દુનિયાની આ 4 મોટી કંપનીઓ સોગંદ લીધા કે, કોરોનાની વેક્સીન બનાવીને જ જંપશે
કોરોનાએ દુનિયાના અર્થતંત્રની કમર તોડી નાંખી છે. દુનિયાના નાગરિકોના સ્વાસ્થ્ય પર પણ અભૂતપૂર્વ આક્રમણ કર્યું છે. અત્યાર સુધી એક લાખતી વધુ લોકો કોરોના (corona virus) થી મૃત્યુ પામ્યા છે અને લગભગ વીસ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. જોકે, આટલુ બધુ થયા બાદ પણ માણસોના ઉત્સાહ અને હિંમતને કોરોના હરાવી શક્યુ નથી. દુનિયાની ચાર દવા ટોચની કંપનીઓએ સંકલ્પ કર્યો છે કે, જલ્દીથી જલ્દી કોરોના વાયરસનો તોડ શોધી કાઢશે. અને તેની વેક્સીન (Corona vaccine) બનાવીને જ રહેશે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાએ દુનિયાના અર્થતંત્રની કમર તોડી નાંખી છે. દુનિયાના નાગરિકોના સ્વાસ્થ્ય પર પણ અભૂતપૂર્વ આક્રમણ કર્યું છે. અત્યાર સુધી એક લાખતી વધુ લોકો કોરોના (corona virus) થી મૃત્યુ પામ્યા છે અને લગભગ વીસ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. જોકે, આટલુ બધુ થયા બાદ પણ માણસોના ઉત્સાહ અને હિંમતને કોરોના હરાવી શક્યુ નથી. દુનિયાની ચાર દવા ટોચની કંપનીઓએ સંકલ્પ કર્યો છે કે, જલ્દીથી જલ્દી કોરોના વાયરસનો તોડ શોધી કાઢશે. અને તેની વેક્સીન (Corona vaccine) બનાવીને જ રહેશે.
જ્યાં ઈમરાન ખેડાવાલા અને CM રૂપાણી મળ્યા હતા, તે નર્મદા હોલને સેનેટાઈઝ કરાયો
અમેરિકાની મોર્ડના
જે કંપનીઓએ કોરોનાની દવા શોધી કાઢવા માટે કમર કસી છે તેમાં મોર્ડના સૌથી પહેલા છે. આ અમેરિકન ફાર્મા કંપનીએ સૌથી પહેલા તેની દવાના નિર્માણ માટે દાવો કર્યો હતો કે, તેના બાદ મોર્ડનાએ પોતાની વેક્સીનનું માનવીય ટ્રાયલ પણ કર્યું હતું. તે પહેલા કોઈ કંપનીએ આવું કર્યું ન હતું. મોર્ડના કંપનીના પ્રમોટર્સનું કહેવુ છે કે, તેમની વેક્સીનમાં આરએન નામનુ મેસેન્જર રૂપી આનુવાંશિક પદાર્થ છે, જે કોરોનાના વાયરસને મારવાની શક્તિ ધરાવે છે.
સુરત : બેંગલુરુના દંપતીએ જન્મના 17 દિવસ બાદ દીકરીનો ચહેરો જોયો
ડિસ્ટ્રીબ્યૂટેડ બાયો બીજી કંપની
ડિસ્ટ્રીબ્યૂડેટ બાયો નામની કંપનીનું નામ સૌથી પહેલા ઈન્ડિયા ટાઈમ્સના રિપોર્ટના માધ્યમથી આવ્યું હતું. આ રિપોર્ટ અનુસાર, હાલમાં જ કંપનીના રિસચર્સ ડો.જેકબે કહ્યું હતું કે, તેમની ટીમે 2002માં સાર્સ વાયરસની વિરુદ્ધ સફળતાપૂર્વક રિસર્ચ કર્યું હતું અને તેના રિસર્ચના આધાર પર તેઓએ આપ્રકારના પાંચ એન્ટીબોડી પ્રાપ્ત કર્યા છે, જે કોરોના વાયરસને મારવામાં સફળ થઈ શકે. તેમની ટીમે કોરોના વાયરસની દવા પર કામ કરવાનુ શરૂ કરી દીધું છે.
માત્ર 11 દિવસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ, રાજકોટના જંગલેશ્વરમાં કોરોના બેકાબૂ
બાયોએનટેક તથા પીઝાઈઝરનો સંયુક્ત પ્રયાસ
બાયોએનટેક તથા પીઝાઈઝ બંને કંપનીઓ સાથે મળીને કોરોનાની દવા માટે રિસર્ચ કરી રહી છે. કમાલની બાબત તો એ છે કે, તેઓ પારંપરિક વિધિથી નહિ, પરંતુ આરએનએની મદદથી ટીકા બનાવવાના દિશામાં પ્રયાસ કરે છે. આ ખાસ રિસર્ચમાં તપાસ કરવામાં આવી રહી છે કે, આરએનએ કેવા વાયરસની જેમ માનવ શરીરમાં પ્રોટીનના ઉત્પાદનની શરૂઆત કરી શકે છે.
જ્હોનસન એન્ડ જ્હોનસન કંપની
આ ચારેય કંપનીઓ કોરોના માટે કામ કરે છે, જેમાં ચોથી જ્હોનસન એન્ડ જ્હોનસને પણ દવા બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ કંપનીએ અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગ તેમજ માનવ સેવાઓની એક સંસ્થા સાથે મળીને કોવિડ 19ની વેક્સીન બનાવવા માટે રિસર્ચ શરૂ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે