બિહાર બાદ હવે બંગાળ, અમિત શાહ આજે મમતા બેનરજીના ગઢમાં કરશે વર્ચ્યુઅલ રેલી

કોરોના (Corona Virus) મહામારીએ દેશમાં ચૂંટણી પ્રચારની તસવીર જ બદલી નાખી છે. બિહાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હવે પશ્ચિમ બંગાળમાં વર્ચ્યુઅલ રેલીથી મંગળવારે ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. શાહની આ રેલી ખુબ મહત્વની છે  કારણ કે પ્રદેશમાં આગામી વર્ષે (2021)માં વિધાનસભા ચૂંટણી થવાની છે પરંતુ ભાજપ અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયો છે. 
 બિહાર બાદ હવે બંગાળ, અમિત શાહ આજે મમતા બેનરજીના ગઢમાં કરશે વર્ચ્યુઅલ રેલી

કોલકાતા: કોરોના (Corona Virus) મહામારીએ દેશમાં ચૂંટણી પ્રચારની તસવીર જ બદલી નાખી છે. બિહાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હવે પશ્ચિમ બંગાળમાં વર્ચ્યુઅલ રેલીથી મંગળવારે ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. શાહની આ રેલી ખુબ મહત્વની છે  કારણ કે પ્રદેશમાં આગામી વર્ષે (2021)માં વિધાનસભા ચૂંટણી થવાની છે પરંતુ ભાજપ અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયો છે. 

અમિત શાહ અલગ અલગ મીડિયા પ્લેટફોર્મ્સ પર 11 વાગે ભાજપ કાર્યકરો અને જનતા સાથે સંવાદ કરશે. આ રેલીમાં બંગાળ ભાજપના તમામ મોટા નેતાઓ ભાગ લેશે. બંગાળ ભાજપના ચીફ દિલીપ ઘોષે જણાવ્યું કે, 'આ રેલી પ્રદેશમાં સંપૂર્ણ રીતે રાજકીય તસવીર બદલી નાખશે. આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આ અમારી પહેલી રેલી છે અને વધુમાં વધુ લોકોને તેમાં સામેલ કરીને અમે તેનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહ્યાં છીએ.'

ભાજપની તૈયારીઓ
બિહારમાં પણ ભાજપે શાહની વર્ચ્યુઅલ રેલીને સફળ બનાવવા માટે કોઈ કસર છોડી નહતી. રેલીને અસલી લૂક આપવા માટે 72 હજાર બૂથો પર 72 હજાર એલઈડી સ્ક્રિન લગાવ્યા હતાં. બંગાળમાં પણ ભાજપની કઈંક આવી જ તૈયારીઓ છે. દિલીપ ઘોષે કહ્યું કે આ રેલી એટલા માટે પણ મહત્વની છે કારણ કે 3-4 મહિના બાદ કોઈ પોલિટીકલ મીટિંગ થઈ રહી છે. અમે તેના દ્વારા વધુમાં વધુ લોકો રેલીને સાંભળવાનો રેકોર્ડ બનાવવાની પણ કોશિશ કરી રહ્યાં છીએ. 

દિલીપ ઘોષે કહ્યું કે રાજ્યમાં કુલ 80 હજાર બૂથ છે અને અમારી બૂથ કમિટી 65 હજાર બૂથોમાં છે. દરેક બૂથ કમિટીમાં ઓછામાં ઓછા 5 સભ્યો છે અને સરેરાશ 10-15 સભ્યો છે. આ પ્રકારે 5 લાખથી વધુ લોકો સપરિવાર પોતાના ફોનથી વર્ચ્યુઅલ રેલીમાં સામેલ થશે. આ સાથે લગભગ 25 હજાર વોટ્સએપ ગ્રુપ છે જેના દ્વારા સંદેશા પહોંચાડવામાં આવી રહ્યાં છે. જ્યાં ઈન્ટરનેટની સુવિધા નથી અને જેમની પાસે સ્માર્ટ ફોન નથી તેમને મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે જેના દ્વારા તેઓ વર્ચ્યુઅલ રેલીને સાંભળી શકશે. આ ઉપરાંત દરેક મંડળમાં કેટલાક એલઈડી સ્ક્રિન પણ લગાવવામાં આવ્યાં છે. 

મમતાએ કર્યો કટાક્ષ
જો કે ભાજપના આ આક્રમક પ્રચાર પર ટીએમસી ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કટાક્ષ કર્યો છે. મમતાએ કહ્યું કે આટલો ખર્ચ તો ભાજપ જ ભોગવી શકે, અમારી પાર્ટી નહીં. ચર્ચા છે કે ભાજપના જવાબમાં મમતા બેનરજી પણ 21 જુલાઈના રોજ વર્ચ્યુઅલ રેલી કરશે. તેને તે શહીદ દિવસનું નામ આપશે. 

જુઓ LIVE TV

બંગાળની રાજકીય તસવીર
છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે બંગાળમાં જબરદસ્ત જીત મેળવી હતી. પાર્ટીએ 42માંથી 18 લોકસભા બેઠકો મેળવી હતી. જો કે ત્યારબાદ વિધાનસભા સીટો પર થયેલી પેટાચૂંટણીમાં ટીએમસીએ પલટવાર કરતા કેટલીક સીટો પાછી મેળવી હતી. આ રીતે બંગાળમાં રાજકીય સ્થિતિ રસપ્રદ બની છે. કોરોના કાળમાં ભાજપ મમતા સરકારને ઘેરતો રહ્યો છે અને જવાબમાં મમતા બેનરજી પણ કેન્દ્રના વલણ પર સવાલ ઉઠાવતા રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news