હુકમનો એક્કો બનેલ BTP ને વોટિંગ કરવા મનાવવા ભાજપ બાદ કોંગ્રેસના મરણિયા પ્રયાસો શરૂ

રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો નનૈયો કરતા બીટીપીને મનાવવાના પ્રયાસો બંને પાર્ટીએ શરૂ કરી દીધા છે. ભાજપ બાદ હવે કોંગ્રેસ પક્ષ બીટીપીને મતદાન કરવા આવવા મનાવી રહ્યું છે. કોંગ્રેસના નેતા સિદ્ઘાર્થ પટેલ અને ઇન્દ્રવિજયસિંહ છોટુ વસાવાને મનાવવા નીકળ્યા છે. અહેમદ પટેલ સાથે વાત થઈ હોવા છતાં છોટુ વસાવા મતદાન કરવા ન આવતા કોંગ્રેસના નેતાઓ દ્વારા તઓને મનાવવાના પ્રયાસો કરાઈ રહ્યાં છે. તો બીજી તરફ, ભાજપના ભરતસિંહ પરમાર પણ છોટુ વસાવાને મનાવવા જઈ આવ્યા છે.
હુકમનો એક્કો બનેલ BTP ને વોટિંગ કરવા મનાવવા ભાજપ બાદ કોંગ્રેસના મરણિયા પ્રયાસો શરૂ

ગૌરવ પટેલ/અમદાવાદ :રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો નનૈયો કરતા બીટીપીને મનાવવાના પ્રયાસો બંને પાર્ટીએ શરૂ કરી દીધા છે. ભાજપ બાદ હવે કોંગ્રેસ પક્ષ બીટીપીને મતદાન કરવા આવવા મનાવી રહ્યું છે. કોંગ્રેસના નેતા સિદ્ઘાર્થ પટેલ અને ઇન્દ્રવિજયસિંહ છોટુ વસાવાને મનાવવા નીકળ્યા છે. અહેમદ પટેલ સાથે વાત થઈ હોવા છતાં છોટુ વસાવા મતદાન કરવા ન આવતા કોંગ્રેસના નેતાઓ દ્વારા તઓને મનાવવાના પ્રયાસો કરાઈ રહ્યાં છે. તો બીજી તરફ, ભાજપના ભરતસિંહ પરમાર પણ છોટુ વસાવાને મનાવવા જઈ આવ્યા છે.

એક-એક મત પણ કિંમતી હોવાથી ભાજપના 4 ધારાસભ્યો એમ્બ્યુલન્સથી વોટ આપવા પહોંચ્યા 

રાજ્યસભાની ચૂંટણીમાં જીત માટે બીટીપી પાર્ટી હુકમનો એક્કો સાબિત થવાની છે તેવુ બંને પક્ષોને પહેલેથી જ ખબર હતી. આવી સ્થિતિમાં જો બીટીપીના બે ધારાસભ્યોએ વોટિંગ કરવાની ના પાડતા રાજ્યસભાની ચૂંટણીની બંને પક્ષોએ માંડેલી ગણતરી ઊંધી પડી શકે છે. તેથી બંને પાર્ટી પોતપોતાની રીતે બીટીપીને મનાવવાના પ્રયાસો સવારથી કરી રહી છે. ટેલિફોન વાતચીતમાં મતદાન માટે બીટીપીએ નનૈયો કરતા કોંગ્રસે નેતા મોકલ્યા છે.

Btp ને મનાવવાની કૉંગ્રેસે તૈયારીઓ કરી લીધી છે. કૉંગ્રેસના ઇન્દ્રવિજય સિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ છોટુ વસાવાને મળવા જશે. છોટુ વસાવાના નિવાસસ્થાને ઇન્દ્રવિજય સિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ સાથે બંધબારણે બેઠક થાય તેવી શક્યતા છએ. આમ, ભાજપના મહામંત્રી ભરતસિંહ બાદ હવે કૉંગ્રેસના નેતાઓ પણ btpના બે ધારાસભ્ય સાથે બેઠક કરશે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ધારાસભ્યોને મોબાઇલ પરત કર્યા છે. જે ધારાસભ્યોએ મતદાન પૂર્ણ કર્યું એને મોબાઇલ પરત કર્યા છે. બે દિવસ પહેલાં ધારાસભ્યોએ મોબાઇલ કોંગ્રેસ નેતાઓને જમા કરાવ્યા હતા. આમ, બે દિવસ બાદ તેઓને પોતાના મોબાઈલ પરત મળ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news