નાગરિકતા સંશોધન બિલ: ઈમરાનના ઝેર ઓકતા નિવેદન પર ભારતે આપ્યો જડબાતોડ જવાબ

વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને નકામા નિવેદનો આપવાની જગ્યાએ પોતાના દેશમાં લઘુમતીઓની સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ.

Updated By: Dec 12, 2019, 05:34 PM IST
નાગરિકતા સંશોધન બિલ: ઈમરાનના ઝેર ઓકતા નિવેદન પર ભારતે આપ્યો જડબાતોડ જવાબ
ફાઈલ ફોટો

નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019)  ભારતના બંને ગૃહમાં બહુમતીથી પાસ થઈ ગયું. આ બિલ પાસ થતા પાકિસ્તાન (Pakistan) ના પેટમાં તેલ રેડાયું. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી. જેના પર વિદેશ મંત્રાલયે મહત્વનું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે પાકિસ્તાનના પીએમના દરેક નિવેદન પર આપણે પ્રતિક્રિયા આપવાની કોઈ જરૂર નથી. રવીશકુમારે કહ્યું કે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન (Imran Khan) દ્વારા અપાયેલા મોટાભાગના નિવેદનો અયોગ્ય હોય છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેન દ્વારા ભારત પ્રવાસ રદ કરવા અંગે અંગે પણ તેમણે પ્રતિક્રિયા આપી. 

નાગરિકતા સંશોધન બિલ કેમ જરૂરી? અમિત શાહે ગાંધીજીનો ઉલ્લેખ કરીને આપ્યો જવાબ

વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને નકામા નિવેદનો આપવાની જગ્યાએ પોતાના દેશમાં લઘુમતીઓની સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત ભારતના આંતરિક મામલાઓ પર નિવેદનબાજી કરતા પણ બચવું જોઈએ. 

Citizenship Amendment Bill: રાજ્યસભામાં પણ પાસ, મોદી-શાહની જોડીની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ

તેમણે બાંગ્લાદેશના વિદેશ મંત્રી દ્વારા ભારત પ્રવાસ રદ કરવા મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમણે પોતાનો ભારત પ્રવાસ રદ કરવાના કારણો અંગે સ્પષ્ટીકરણ આપ્યું છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ સાથે અમારા સંબંધ મજબુત છે. જેમ કે બંને દેશોના નેતાઓએ કહ્યું હતું કે આ બંને દોશોના સંબંધોનો સુવર્ણ કાળ છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રીના નિવેદન પર રવીશકુમારે કહ્યું કે અહીં કેટલીક અસમંજસની સ્થિતિ છે. અમે બતાવી ચૂક્યા છીએ કે વર્તમાન સરકારના કાર્યકાળમાં ધાર્મિક ઉત્પીડન થઈ રહ્યું નથી. જે લોકો ભારતમાં રેફ્યુજી તરીકે રહે છે તેમણે ધાર્મિક આધાર પર ઉત્પીડન સહન કર્યું છે. આ બધુ સૈન્ય શાસન અને બાંગ્લાદેશની પૂર્વ સરકારોના કાર્યકાળમાં થયું. અમે એ વાત જાણીએ છીએ કે બાંગ્લાદેશની વર્તમાન સરકારે લઘુમતીઓની ચિંતાઓ પર ખુબ ધ્યાન આપ્યું છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

અત્રે જણાવવાનું કે લોકસભા બાદ ગઈ કાલે રાજ્યસભામાં પણ નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ગયું. જેને લઈને કેટલાક લોકો ખુબ ખુશ છે જ્યારે કેટલીક જગ્યાએ લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. પૂર્વોત્તર રાજ્યોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. આ બિલ લોકસભામાં પાસ થતા ઈમરાન ખાને ટ્વીટ કરીને આપત્તિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ બિલ પાકિસ્તાન સાથેના આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા અને દ્વિપક્ષીય સંધિના તમામ માપદંડોનો  ભંગ કરે છે. 

આ ઉપરાંત ટ્વીટમાં ઈમરાન ખાને મોદી સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ બિલ આરએસએસના 'હિન્દુ રાષ્ટ્ર' ડિઝાઈનનો ભાગ છે જેને મોદી સરકાર દ્વારા પ્રચાર કરાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....