#ZeeExitMahaPoll: MPમાં ડામાડોળ, રાજસ્થાનમાં કોંગ્રેસ, છત્તીસગઢમાં ત્રિશંકુ સ્થિતી

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણીના પડઘમ આજે સાંજે 5 કલાકે શાંત પડી જશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોમમાં તો પહેલા જ મતદાન થઈ ચૂક્યું છે. રાજસ્થાન અને તેલંગાણામાં આજે સાંજે 5.00 કલાકે મતદાન પુરું થઈ ગયું છે. તેની સાથે જ હવે તમામ પક્ષો સહિત પ્રજાની નજરો પરિણામ પર ટકવા જઈ રહી છે. આ જ કડીમાં ઝી ન્યૂઝ 24 કલાક પર સાંજે 5 કલાકથી રજૂ કરશે Exit Poll. જેમાં આ પાંચ રાજ્યોના એક્ઝિટ પોલનાં પરિણામ રજૂ કરાશે

#ZeeExitMahaPoll: MPમાં ડામાડોળ, રાજસ્થાનમાં કોંગ્રેસ, છત્તીસગઢમાં ત્રિશંકુ સ્થિતી

નવી દિલ્હીઃ ટાઈમ્સ નાવ-સીએનએક્સના એક્ઝિટ પોલ (Exit Poll) અનુસાર મધ્યપ્રદેશમાં સતત ચોથી વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે. તેમના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 126 બેઠકો મળવાનું અનુમાન છે. બીજી તરફ આજ તક-એક્સિસ અનુસાર મધ્યપ્રદેશમાં કોઈને પણ સ્પષ્ટ બહુમત નહીં મળે. તેમના અનુસાર ભાજપને 111 અને કોંગ્રેસને 113 બેઠકો મળવાનું અનુમાન છે. અન્યને 6 બેઠક મળશે. 

મધ્યપ્રદેશ
સી વોટર અને રિપબ્લિકના એક્ઝિટ પોલ અનુસાર મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બનીને બહાર આવશે. અહીં કોંગ્રેસને 110થી 126 બેઠકો મલવાનું અનુમાન છે, જ્યારે ભાજપને 90થી 106 સીટ મળશે. ABP-CSDSના એક્ઝીટ પોલમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળતો દર્શાવાયો છે. અહીં ભાજપને 94, કોંગ્રેસને 126, જ્યારે અપક્ષોને 10 બેઠક મળશે. પેસ મીડિયાના એક્ઝીટ પોલઅનુસાર મધ્યપ્રદેશમાં કોંગ્રેસ 115 બેઠક સાથે મોટી પાર્ટી બનશે અને ભાજપને 103 બેઠક મળશે. અપક્ષોને 12 બેઠક મળવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 બેઠક છે, જેમાંથી બહુમત માટે 116 બેઠક મળવી જરૂરી છે. 

मध्‍य प्रदेश #ZeeMahaExitPoll LIVE : किसी पार्टी को पूर्ण बहुमत नहीं, कांग्रेस-भाजपा में कड़ी टक्‍कर

છત્તીસગઢ 
ન્યૂઝ-24 પેસ મીડિયા અનુસાર છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનવાની સંભાવના છે. એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને 45-51, ભાજપને 36-42 બેઠક મળવાની શક્યતા છે. NEWS24ના એક્ઝીટ પોલ અનુસાર છત્તીસગઢમાં કોંગ્રેસને બહુમત મળી શકે છે. અહીં કોંગ્રેસને 45-51 બેઠકો મળવાનો દાવો કરાયો છે, જ્યારે ભાજપને 38 બેઠક મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. CNXના એક્ઝીટ પોલ અનુસાર છત્તીસગઢમાં ભાજપ ફરી સત્તામાં આવશે. રાજ્યમાં ભાજપને 46 બેઠક મળશે, જ્યારે કોંગ્રેસને 35 બેઠકથી સંતોષ માનવો પડશે. JCC+ને 7 અને અન્યને બે બેઠક મળશે. CSDSના એક્ઝીટ પોલ અનુસાર છત્તીસગઢમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને બહાર આવશે અને તેને અહીં 44 બેઠક મળશે. કોંગ્રેસને 40 જ્યારે અપક્ષોને 6 બેઠક મળશે.

રાજસ્થાનઃ
CNXના અનુસાર રાજસ્થાનમાં કોંગ્રેસ વિજયી બનવા જઈ રહી છે. તેને 105 બેઠકો મળશે. બાજપને 85 બેઠકો મળે એવી સંભાવના છે. બીએસપીને 2 અને અપક્ષોને 7 બેઠક મળશે. જન કી બાતના એક્ઝીટ પોલ અનુસાર રાજસ્થાનમાં ભાજપને 93 અને કોંગ્રેસને 91 બેઠક મળશે. બાકીના અપક્ષો 16 બેઠક પર કબ્જો જમાવીને સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. એક્સિસના એક્ઝીટ પોલ અનુસાર રાજસ્થાનમાં કોંગ્રેસ પૂર્ણ બહુમત પ્રાપ્ત કરશે અને 130 બેઠકો જીતશે. જ્યારે ભાજપને 63 બેઠક મળશે. બીએસપીને માત્ર એક સીટ જ્યારે અપક્ષોને 7 બેઠકો મળવાનું અનુમાન છે. 

તેલંગાણાઃ 
CNXના એક્ઝીટ પોલ અનુસાર તેલંગાણામાં TRS 66 બેઠક જીતશે, જ્યારે કોંગ્રેસના ગઠબંધનને 37 બેઠકો મળશે. ભાજપને 7 બેઠકથી સંતોષ માનવો પડશે જ્યારે અપક્ષોને 9 બેઠક મળવાની સંભાવના છે. તેલંગાણામાં આજે સાંજે 5.00 કલાકે મતદાન પુરું થઈ ગયું છે. ઈન્ડિયા ટૂડે-માય એક્સિસના એક્ઝીટ પોલમાં ભાજપને 1થી 3, કોંગ્રેસને 21થી 33 અને ટીઆરએસને 79થી 91 જેટલી સીટો મળવાનું અનુમાન છે, જ્યારે અપક્ષોને 4-7 સીટ મળવાનું અનુમાન છે. રિપબ્લિક અને સી વોટરના એક્ઝીટ પોલમાં ભાજપને 4-7, કોંગ્રેસને 38-52, ટીઆરએસને 50-56 તથા અન્યને 8-14 બેઠક મળવાનું અનુમાન છે.

મિઝોરમઃ
મિઝોરમ વિધાનસભા ચૂંટણી (Mizoram Assembly Election 2018)નું પરિણામ કોંગ્રેસને ઝટકો આપી શકે છે. એક્ઝીટ પોલ અનુસાર મિઝોરમમાં કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવાઈ જાય એવી સંભાવના છે. ઈન્ડિયા ટીવી અને નેતાના એક્ઝીટ પોલ અનુસાર 50 વિધાનસભા બેઠકવાળા આ રાજ્યમાં કોંગ્રેસની સીટો ઘટીને માત્ર 15 થઈ શકે છે. મિઝો નેશનલ ફ્રન્ટને સૌથી વધુ 19 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. અપક્ષોને 6 બેઠકો જઈ શકે છે. એક્ઝીટ પોલ અનુસાર મિઝોરમમાં કોંગ્રેસને 36 ટકા વોટ મળવાનું અનુમાન છે. મિઝો નેશનલ ફ્રન્ટને 38 ટકા વોટ મળવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. અન્ય પક્ષોને 26 ટકા વોટ મળ્યાનું અનુમાન છે. સી વોટર અનુસાર કોંગ્રેસને 14થી 18 અને એમએનએફને 16થી 20 બેઠક મળી શકે છે. અપક્ષોને 3 બેઠક મળવાનો અંદાજ છે. ટાઈમ્સ નાવ અને CNX અનુસાર મિઝોરમમાં કોંગ્રેસને 16 એને મિઝો નેશનલ ફ્રન્ટને 18 બેઠકો મળવાનું અનુમાન છે. અન્ય પક્ષોને 6 બેઠક મળી શખે છે. મિઝોરમમાં બહુમતી માટે 21 સીટ મળવી જરૂરી છે. 

ઉલ્લેખનીય છે કે, આ પાંચ રાજ્યોની ચૂંટમીને મિની ચૂંટણી કહેવામાં આવી રહી છે. કેમ કે, હવે થોડા મહિના બાદ જ 2019ની લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય તસવીર જોઈએ તો મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં છેલ્લા 15 વર્ષથી ભાજપની સરકાર છે. રાજસ્થાનમાં છેલ્લા 5 વર્ષથી ભાજપની સરકાર છે. તેલંગાણામાં મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ(ટીઆઈએસ)ની સરકાર છે. આ પાંચ રાજ્યોમાં માત્ર મિઝોરમ જ એવું રાજ્ય છે, જ્યાં કોંગ્રેસની સરકાર છે. અન્ય ત્રણમાં ભાજપની સરકાર છે. 

ભાજપની જે ત્રણ રાજ્યોમાં સરકાર છે ત્યાં એન્ટી-ઈન્કમ્બન્સીનો માહોલ છે. ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જામશે. છત્તીસગઢમાં અજીત જોગીની છત્તીસગઢ કોંગ્રેસ અને બસપાના ગઠબંધનને કારણે ત્યાં મુકાબલો ત્રિકોણીય છે. રાજસ્થાનમાં છેલ્લા બે દાયકાથી ચૂંટણીનું પરિણામ ચોંકાવનારું આવતું રહ્યું છે અને જનતા સત્તા પરિવર્તન કરતી રહી છે. તેલંગાણામાં થોડા મહિના પહેલા જ વિધાનસભા ભંગ કરીને ચંદ્રશેખર રાવે પોતાના જીવનનો સૌથી મોટો રાજકીય દાવ ખેલ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news