Wuhan Coronavirus: ઘાતક વાઈરસની મુંબઈ, પુણે બાદ દિલ્હીમાં એન્ટ્રી, 3 શંકાસ્પદ દર્દી મળ્યાં

જીવલેણ વુહાન કોરોના વાઈરસે (Wuhan Coronavirus)  દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. જેમાં ચીન (China)  સૌથી વધુ પ્રભાવિત છે. ચીનમાં અત્યાર સુધીમાં 106 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ચાર હજારથી વધુ લોકો સારવાર હેઠળ છે. હવે આ વાઈરસે ભારતમાં પણ એન્ટ્રી કરી છે. મુંબઈ, પુણે, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં તેના એક-એક શંકાસ્પદ દર્દી મળી આવ્યાં છે. દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. ડોક્ટરોની ટીમ તેમની તપાસ કરી રહી છે. 
Wuhan Coronavirus: ઘાતક વાઈરસની મુંબઈ, પુણે બાદ દિલ્હીમાં એન્ટ્રી, 3 શંકાસ્પદ દર્દી મળ્યાં

નવી દિલ્હી: જીવલેણ વુહાન કોરોના વાઈરસે (Wuhan Coronavirus)  દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. જેમાં ચીન (China)  સૌથી વધુ પ્રભાવિત છે. ચીનમાં અત્યાર સુધીમાં 106 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ચાર હજારથી વધુ લોકો સારવાર હેઠળ છે. હવે આ વાઈરસે ભારતમાં પણ એન્ટ્રી કરી છે. મુંબઈ, પુણે, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં તેના એક-એક શંકાસ્પદ દર્દી મળી આવ્યાં છે. દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. ડોક્ટરોની ટીમ તેમની તપાસ કરી રહી છે. 

હવે એવા અહેવાલ છે કે દિલ્હીમાં પણ વુહાન કોરોના વાઈરસના 3 શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યાં છે. 3 દર્દીઓ ચીનથી દિલ્હી આવ્યાં હતાં. તેમને RML હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ડોક્ટરોની ટીમ દર્દીઓની તપાસ કરી રહી છે. આ બધા વચ્ચે મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં પણ એક વ્યક્તિને વુહાન કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોવાની આશંકાના પગલે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ચીનમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી 13 જાન્યુઆરીના રોજ ભારત પાછો ફર્યો હતો. ત્યારબાદથી દર્દીને શરદી ઉધરસ અને તાવ ઓછા ન થતા તેને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયો. 

વુહાનમાં ફસાયેલા છે 250 ભારતીયો
આ બાજુ ચીની સરકારે વુહાન કોરોના વાઈરસના ચેપને રોકવા માટે વુહાન જવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. પરંતુ નિર્ણયના કારણે લગભગ 250 ભારતીયો વુહાન શહેરમાં ફસાયેલા છે. હવે આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે આ ભારતીયોને બહાર કાઢવાની કવાયત શરૂ કરી દીધી છે. વિદેશ મંત્રાલયે ભારતીયોના વાપસી માટે રોડમેપ તૈયાર કરી લીધો છે.

એર ઈન્ડિયાના ખાસ વિમાનથી ભારત લવાશે
વિદેશ મંત્રાલય પાસેથી મળેલી જાણકારી મુજબ 250 ભારતીયોને વુહાન શહેરમાંથી બહાર કાઢવા માટે ચીની સરકાર સાથે વાતચીત ચાલુ છે. આ માટે એર ઈન્ડિયાનું એક ખાસ વિમાન ચીન મોકલાશે. જો કે હજુ સુધી ચીની સરકારે ભારતીય નાગરિકોને કાઢવા માટે અધિકૃત મંજૂરી આપી નથી. 

જુઓ LIVE TV

મેડિકલની એક ટીમ પણ રવાના થઈ શકે છે
એક અન્ય અધિકારીના જણાવ્યાં મુજબ ચીનમાં ફસાયેલા 250 ભારતીયોમાં વુહાન કોરોનાવાઈરસનો ચેપ હોવાની આશંકા છે. આવામાં આ ખાસ વિમાનમાં ક્રુ મેમ્બર સાથે જ એક મેડિકલ ટીમ પણ ચીન જશે. ફસાયેલા તમામ ભારતીયોએ વિમાનમાં પ્રવેશતા પહેલા એક મેડિકલ તપાસમાંથી પસાર થવું પડશે. જે મુસાફરોમાં આ ચેપના લક્ષ્ણો જોવા મળશે તેમને વતન વાપસી બાદ પણ નિગરાણીમાં રખાશે. કેન્દ્ર સરકાર મંગળવાર સુધીમાં આ મુસાફરો વતન પાછા ફરે તેવી આશા રાખી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news