો ભારત સાથે યુદ્ધાભ્યાસ કરીને ચીનને મોટો પડકાર ફેંક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે