હાઈકોર્ટના માસ્ક અંગેના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગુજરાત સરકાર

ગુજરાત હાઈકોર્ટના માસ્ક અંગેના આદેશ સામે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. ગુજરાત સરકારે માસ્ક ન પહેરવાના હાઈકોર્ટના અમલ અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. હાઈકોર્ટના કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત સેવાના આદેશ સામે સુપ્રીમમાં અપીલ કરી છે. તેમજ આજે જ સુનાવણી માટે એસજી એ કરી વિનંતી છે. માસ્કના આદેશનુ પાલન કેવી રીતે કરવું તે સમજ પડતી નથી તેથી સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. 

હાઈકોર્ટના માસ્ક અંગેના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગુજરાત સરકાર
  • માસ્કના આદેશનુ પાલન કેવી રીતે કરવું તે સમજ પડતી નથી તેથી સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. 
  • આજે જ સુનાવણી માટે ગુજરાત સરકારે સુપ્રીમને વિનંતી કરી છે.

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાત હાઈકોર્ટના માસ્ક અંગેના આદેશ સામે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. ગુજરાત સરકારે માસ્ક ન પહેરવાના હાઈકોર્ટના અમલ અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. હાઈકોર્ટના કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત સેવાના આદેશ સામે સુપ્રીમમાં અપીલ કરી છે. તેમજ આજે જ સુનાવણી માટે ગુજરાત સરકારે સુપ્રીમને વિનંતી કરી છે. માસ્કના આદેશનુ પાલન કેવી રીતે કરવું તે સમજ પડતી નથી તેથી સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. 

ગુજરાત સરકાર દ્વારા કોરોનાના નિયંત્રણ માટે લેવામાં આવેલી ઢીલાશ પર હાઈકોર્ટ દ્વારા લાલ આંખ કરાઈ હતી. જેથી સરકાર પણ સફાળી દોડતી થઈ છે. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા ગઈકાલ મોટો નિર્ણય લીધો છે. હાઈકોર્ટમાં કોરોના મુદ્દે સુઓમોટો અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાતમાં માસ્ક નહિ પહેરનારા લોકોને covid કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામુ બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. સાથે જ માસ્ક ન પહેરનારા વ્યક્તિની ઉંમર લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઇને કોમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે. માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને રોજના પાંચ થી છ કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. આ કોમ્યુનિટી સર્વિસનો સમય પાંચ દિવસથી 15 દિવસ સુધી રાખી શકાશે. રાજ્ય સરકાર આ હુકમની તત્કાલ અમલવારી કરાવે અને એક અઠવાડિયા બાદ રિપોર્ટ રજુ કરે તેવો પણ કોર્ટે હુકમ કર્યો છે. 

સરકારે કહ્યું, આ લાગે છે તેટલું વ્યવહારમાં સરળ નથી 
જેટલુ સરળ લાગે છે તેટલુ વ્યવહારમાં શક્ય નથી. કારણ કે, તે વ્યક્તિ માને નહિ તો ઉંચકીને લઈ જવો પડે. તો કોરોના પોઝિટિવ હોય તો ટેસ્ટ કરાવવો પડે. નેગેટિવ હોય તો પોઝિટવ બની શકે છે. આ બધાની જવાબદારી કોની. આવા અનેક સવાલોના જવાબ સરકાર પાસે નથી. તેથી સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. આ મામલે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં દિશાનિર્દેશ કર્યા છે કે કેવી રીતે કરવું. તંત્ર પાસે તેની કોઈ વ્યવસ્થા નથી અને લાગુ કરવાના વિકલ્પ નથી, તેથી સરકાર સુપ્રીમમાં ગઈ છે. સરકાર આ મામલે અસમર્થ હોવાનું બતાવી ચૂકી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news