લોકસભા ચૂંટણી 2019ઃ ભાજપમાં જોડાયેલા વિવિધ ફિલ્મ કલાકારો
ફિલ્મસ્ટારો લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે અને રાજકીય પક્ષો પણ પોતાની પાર્ટીમાં ફિલ્મસ્ટારોને સામેલ કરીને ગ્લેમરનો ઉમેરો કરતી હોય છે, ભારતીય રાજકારણમાં પહેલાથી જ અનેક ફિલ્મસ્ટારો વિવિધ રાજકીય પક્ષોમાં જોડાતા રહ્યા છે, દક્ષિણ ભારતમાં તો અનેક ટોચના ફિલ્મસ્ટારો મુખ્યમંત્રીનું પદ પણ ભોગવી ચૂક્યા છે
લોકસભા ચૂંટણી 2019નો માહોલ ધીમે-ધીમે જામતો જઈ રહ્યો છે. વિવિધ પાર્ટીઓ દ્વારા કેટલીક લોકસભા બેઠકો અંકે કરવા માટે ફિલ્મસ્ટારોનો સહારો પણ લેવામાં આવી રહ્યો છે. આ વખતે, ભારતીય જનતા પાર્ટીમાં સૌથી વધુ ફિલ્મસ્ટાર જોડાયા છે. હેમામાલિની તો ભાજપમાં પહેલાથી જ સાંસદ રહ્યા છે, પરંતુ તેમના ઉપરાંત પણ મોસમી ચેટરજીથી માંડીને બંગાળી કલાકારો, ભોજપુરી ફિલ્મોના અભિનેતાઓ બાદ આજે મંગળવારે 23 એપ્રિલના રોજ ફિલ્મ અભિનેતા સની દેઓલ પણ ભાજપમાં વિધિવત રીતે જોડાઈ ચૂક્યા છે. ભાજપ તેમને પંજાબના ગુરદાસપુર લોકસભા બેઠક પરથી ટિકિટ આપે તેવી સંભાવના છે.
સની દેઓલની ભાજપમાં એન્ટ્રી
પિતા ધર્મેન્દ્ર અને હેમામાલિની પછી હવે પુત્ર સની દેઓલ પણ ભાજપમાં જોડાઈ ગયો છે. મંગળવારે, 23 એપ્રિલના રોજ સની દેઓલે સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારામનના હાથે પાર્ટીનું સભ્યપદ લીધું હતું. ભાજપ પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠક પર સની દેઓલને ઉતારવા માગે છે.
રવિ કિશનને આપી ગોરખપુરની સીટ
ભોજપુરી ફિલ્મોના ટોચના અભિનેતા અને હિન્દી ફિલ્મોમાં પણ ભૂમિકા ભજવનારા રવિ કિશનને ભારતીય જનતા પાર્ટીએ ગોરખપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યો છે.
ભોજપુરી સુપરસ્ટાર દિનેશલાલ યાદવ નિરહુઆ પણ ભાજપમાં
ભોજપુરી સુપરસ્ટાર દિનેશલાલ યાદવ નિરહુઆ પણ ભાજપમાં જોડાયો છે અને અત્યારે તે આઝમગઢ બેઠક પર ચૂંટણી લડી રહ્યો છે.
જયાપ્રદા પણ સપા છોડી ભાજપમાં જોડાઈ
હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી જયાપ્રદા પણ તાજેતરમાં જ સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયાં છે અને પાર્ટીએ તેમને રામપુર લોકસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા છે.
મોસમી ચેટરજી પણ જોડાયા હતા ભાજપમાં
બંગાળી અને હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી મોસમી ચેટરજી પણ ભાજપમાં જોડાઈ હતી. જાન્યુઆરી, 2019માં પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ કેસરીયો ખેસ પહેરાવીને તેમનો ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.
સુફી ગાયગ હંસરાજ હંસે પણ ધારણ કર્યો કેસરિયો
ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની નોર્થવેસ્ટ લોકસભા સીટ પર સાંસદ ઉદિત રાજની ટિકિટ કાપીને સુફી ગાયક હંસરાજ હંસને આ બેઠક પર ઉમેદવાર બનાવ્યો છે.
बिस्वजीत चटर्जी बीजेपी में शामिल हुए
બંગાળી ફિલ્મ અભિનેતા બિશ્વજીત ચેટરજી ફેબ્રુઆરી, 2019માં ભાજપમાં જોડાયા હતા. વર્તમાનમાં પાર્ટીના સ્ટાર પ્રચારોકોની યાદીમાં તેમનું નામ સામેલ થયેલું છે. (ફોટો સાભાર- ફાઈલ ફોટો- ANI)
Trending Photos